SURAT

પાલક માતા અને સાવકી માતાના મોત બાદ એકલતા અનુભવતી કિશોરનો ફાયદો ઉઠાવનાર..

સુરત: અમરેલી જિલ્લામાં પાલક માતા (real mother) અને સાવકી માતા (step mother)ના મોત બાદ કિશોરી (lonely girl) પિતાના ત્રાસથી પરેશાન હતી. આ વાતનો ફાયદો લઈને સુરત (Sruat)માં રહેતા જફરે કિશોરીને સુરત બોલાવી તેની સાથે દુષ્કર્મ (rape) આચર્યું હતું. અમરેલી પોલીસ ચાર મહિનાથી આરોપીની શોધમાં હતી ત્યારે સુરત એસઓજી (SGO)એ કિશોરનો ફાયદો ઉઠાવનાર આરોપીની ધરપકડ કરી અમરેલી પોલીસને સોંપી કિશોરીને મુક્ત કરાવી હતી.

અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં ચાર મહિના પહેલા અપહરણ (Kid napping) અને પોક્સો (POKSO) હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપીના મોબાઈલ નંબર (Mobile number)નું કનેક્શન હોવાની તપાસ કરી શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન સુરત એસઓજી પોલીસે પણ શોધખોળ હાથ ધરતા મળેલી બાતમીના આધારે આરોપી જફર અસગર કુરેશી (ઉ.વ.24, રહે. ચીમની ટેકરા ઝુંપડપટ્ટી, માનદરવાજા સુરત તથા મુળ બુલઢાણા, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે, પાંચ – છ મહિના પહેલા ભોગ બનનાર બાળકિશોરીને ભુલથી મોબાઈલ ફોનમાં રોંગ નંબર લાગી જતા તેની સાથે વાતચીત કરી હતી. અને ત્યારબાદ તેણીને અવાર – નવાર ફોન કરી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી સંપર્ક કર્યો હતો. ત્યાર પછી લોભામણી વાતો કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

કિશોરીએ આરોપીને તેની માતા-પિતાની સગી દિકરી ન હોવાની વાત જણાવી હતી. તેના પિતાએ પોતે નાની હતી ત્યારે તેણીને દત્તક લીધી હતી. ત્યારબાદ તેણીની પાલક માતાનું અવસાન થયું હતું. જેથી પિતાએ બીજા લગ્ન કરી લીધા હતા અને તે બીજી માતાનું પણ અવસાન થતા પિતા કિશોરી ઉપર ત્રાસ ગુજારતો હતો. જેથી પોતે પિતા સાથે રહેવા માંગતી નહોતી. આ વાતનો ફાયદો ઉઠાવી બાળકિશોરીને લગ્નની લાલચ આપી આરોપીએ સુરતમાં પોતાની પાસે આવવા ઉશ્કેરી હતી.

યુવક કિશોરીને પોતાના ઓળખીતાના ઘરે મુકી બે મહીના મહારાષ્ટ્ર જતો રહ્યો હતો
ગત 8 મે 2021 ના રોજ કિશોરી અમરેલીથી કોઈને કહ્યા વગર સુરત આવી ગઈ હતી. ત્યારબાદ પોતે કિશોરીને પોતાની સાથે રાખી હતી. પરંતુ ભોગ બનનારે લગ્ન કરવાનું કહેતા પોતે તેની સાથે લગ્ન પછી કરશે તેવા બહાના બતાવી કિશોરીને પોતાના ઓળખીતાના ઘરે મુકી પોતે બે મહીના મહારાષ્ટ્ર જતો રહ્યો હતો. અને થોડા દિવસ પહેલા સુરત પરત આવ્યો હતો. આરોપીએ કિશોરીને ઉધના રોડ નં .૦ સંજય નગર ઝુંપડપટ્ટી ખાતે પોતાના ઓળખીતાના મકાનમાં રાખી હતી. એસઓજી પોલીસે બાળકીને ત્યાંથી છોડાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top