Vadodara

SOGએ અન્નાને 1 રિવોલ્વર અને 3 કારતૂસ સાથે રંગે હાથે ઝડપી પાડ્યો

વડોદરા: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી SOGની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે આરોપીના રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. અન્ના વિરુદ્ધ હહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે. શહેર પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) બ્રાન્ચને બાતમી મળી હતી કે,  મુક્તીનગર પાછળ ઝાડની નીચે બાઈક પાર્ક કરી અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્ના( રહે. સોનલ પાર્ક સોસાયટી, કલાલી ફાટક પાસે, મૂળ રહે, ઉત્તરપ્રદેશ) પોતાની પાસે રિવોલ્વર રાખીને બેઠેલો છે.

જેથી  SOGની ટીમે મળેલ બાતમીના આધારે દરોડો પાડી અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્નાને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા કમરના ભાગેથી તેની પાસેથી એક રિવોલ્વર અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા. SOG પોલીસે લૂંટ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા નામચીન અનિલ અન્નાની પૂછપરછ કરતા દોઢ મહિના પહેલા મુજમહુડાની ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતા આદિલ ખોખર પાસેથી રૂ. 9000માં  રિવોલ્વર ખરીદી હોવાની જાણવા મળ્યું હતું. જેથી રિવોલ્વર સપ્લાય કરનાર આદિલ ખોખરને વોન્ટેડ જાહેર કરી તેની પાસે રિવોલ્વર ક્યાંથી આવી અને બીજી કેટલી રિવોલ્વરનો સોદો કર્યો છે. તેમજ પકડાયેલા ગુનેગારો અન્નાએ આ રિવોલ્વરનો તેણે કોઈ ઉપયોગ કર્યો છે કે, કેમ તેની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

લૂંટ, મારામારી અને ગેરકાયદે હથિયાર રાખવા સહિત કુલ 6 ગુના નોંધાયેલા છે

તાંદલજામાંથી રિવોલ્વર સાથે પકડાયેલા આરોપી અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્ના રીઢો ગુનેગાર છે. અને તેની સામે વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 6 ગુના નોંધાયા છે. જેમાં લૂંટનો 1, મારામારીના 2, ગેરકાયદે હથિયાર રાખવાનો 1, એટ્રોસિટીનો 1 અને પરચુરણ ગુના મળી કુલ 6 ગુના નોંધાયેલા છે.

Most Popular

To Top