એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી...
ભારત અમેરિકાનું લશ્કરી વ્યૂહાત્મક રીતે જોડાણમાં સાથી ખરું કે નહીં? આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાએ 2018 નો એક દસ્તાવેજ બિનવર્ગીકૃત કર્યો. જણાવાયું હતું...
‘હવે સતયુગ આવશે’ અમારા એક પ્રિન્સિપાલ મિત્રે રમૂજમાં કહ્યું.. કારણ એ હતું કે ‘સંઘો શકિત કલૌ યુગે… કળીયુગમાં સંગઠન એ શકિત છે....
છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક...
લુણાવાડા : કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી ફોગાઇ ગયેલી યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો બનાવ...
નડિયાદ: વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરાં સાથે મુસ્લિમોએ એક જમીન ખરીદી તેમાં શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ...
આણંદ : વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે વૃક્ષારોપણ કરીને સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું હતું. વાસદ ખાતે આવેલ એસવીઆઈટી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ક્રિકેટ...
હાલોલ: હાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ગિરીશ ઠક્કર પિતાપુત્ર પરિવારજનોએ પાનેલાવ ખાતે આવેલ જમીન પચાવી પાડવા સારું કાવતરું રચી જમીન માલીકની જગ્યાએ...
દાહોદ: દેવગઢબારીયા મામલતદાર રાઉન્ડ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળૅલકે દેવગઢબારીયા તાલુકા ના ભડભા ગામની ઉજ્જવળ નદી માં કોઈ હિટાચી મશીન...
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ...
વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ-...
વડોદરા: આગામી ગણેશ ઉત્સવને લઇને સરકાર કોરોના ગાઇડ લાઈન નું પાલન કરી ઉત્સવ મનાવાની જાહેરાત કરી છે. ત્યારે મોડેમોડે પાલિકાતંત્ર એ શહેરના...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: શહેરના દોડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ માં સિનિયર સિટીઝન મહિલા વેક્સિન મૂકવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે પછી લાઈન...
વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની...
શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી...
પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ સો રૂપિયાને વટાવી ચૂક્યો છે. ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવન જરૂરિયાતની...
ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પર કાપ મુકાયો છે. ઔદ્યોગિક એકમોને હવે માત્ર 10 કલાક પાણી મળશે. રહેણાક વિસ્તારમાં અઢી કલાકનો કાપ...
તાલિબાન કાબુલમાં પોતાની નવી સરકારની રચના ઇરાનીયન નેતાગીરીની લાઇન પર કરવા માટે સજ્જ છે જેમાં આ સંગઠનના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા...
કેરેબિયન વિસ્તાર પરથી આવીને અમેરિકામાં સૌપ્રથમ લુસીઆના રાજય પર ત્રાટક્યા બાદ ઇડા વાવાઝોડાએ આગળ વધીને નોર્થઇસ્ટમાં હાહાકાર મચાવી દીધો હતો જ્યાં ઓછામાં...
સુરતમાં જીપીસીબીથી માંડીને સંબધિત તમામ સરકારી વિભાગોની મંજૂરી વિના જ ધમધમતી આશરે 300થી વધુ ગેરકાયદે ડાઈંગ હાઉસ ધમધમતા હોવાની ચોંકાવનારી માહિતીનો ઘટસ્ફોટ...
ઇસ્ટર્ન ઇકોનિમિક ફોરમ અંતર્ગત રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય સાથે સીધો હીરાનો વેપાર થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બે...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 47,092 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે...
મીડિયાનો એક વર્ગ સમાચારોને કોમી રંગ આપે છે જે દેશની બદનામી નોંતરે છે એમ કહેતા સર્વોચ્ચ અદાલતે આજે વેબ પોર્ટલો અને યુ-ટ્યુબ...
ગુરૂવારે અહીં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયરની એક મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આયરલેન્ડ સામે બે ગોલ કરીને પોતાની ટીમને 2-1થી જીતાડવાની સાથે જ સર્વાધિક ઇન્ટરનેશનલ...
રાજયમાં આજે દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થયો હતો. દ્વારકામાં અઢી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી સારા ગુરુને શોધો.જે ગુરુનો આશ્રમ સૌથી મોટો હોય.સૌથી સુંદર અને સૌથી મોટો આશ્રમ જેનો હશે તે ગુરુનો હું શિષ્ય બનીશ.’ નગરભરમાં રાજાની આ ઈચ્છાનો ઢંઢેરો પીટવામાં આવ્યો અને વાત થોડા દિવસમાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ.અનેક ગુરુઓ આવવા લાગ્યા અને પોતાના આશ્રમની સુંદરતાના વખાણ કરવા લાગ્યા.

ઘણા તો પોતાના આશ્રમનો નકશો લઈને આવ્યા હતા.ઘણા ગુરુઓ પોતાના આશ્રમની તસ્વીરો લઈને આવ્યા હતા અને બધા પોતાનો આશ્રમ સૌથી સુંદર છે સૌથી મોટો છે તેવો દાવો કરી રહ્યા હતા.રાજાએ બધા મંત્રીઓને બધા આશ્રમની મુલાકાત લેવાનું કહ્યું અને બધા ગુરુઓને મહેલમાં મહેમાન બની રહેવા માટે આમંત્રણ આપ્યું. થોડા દિવસમાં મંત્રીઓ બધા આશ્રમની મુલાકાત લઈને આવી પહોંચ્યા અને બધા આશ્રમ એક એકથી ચઢિયાતા હતા એટલે કોઈ નિર્ણય લઇ શકાયો નહિ.રાજાએ નક્કી કર્યું હું બધા આશ્રમની મુલાકાત લઈને નક્કી કરીશ અને રાજાનો કાફલો નીકળ્યો એક પછી એક આશ્રમની મુલાકાતે.
રસ્તામાં રાજાનો કાફલો એક જંગલમાંથી પસાર થતો હતો ત્યારે રાજાના કાને એક ભજન પડ્યું.એક તેજસ્વી ફકીરબાબા આ ભજન ગાઈ રહ્યા હતા.રાજા આપોઆપ તે અવાજ પાછળ ખેંચાયા અને ફકીર બાબા પાસે પહોંચી ગયા.તેઓ એક ઝાડ નીચે બેસી પોતાની મસ્તીમાં ભજન ગઈ રહ્યા હતા.રાજાએ ફકીરને પ્રણામ કર્યા અને તરત પૂછ્યું, ‘બાબા, તમારો આશ્રમ કયાં છે મારે તે જોવો છે.’ ફકીરબાબા હસ્યા અને બોલ્યા, ‘મારો આશ્રમ.અરે, મારો કોઈ આશ્રમ નથી. આ આખું વિશ્વ મારું છે. આકાશની છત અને ધરતીનું બિછાનું છે.આ આખો સંસાર મારો છે. તેમાં વસતા દરેક જીવ પર મને પ્રેમ છે.’
ફકીરબાબાની આ વાત સાંભળી રાજાએ એક નિર્ણય કર્યો અને તેમનાં ચરણોમાં પડી ગયો અને તેમને વિનવણી કરી કે મને તમારો શિષ્ય બનાવો.રાજાની ગુરુની શોધ પૂરી થઇ.ફકીરબાબાએ રાજાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને કહ્યું, ‘શિષ્ય આજે તારો પહેલો સબક છે કે કોઈ પણ વસ્તુ જે સીમામાં બંધાય છે તેનો વિકાસ અટકી જાય છે.આશ્રમ હોય કે ધર્મ હોય કે કોઇ પણ વ્યક્તિ જે કંઈ પણ કોઈ સીમામાં બંધાઈ જાય છે ત્યારે તેના વિચારો, તેનો દ્રષ્ટિકોણ એક સીમામાં બંધાઈ જાય છે.તારે સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે જો જ્ઞાન, બુદ્ધિ કે વિચારોની જો એક સીમા નક્કી થઇ જાય તો આગળ પ્રગતિ થતી નથી.કયારેય જ્ઞાન અને બુદ્ધિની સીમા સીમિત ન રાખવી.તેમાં અસીમતા જરૂરી છે.હંમેશા વિચારોને કોઈપણ બંધનરહિત ઊંચા અને સાફ રાખવા સીમિત નહિ.’ રાજાએ પોતાના ગુરુજી પાસે શિષ્ય તરીકે પહેલો સબક શીખ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.