Gujarat

ફુડ વેજ છે કે નોનવેજ તે ચકાસવા માટે રાજ્ય સરકાર પાસે કોઈ લેબોરેટરી નથી

રાજ્યમાં વેજિટેરિયન ફુડ શુદ્ધ છે કે નહીં ? તે ચકાસવા સરકાર પાસે પૂરતી સુવિધા નથી, આ મતલબની ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં લીલા ચિન્હવાળું ફુડ વેજિટેરિયન છે કે નોન વેજિટેરિયન તે ચકાસવા માટે કોઈ લેબોરેટરીની સુવિધા નથી, આ બાબતે સંશોધન કરવું પડે તેમ છે, તેવું રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં જણાવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે હાલમાં અમારી પાસે વેજ અને નોનવેજ ફુડ ચકાસવા માટેની કોઈ લેબોરેટરી નથી આ બાબતમાં સંશોધન કરવું પડશે સાથે સાથે કેન્દ્ર સરકારનું પણ આ બાબતમાં માર્ગદર્શન મેળવવું પડશે.

વેજીટેરીયન વ્યકિત ભૂલથી નોનવેજ ફુડ ખાઈ લે તો ધાર્મિક લાગણી દુભાશે

હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતાં કહ્યું હતું કે ‘આવું કઈ રીતે ચલાવી લેવામાં આવે ? કયું ફુડ વેજ છે કે નોનવેજ તે શું માત્ર એક ટેગ (ચિહ્ન)થી ઓળખી લેવાનું ? શું તેનું ટેસ્ટિંગ થવું જોઈએ કે નહીં ?’ વેજીટેરીયન ખાવાવાળો વ્યકિત ભૂલથી નોનવેજ ફુડ ખાઈ લે તો ધાર્મિક લાગણી દુભાશે.

Most Popular

To Top