Gujarat

રાજ્યમાં એક જ દિવસમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ આપવાનો નવો રેકોર્ડ

રાજ્યભરમાં કોરોના વેક્સિન આપવાની ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન સરકારે સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે, આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ રસીના ડોઝની આપવાનો વિક્રમ સર્જાયો છે.

ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ % લોકો એટલે કે ૩ કરોડ ૪૬ લાખ ૧૪ હજાર ૬૬૦ લોકોને પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૧૬ લાખ ૫૬ હજાર ૫ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪,૬૨,૭૦,૬૬૫ ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 24 નવા કેસ
રાજ્યમાં છેલ્લા બે દિવસરના 48 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 9, સુરત મનપામાં 4 અને વડોદરા મનપામાં 6 કેસનો સમાવેશ થાય છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કચ્છ અને પોરબંદરમાં 2-2 અને મહેસાણામાં 1 નવો કેસ નોંધાયો છે. તેવી જ રીતે છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 25 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 150 થઈ છે. તેમાંથી 03 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 147 દર્દીઓ સ્ટેબલ છે.

વધુ 8,01,175 વ્યક્તિને રસી આપવામાં આવી

રાજ્યમાં મંગળવારે વધુ 8,01,175 વ્યકિતઓને રસી આપવામાં આવી છે, જેની વિગતોમાં 40 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 6,268ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 1,14,679 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,13,447 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 3,83,354 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,,83,387 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 8,01,175 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,62,70,665 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top