સુરત: 9 જુન 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ માટે સીઆઇએસએફના 360...
ઉમરગામ તાલુકામાં મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ૧૦ કલાકમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી...
સુરત શહેરના પાંડેસરા વિસ્તારને પ્રદુષિત કરનારી જીઆઇડીસીની ન્યુ પારસ પ્રિન્ટ સહિત ભાગ્યલક્ષ્મી મિલ સામે જીપીસીબીએ તપાસનું નાટક હજી પુરૂ કર્યું નથી. આ...
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે આજે 1986ની બેચના આઈએએસ પંકજ કુમારે કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે રાજ્ય સરકારે ગૃહ વિભાગનો ચાર્જ ઉદ્યોગ વિભાગના...
લોકસભા સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે પૌષ્ટિક ‘લાડુ વિતરણ યોજના’નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો તેમજ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ચંદ્રક...
ગાંધીનગરમાં મંગળવારે મહેસુલ વિભાગના દ્વારા વેધર વોચ ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી...
રાજ્યમાં વેજિટેરિયન ફુડ શુદ્ધ છે કે નહીં ? તે ચકાસવા સરકાર પાસે પૂરતી સુવિધા નથી, આ મતલબની ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની...
રાજ્યભરમાં કોરોના વેક્સિન આપવાની ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન સરકારે સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો...
અફઘાનિસ્તાન (Afghanistan)માંથી અમેરિકન સૈનિકો (American army) પરત ખેંચવાની સાથે તાલિબાન (taliban) રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. દેશના બીજા સૌથી મોટા શહેર કંધાર...
વલસાડ : વલસાડ જિલ્લા (Valsad district) મથક ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Civil hospital) સુધી દર્દીઓ કે પછી તેમના પરિવારજનોને...
ભૂતપૂર્વ વીવીએન મિસ ઇન્ડિયા યુનિવર્સ (miss India universe) પરી પાસવાને (pari paswan) એક પ્રોડક્શન હાઉસ (production house) પર જબરદસ્તીથી તેના પોર્ન વીડિયો...
વોશિંગ્ટન. છેવટે, 20 વર્ષ પછી, યુએસ લશ્કરે (US Army) અફઘાનિસ્તાન (Afghanistan) છોડી દીધું છે. છેલ્લું વિમાન (Last flight) અમેરિકન કમાન્ડર (commander), રાજદૂત સાથે ઉડાન...
સુરત : જિગ્નેશ મનસુખ પટેલ રહેવાસી ડીકે પાર્ક કતારગામનો ધરપકડ વોરંટ (arrest warrant) ઇશ્યુ થતાની સાથે જ આ ચીટર ફોરેન પલાયન થઇ...
સુરત: 2004માં તે સમયના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા ગુજરાત હીરા બુર્સ (Diamond bourse)ને જવેલરી પાર્કના નિર્માણ માટે...
સુરત: અમરેલી જિલ્લામાં પાલક માતા (real mother) અને સાવકી માતા (step mother)ના મોત બાદ કિશોરી (lonely girl) પિતાના ત્રાસથી પરેશાન હતી. આ...
ભારત (India)ના બરછી ફેંકનારા (Javelin throw)ઓએ ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. સુમિત એન્ટિલે (Sumit antile)આ સ્પર્ધામાં ભારતને...
સુરત: પૂણા સીતાનગર ચાર રસ્તા પાસે શેર બ્રોકર (share broker)નું 5 અપહરણકારોએ અપહરણ (kid napping) કરી અલગ-અલગ જગ્યાએ ફેરવી તેના મોબાઇલ (Mobile)માંથી...
સુરત: કોરોના (Corona)ની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)ના કાપડ ઉદ્યોગ (Textile industry)ને હવે કળ વળી છે. જન્માષ્ટમી (Janmastami)ના પર્વ પહેલા...
વડોદરા: એસએસજી હોસ્પિટલમાં દર્દીના સગાવહાલાને પર્સ પડી ગયાના બહાને ખિસ્સા ચેક કરીને નાણાં તફડાવતા બે રીઢા ગઠીયાઓને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા....
વડોદરા : આફમી ચેરિટેબલ ટ્રસ્ટના કાળા ચિઠ્ઠાના હિસાબ કિતાબની મનાતી પેનડ્રાઈવ મોહંમદ હુસેન મન્સુરીએ તોડીને કાંસમાં ફેંકી દીધી હતી. જે પેનડ્રાઈવ કબજે...
મુરલીમનોહર મને તૃપ્ત કર : વત્સલા પાટીલ વડોદરાના ગરબા ક્વિન જન્માષ્ટમી પર્વે કહે છે ,હરિ તમે તો સાવ જ અંગત સાંભળજો આમ...
ભારત દેશને ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી દર મહિને કોવેક્સિનના 1 કરોડ ડોઝ મળશે. ભારત બાયોટેકના અંકલેશ્વર પ્લાન્ટમાંથી કોવેક્સિનનો પ્રથમ 1 કરોડ ડોઝનો...
સુરત શહેરમાં જીપીસીબીના પયાર્વરણીય કાયદાઓની સરેઆમ ઘોર ખોદાઇ ગઇ છે. જીપીસીબીના હપ્તાખોર બાબુઓને કારણે શહેરમાં છડેચોક ગેરકાયદે એકમો ધમધમી ઉઠયા છે. રાજયનું...
માંડવીના કરંજ GIDCમાં ડૂપ્લીકેટ દૂધ બનાવતા હોવાની બાતમી SOG અને LCB પોલીસને મળતા તેણે રેડ કરી હતી. જે બાબતે પોલીસે સ્થળ પરથી...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સની ટેબલ ટેનિસ ક્લાસ 4 ઇવેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં રવિવારે અહીં દુનિયાની નંબર વન ખેલાડી ચીનની ઝાઉ યિંગ સામે ભાવિનાબેન...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટોકિયોમાં પેરા ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ રમતમાં સિલ્વર મેડલ જીતી દેશને ગૌરવ અપાવનારી દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યાં છે. મુખ્યમંત્રી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેરાઓલમ્પિકમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ સાથે વિડીયો કોલના માધ્યમથી વાત કરી દેશ માટે મેડલ જીતી લાવવા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. આ ઉપરાંત સારવાર દરમ્યાન સાજા...
ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી 26 ટકા ઓછો વરસાદ પડયો છે, સતત બે મહિના ઓછો વરસાદ પડતા આ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 45,083 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,26,95,030 થઈ ગઈ છે....
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
સુરત: 9 જુન 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ માટે સીઆઇએસએફના 360 જવાનોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. આ મંજૂરીને એક વર્ષથી વધુ સમય થવા છતાં એરપોર્ટ ઓથોરિટી સીઆઇએસએફના જવાનો માટે રહેઠાણ અને એરપોર્ટ પર સુરક્ષાની વ્યવસ્થા કરી શકયું નથી.
સીઆઇએસએફના ડીપ્લોઇમેન્ટને લઇ ગૃહ મંત્રાલય દ્વારા સતત ત્રણ વાર પત્ર લખાવામાં આવ્યા પછી 26 જુલાઇ 2021ના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સીઆઇએસએફના હેડકવાર્ટરને પત્ર લખી સુરત એરપોર્ટથી સાત ફલાઇટની અવર-જવર હોવાનું કારણ આપી 360ને બદલે 260 સીઆઇએસએફના જવાનો મોકલવા જણાવ્યું છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે સુરત એરપોર્ટની સુરક્ષા માટે ત્રણ શિફટમાં 360નું મહેંકમ ફાળવ્યું હતું. પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ બે શિફટમાં 260નું મહેંકમ ફાળવવા વિધિવત પત્ર લખી દીધો છે. તેને લીધે સુરતને મંજુર મહેંકમ કરતા 100 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ઓછો મળશે. જો કે એરપોર્ટ ઓથોરિટીએ પત્ર લખ્યો ત્યારે સાત ફલાઇટ ઓપરેટ થતી હતી અને મહેકમ સુરત એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા પીક પર હતી ત્યારે 42 ફલાઇટ અવર-જવર કરતી હતી તેને ધ્યાને રાખી કરવામાં આવ્યું હતું.
રાજકોટ અને ભાવનગર જેવા એરપોર્ટ પર બે ત્રણ ફલાઇટ માટે 200 થી 250 સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત
સુરત એરપોર્ટ પર કોરોનાની બીજી લહેર પછી એક પછી એક એરલાઇન્સની ફલાઇટ આવી રહી છે. સપ્ટેમ્બર સુધીમાં સુરત એરપોર્ટથી 27 ફલાઇટ ઓપરેટ થશે તેની સામે દીવ એરપોર્ટ પર એક માત્ર ફલાઇટ ચાલતી હોવા છતાં 50 સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત છે જયારે રાજકોટ અને ભાવનગર એરપોર્ટ પર રોજ બે ફલાઇટ ચાલી રહી છે તેમને પણ 200 થી 250 સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે.
તે ગણતરીએ સુરત એરપોર્ટને સંપૂર્ણ મંજૂર મહેકમ મળવું જોઇએ પરંતુ એરપોર્ટ ઓથોરિટીના વેસ્ટર્ન રીજીયનમાં ચાલતા દાવપેચને લઇ સુરતના મંજુર મહેંકમ માંથી 100 જેટલા સીઆઇએસએફના જવાનો ઓછા કરવાનો ખેલ ચાલી રહ્યો છે. એકવાર કાગળ પર સુરતમાં એકસેસ બતાવવામાં આવેલો 100 સીઆઇએસએફ જવાનોનો બંદોબસ્ત બીજા એરપોર્ટને ફાળવી દેવામાં આવશે તો ફરી નવું મહેકમ મેળવવું ખુબ મુશ્કેલ બનશે. આ મામલે સુરતના સાંસદોને પણ રજૂઆત કરવામાં આવી છે.