SURAT

શેર બ્રોકરનું ફિલ્મીઢબે અપહરણ : અલગ-અલગ જગ્યાએ ફેરવી અપહરણકારોએ ટીથર કોઇન ટ્રાન્સફર કરાવી લીધા

સુરત: પૂણા સીતાનગર ચાર રસ્તા પાસે શેર બ્રોકર (share broker)નું 5 અપહરણકારોએ અપહરણ (kid napping) કરી અલગ-અલગ જગ્યાએ ફેરવી તેના મોબાઇલ (Mobile)માંથી બળજબરી પૂર્વક ‌ટીથર કોઇન (tither coin) કરન્સી અને ઇસીએન કરન્સી મળી કુલ રૂ.16 લાખ ટ્રાન્સફર (transfer) કરાવી લીધા હતા. બાદમાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને સવજી કોરાટ પાસે તમામ અપહરણકારો ઉતરીને નાસી ગયા હતા. શેર બ્રોકરો પૂણા પોલીસમાં આ અંગે ફરિયાદ (FIR) નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ એલ.પી.સવાણી સ્કુલ પાસે સ્વસ્તિક એવન્યુમાં રહેતા જયેશ લીલાભાઇ પટોળીયા શેર માર્કેટ અને ઓનલાઇન ‌ક્રિપ્ટો કરન્સી ટ્રેડીંગનું કામ કરે છે. જયેશ પટોળીયા ‌ઘરેથી તથા ઘણી વખત મિત્રોની ઓફીસે બેસીને ઓનલાઇન ટ્રેડીંગ કરે છે. ગત 14 ઓગસ્ટે સવારે જયેશ તેના ‌મિત્ર રાહુલ લખાણીની પૂણા સીતાનગર ચાર રસ્તા પાસે આવેલી આ‌ઇએફએમ માર્કેટમાં આવેલી ઓફીસે મળવા ગયો હતો. ત્યાંથી સાંજે પોતાની કાર (જીજે-05-આરએમ-6556) માં ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે માથાભારે‌ મધુ આહીર, રાજુ આહીર, ચિરાગ તથા દરબાર અને એક અજાણ્યો ત્યા ત્રાટક્યા હતા. જયેશ સાથે ઝઘડો કરીને તેની જ કારમાં બળજબરી બેસાડી તેનું અપહરણ કરી લઈ ગયા હતા. અપહરણકારોએ જયેશને પૂણા કેનાલ રોડથી, સરથાણા, ઘલુડી ગામ અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા. અપહરણકારોએ ચાલુ ગાડીએ જયેશના બંને મોબાઇલ ફોન કાઢી ગળા ઉપર ચપ્પુ રાખી તેને ડરાવી ધમકાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સવજી કોરાટ બ્રિજ પાસે મુકીને જતા રહ્યા હતા. જયેશે ભાઠેના પાસે પહોંચી તેના ‌મિત્ર ‌દિપેશ રાજપુતને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જયેશે આ મામલે પૂણા પોલીસ મથકમાં ફ‌રિયાદ નોંધાવી હતી. પૂણા પોલીસે જયેશના મોબાઇલમાં ઇન્સ્ટોલ થયેલી ‌ક્રિપ્ટો કરન્સીની તમામ મા‌હિતી મેળવી ફ‌રિયાદ નોંધી છે.

16 લાખની કરન્સી ટ્રાન્સફર કરાવી લીધી
જયેશ પટોળીયાના બે મોબાઇલ ફોનમાં 15,888 યુએસડીટી ટીથર ક્રીપ્ટો કરન્સી હતી. જેના એક યુએસડીટીના ભારતીય ચલણના 76 રૂપિયા ગણી કુલ 12.7 લાખ રૂપિયા તેમજ બીજી ટ્રોનલીંગ પ્રો નામની એપ્લિકેશનના અકાઉન્ટમાંથી કુલ 16 લાખ રૂપિયા જેટલી રકમ અપરહરણકારોએ બળજબરી પૂર્વક ટ્રાન્સફર કરી લીધી હતી. ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી લીધા બાદ જયેશને સવજી કોરાટ બ્રિજ પાસે ઉતારી દીધો હતો. જતા જતા જો આ કરન્સી 7 ‌દિવસમાં ટ્રાન્સફર નહીં થાય તો જયેશ અને તેના પ‌રિવારને મારી નાંખવાની ધમકી આપી હતી.

જયેશની પાછળ રેકી કરી પ્લાન મુજબ આવી ઝઘડો કર્યો હતો
પૂણા પોલીસે હાથ ધરેલી તપાસમાં જે જગ્યાએથી જયેશ પટોળીયાનું અપહરણ થયું હતું. તે રૂટના કેમેરા ચેક કર્યા હતા. તેમાં પણ આખી ઘટના અમુક જગ્યાએ દેખાઇ હતી. અપહરણકારો નંબર વગરની મોટર સાઇકલ ઉપર આવ્યા હતા. અને જયેશ પટોળીયાની રેકી કરી બાદમાં પ્લાન મુજબ જયેશ સાથે અકસ્માતના બહાને ઝઘડો કરીને તેનું અપહરણ કર્યુ હતું.

Most Popular

To Top