SURAT

સુરતના એરપોર્ટના વિકાસ માટે વધુ 96 એકર જમીન સંપાદન કરો

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાતના સી.એમ. વિજય રૂપાણીને પત્ર લખીને ગુજરાતમાં હવાઈ ઉડ્ડયન ક્ષેત્રની માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે પગલા ભરવા માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુરત એરપોર્ટના વિકાસ માટે હજુ વધારે જમીનના સંપાદનની જરૂરત છે, તે દિશામાં પગલા ભરવા રાજ્ય સરકારને કહેવાયું છે.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી 4થી 5 વર્ષના સમયગાળામાં દેશભરમાં હવાઈ સેવાઓ અને તેને આનુષાંગિક માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે અંદાજિત 20,000 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. સિંધિયાએ રૂપાણીને વહેલામાં વહેલી તકે હવાઈ સેવાઓ માટે માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે દરમ્યાનગીરી કરવા જણાવ્યું છે. રાજ્ય સરકારને જણાવવામાં આવ્યુ છે કે સાબરમતી રિવર ફ્રન્ટ અને કેવડિયા વચ્ચેના ઓપરેશન માટે સી-પ્લેન ઓપરેશનના લેણાં ચૂકવવા માટે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. પ્રાદેશિક એર કનેક્ટિવિટી ફંડ ટ્રસ્ટ (RACFT) માટે VGF શેર તરીકે રાજ્ય સરકાર તરફથી 0.47 કરોડ ચૂકવવાના બાકી છે.

ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દાઓ પર રૂપાણીનું ધ્યાન દોરવામાં આવ્યું

  • એબી -320 પ્રકારના વિમાનોના સંચાલન હેતુથી ભાવનગર એરપોર્ટ પર 490.36 એકર જમીનની જરૂરત છે, જામનગર એરપોર્ટ પર 17.38 એકર જમીનની જરૂર છે.
  • એબી -320 પ્રકારના વિમાનોના સંચાલન હેતુથી કંડલા એરપોર્ટ પર 322.85 એકર જમીનની જરૂર છે
  • પોરબંદર એરપોર્ટ પર રન-વેના ઓરિએન્ટેશનને સુધારવા અને તેને AB-320 પ્રકારના વિમાનોના સંચાલન માટે યોગ્ય બનાવવા માટે 434.5 એકર જમીનની જરૂર છે
  • મૂળભૂત એરસ્ટ્રીપની જરૂરિયાતો અને સમાંતર ટેક્સી ટ્રેક માટે વડોદરા એરપોર્ટ પર 18.33 એકર જમીન જરૂરી છે.
  • સુરત એરપોર્ટ પર CAT-I એપ્રોચ લાઇટિંગ સિસ્ટમ અને રનવેના વિસ્તરણ માટે 96.93 એકર જમીનની જરૂર છે. રાજ્ય સરકારને બીજા રન-વેના વિકાસ માટે સુરત એરપોર્ટ પર 2100 એકર જમીન ફાળવવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.
  • રાજ્ય સરકારને જણાવવામાં આવ્યું છે કે સાબરમતી રિવર ફ્રન્ટ અને કેવડિયા વચ્ચેના ઓપરેશન માટે સી-પ્લેન ઓપરેશનના લેણાં ચૂકવવા માટે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. પ્રાદેશિક એર કનેક્ટિવિટી ફંડ ટ્રસ્ટ (RACFT) માટે VGF શેર તરીકે રાજ્ય સરકાર તરફથી 0.47 કરોડ ચૂકવવાના બાકી છે.

Most Popular

To Top