Entertainment

‘ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા યુનિવર્સ’ પરી પાસવાને આરોપ લગાવ્યો કે, નશામાં પોર્ન વીડિયો બનાવાયો

ભૂતપૂર્વ વીવીએન મિસ ઇન્ડિયા યુનિવર્સ (miss India universe) પરી પાસવાને (pari paswan) એક પ્રોડક્શન હાઉસ (production house) પર જબરદસ્તીથી તેના પોર્ન વીડિયો (porn video) બનાવવાનો આરોપ લગાવ્યો છે. પરી કહે છે કે તેના પીણામાં કંઈક મિક્સ કરીને તેનો પોર્ન વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો. 

ઝારખંડ (Jharkhand)ની રહેવાસી પરી મોડલિંગ (modeling)માટે મુંબઈ (Mumbai) આવી હતી. તે તેના પતિ (husband) સાથેના વિવાદને કારણે પણ સતત સમાચારોમાં રહી છે. ત્યારે હાલ તેણે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, અને કહ્યું કે વીડિયો બેભાન અવસ્થામાં શૂટ કરવામાં આવ્યો હતો જેથી આ મુદ્દે તેણે ફરિયાદ નોંધાવી છે. શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્ન કેસમાં ફસાવ્યા બાદ ઘણા સનસનીખેજ ખુલાસા થઈ રહ્યા છે. હવે મોડલ પરી પાસવાને મુંબઈના એક પ્રોડક્શન હાઉસ પર તેના પોર્ન વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે આરોપ લગાવ્યો કે તેનો વીડિયો બેભાન અવસ્થામાં શૂટ કરવામાં આવ્યો હતો.

બાદમાં જાણવા મળ્યું કે હવે તો બની ગયો વિડીયો

એક રાષ્ટ્રીય ન્યુઝ એજન્સીની રિપોર્ટ અનુસાર, પરી કામની શોધમાં મુંબઈ આવી હતી. તેણે આરોપ લગાવ્યો કે આ ઘટના અહીં જ તેની સાથે બની છે. તેણે મુંબઈમાં એક પ્રોડક્શન હાઉસ પર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે તેનો વીડિયો બનાવવામાં આવ્યો છે, અને તેને આ વિશે પછીથી ખબર પડી. પછી તેણે પોલીસને જાણ કરી. 

પહેલાથી જ પતિને જેલમાં મોકલવામાં આવ્યો છે

પરી અગાઉ પણ તેના સાસરિયાઓ સાથેના વિવાદને કારણે અગાઉ સમાચારોમાં રહી છે. તેણીએ તેના પતિ અને સાસરિયા પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેના પતિ નીરજ પાસવાનને જેલમાં જવું પડ્યું હતું. પરીએ 2019 માં VVN મિસ ઇન્ડિયા યુનિવર્સનો તાજ જીત્યો હતો. 

સાસરિયાઓ દ્વારા ગંભીર આક્ષેપો

સાથે જ પરીના સાસરિયાઓએ પણ તેના પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના કહેવા મુજબ, પરીએ મુંબઈમાં એક પોર્ન ફિલ્મમાં કામ કર્યું છે. તે નિર્દોષ લોકોને ફસાવે છે. પરીના પતિ નીરજના ભાઈ ચંદનનો આરોપ છે કે પરી બે બાળકોની માતા છે. તેણીએ પહેલાથી જ બે છોકરાઓ સાથે લગ્ન કરી ચુકી છે અને તેમની સામે કેસ પણ દાખલ કર્યો છે.   

Most Popular

To Top