Top News

અમેરિકાના સૈનિકો જતાની સાથે જ તાલિબાને રંગ બતાવ્યો: અમેરિકાના ચાર્ટરથી લાશ લટકાવી ઉડાવી દીધુ

અફઘાનિસ્તાન (Afghanistan)માંથી અમેરિકન સૈનિકો (American army) પરત ખેંચવાની સાથે તાલિબાન (taliban) રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. દેશના બીજા સૌથી મોટા શહેર કંધાર (kandhar)માં તાલિબાનના હાથે લાગેલું અમેરિકી હેલિકોપ્ટર બ્લેક હોક (black hawk) તેના લડવૈયાઓ દ્વારા ઉડાવાતું જોવા મળ્યું છે. આ સિવાય તેના લડવૈયાઓએ એક વ્યક્તિની હત્યા (murder) કરી હતી અને તેને હેલિકોપ્ટરથી લટકાવી દીધો હતો અને લાંબા સમય સુધી ઉડાવ્યુ હતું. 

ઘણા પત્રકારોએ તાલિબાનની ક્રૂરતાનો આ વીડિયો શેર કર્યો છે. તાલિબાન લડવૈયાઓ આ હેલિકોપ્ટરનો ઉપયોગ કંધારમાં પેટ્રોલિંગ માટે કરી રહ્યા છે. વીડિયો ફૂટેજમાં યુએસ આર્મીના હેલિકોપ્ટરથી એક વ્યક્તિ લટકતો દેખાય છે. વીડિયો જમીન પરથી શૂટ કરવામાં આવ્યો હતો, તેથી તે જાણી શકાયું નથી કે હેલિકોપ્ટર સાથે બંધાયેલ વ્યક્તિ જીવતો હતો કે નહીં. પરંતુ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનોએએક વ્યક્તિની હત્યા કરી હતી અને તેની લાશને દોરડાની મદદથી હેલિકોપ્ટરથી લટકાવી દીધી હતી. આ વીડિયો શેર કરતી વખતે તાલિબ ટાઇમ્સ નામના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે કે આ આપણી વાયુસેના છે, જે કંધારમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ એકાઉન્ટ તાલિબાન સાથે જોડાયેલ હોવાનો દાવો કરે છે. 

ગયા મહિને જ અમેરિકાએ અફઘાનિસ્તાનને 7 હેલિકોપ્ટર આપ્યા હતા

ડેઇલી મેલના અહેવાલ અનુસાર, અમેરિકાએ ગયા મહિને જ અફઘાનિસ્તાનને 7 બ્લેક હોક હેલિકોપ્ટર આપ્યા હતા. આ સિવાય, તેણે 20 વર્ષમાં મોટા પાયે અન્ય હથિયારો પણ તૈનાત કર્યા હતા. જેઓ હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ હેઠળ છે. જો કે, અમેરિકાનું કહેવું છે કે તેણે 73 સૈનિકો, ઘણી હાઇટેક સંરક્ષણ પ્રણાલીઓ અને હથિયાર પ્રણાલીઓને તેના સૈનિકોને પાછા ખેંચવાની સાથે અક્ષમ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે સોમવારે અમેરિકી સૈનિકો હટ્યા બાદ તાલિબાન લડવૈયાઓએ કાબુલના એરપોર્ટ પર પણ કબજો કરી લીધો છે. જ્યારે તાલિબાન લડવૈયાઓ એરપોર્ટમાં પ્રવેશ્યા, ત્યારે તેઓએ યુએસ સૈન્ય દ્વારા છોડવામાં આવેલા ચિનૂક હેલિકોપ્ટરનું પરીક્ષણ કર્યું. 

વીડિયોમાં જોઈ શકાય છે કે તેના લડવૈયાઓ હેલિકોપ્ટરની તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, અમેરિકન સૈનિકો ગયા પછી એરપોર્ટ પર તાલિબાન લડવૈયાઓ રેસિંગ કાર અને અન્ય વાહનો ચલાવતા હોય તેવા વીડિયો પણ જોવા મળ્યા છે. આ સિવાય તાલિબાન નેતાઓ રનવે પર ચાલતા જોવા મળ્યા હતા. 20 વર્ષ પછી તાલિબાનોએ કબજો મેળવ્યો તે બતાવવા તેઓ ચાલતા હતા. તાલિબાનોએ અમેરિકી સૈનિકોની પાછી ખેંચવાની જીત ગણાવી છે અને કહ્યું છે કે તે વિશ્વભરના આક્રમણકારો માટે એક પાઠ હતો.

Most Popular

To Top