કેમ છો?મજામાં ને?બે જનરેશન વચ્ચેનો ગેપ એ સદીઓ પુરાણી સમસ્યા છે પરંતુ લાગણી, ડર, આમન્યા કે સામાજિક કારણોસર પહેલાં લડતા-ઝઘડતા પણ મોટાભાગના...
રાવલપિંડી : શુક્રવારે અહીં વન ડે સીરિઝની પ્રથમ વન ડે (One day match) શરૂ થવાના સમયે ન્યુઝીલેન્ડ (New Zealand) ક્રિકેટ ટીમે સુરક્ષાનું...
આપણે આજ દિન સુધી સોનું, ચાંદી, મકાન, મોટર કાર વગેરે ખરીદતી બેન્ક જોઈ છે, પણ દેવું ખરીદે તેવી બેન્ક નથી જોઈ. મોદી...
ભારતનો યુવાન ઉચ્ચ ભણતરવાળો કે મધ્યમકક્ષાનું ભણતરવાળો નોકરી માટે સરકારી નોકરી મેળવવાનાં પ્રથમ પ્રયત્નો કરે છે. કારણ સરકારી નોકરીમાં મોટામાં ફાયદો પેન્શનનો...
આજકાલ મોટાભાગનાં મુખ્ય ગુજરાતી અખબારોમાં દહેજ ન લાવવાને કારણે કે ઓછું લાવવાનું ઓઠું લઈ પત્નિઓને મારઝૂડ કરવાના, કાઢી મૂકવાના, તરછોડી દેવાના કે...
આજથી પાંચેક દાયકા પહેલાં મારા મેરેજ થયા હતાં ત્યારે ચાર કોલમનુ મથાળુ બાંધી આજ દૈનિક મા સમાચાર હતા કે’ એક ગંભીર ગુનામાં...
આમ તો દરેક શહેરમાં જુદા-જુદા દિવસોએ બજાર કે હાટ અમુક ચોક્કસ વિસ્તારોમાં ભરાતી જ હોય છે.આજે મારે સુરત શહેરની શનિવારી હાટની વાત...
ક્રિકેટની ભાષામાં 159 રન પણ એક પણ વિકેટ નહી તેવી જ રીતે ગુજરાતમિત્ર દૈનિક અખબારે, દરરોજ એક એક રન પત્રકારત્વ ક્ષેત્રમાં અવરિત...
લખનૌ: જીએસટી કાઉન્સિલે (GST Councile) કોવિડ-19ની દવા (medicine)ઓ પરના છૂટછાટવાળા વેરા (tax)ના દરો, કેન્સરની દવાઓ પર વેરામાં કાપ લંબાવ્યા હતા જ્યારે મસ્ક્યુલર...
ઈરાનનો બાદશાહ અલ રશીદ ….બાદશાહ અલ રશીદને પોતાના સમૃદ્ધ વિરાટ રાજ્ય …અઢળક સંપત્તિથી ઉભરતા ખજાના અને મોટી સેના નો ગર્વ હતો…અને અભિમાનને...
ગુજરાતના જ નહીં, દેશના રાજકીય ઇતિહાસમાં કદી ન બની હોય એવી ઘટના ગુજરાતના રાજકીય તખ્તા પર બની છે. કોઇ એક પક્ષની આખેઆખી...
કોંગ્રેસ અને ભાગલાખોરી એકબીજાના પર્યાય બની ચૂકયા છે. પક્ષનું મોવડીમંડળ જેમ તેના પર ઢાંકપીછોડો કરવા માંગે છે તેમ તે વધુ બહાર આવે...
ટીમ ઈન્ડિયા (Indian cricket team)ના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi shastri)નો કાર્યકાળ સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાનારા આઈસીસી ટી 20 વર્લ્ડ...
અનેક દેશોને જેણે કમરતોડ માર માર્યો છે તેવો કોરોના હજુ પણ વિશ્વમાંથી ગયો નથી. અનેક દેશોમાં કોરોનાના કેસ હજુ પણ આવતા જ...
લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામમાં બુધવારે રાત્રીના સમયે ઘરની ઓસરીમાં માતા સાથે સુતેલા સાડા ત્રણ માસના નવજાત બાળકને જંગલમાંથી આવેલો...
જાંબુઘોડા: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે અને દર વર્ષે આ ચેરાપુંજી ગણાતા જાંબુઘોડા અભ્યારણ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાતો...
કાલોલ: કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતમાં આવેલા નમરા ફળિયામાં ગુરૂવારે સ્થાનિક એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાની...
આણંદ : આંકલાવના ગંભીરા પાસે 25 ટન લોખંડ ભરેલી ટ્રકની સનસનાટી ભરી લૂંટ થઇ હતી. ઉધનાની બંધ ફેક્ટરીમાંથી લોખંડનો ભંગાર ભરી ભાવનગર...
આણંદ : આંકલાવ તાલુકાના ભેંટાસી વાંટા ગામે આવેલી વૈશાલી ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી ફ્યુલ ઓઇલના નામે વેચાતા બાયોડિઝલનું...
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ખાતે એક દિવસીય જલઝીલણી સમૈયો ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સવારે નીજમંદિરમાં શ્રીહરિ તથા...
પાવી જેતપુર: છોટાઉદેપુર જીલ્લાના સરહદી ગામ દીયાવાંટમાં પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હાલમાં બાળકોને બેસાડવા માટે...
સુરત: સુરત (Surat)ના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશન (interactive session)ને સંબોધતા કેન્દ્રના ટેક્સટાઇલ (textile)અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે (Piyush goyel) જણાવ્યું હતું...
વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિધાનસભાની ચૂંટણી આવનારને 11 મહિનાથી વધુ સમય બાકી છે ત્યારે અત્યારથી આડકતરી રીતે ભાજપને ટિકિટ માટે...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે. જેનું રૂ.એક લાખ...
સુરત : મક્કાઈ વેચીને તેમાંથી આવેલા નાણાં લઈને મગદલ્લા ખાતે રહેતી બે માસિયાઈ સગીર બહેનો (sisters) તેમજ બે સગીર મિત્રો (friends) ઘરેથી...
સુરત: 17 મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)નો જન્મદિવસ (Birthday) હોવાથી આખા દેશમાં કોરોના (corona) સામેની લડતને નવો આયામ આપવા...
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
બાળકોના યોગ્ય સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ થકી જ આપણે ઉન્નત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તમ બનાવેલા ગુજરાતને સર્વોત્તમ બનાવી...
દિલ્હી-મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે, જેનું રૂ. એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા

કેમ છો?
મજામાં ને?
બે જનરેશન વચ્ચેનો ગેપ એ સદીઓ પુરાણી સમસ્યા છે પરંતુ લાગણી, ડર, આમન્યા કે સામાજિક કારણોસર પહેલાં લડતા-ઝઘડતા પણ મોટાભાગના પરિવારોમાં ઘીનાં ઠામમાં ઘી પડયું રહેતું, વાસણ ખખડતાં અને ફરી એની જગ્યાએ ગોઠવાઈ જતાં પરંતુ આ જનરેશન ગેપ હવે ઇમોશનલ ગેપ અને રીસ્પેકટનો ગેપ પણ ઊભા કરી રહ્યા છે અને એમાં મોટાભાગે નવી પેઢી જૂની પેઢીને હર્ટ કરે છે. નવી પેઢીનો એક ખૂબ ઘસાયેલો ડાયલોગ છે કે તમને કંઇ ખબર નથી પડતી. સગાંવહાલાં અને પરિવારજનોને ખરાબ વ્યક્તિના રૂપમાં જોવી ખૂબ સહેલી છે. મારાં પેરન્ટ્સ જીદ્દી છે, ક્રોધી છે, ભણેલાં નથી, મોડર્ન જમાના સાથે તાલ મિલાવતાં એમને નથી આવડતું, તેઓ ખૂબ દેશી અને જુનવાણી છે વગેરે વગેરે.. મિત્રો કે ઓફિસનાં લોકો સાથે મેળવવામાં એમને શરમ આવે છે.
આવાં લોકોને પૂછવું કે જે પેરન્ટ્સને તમે ખરાબ, ખોટાં કે આવડત વગરનાં ચીતરો છો એમનો ફાળો તમારા જીવનમાંથી કાઢી નાંખવામાં આવે તો તમારી પાસે શું રહે? આ ઓછું ભણેલાં પેરન્ટ્સ પોતાનાં સંતાનોને પોતાનાથી ઊંચી સ્થિતિ પર પહોંચાડવા માટે રાતદિવસ એક કરે છે. સંતાનોને શહેરનું ભણતર અને સગવડો આપનારા એ લોકો બુદ્ધિશાળી કે તમે? અહીં એ વાત યાદ રાખવી જરૂરી છે કે આપણે ત્યાં આજેય 80% થી વધુ સંતાનો પેરેન્ટ્સનાં બળે અને પૈસે જ ભણે છે.
સ્કોલરશીપ મેળવીને કે જાતે કમાઈને ભણનારો વર્ગ ખૂબ જ ઓછો છે. બીજું, નવી પેઢી કરે એ બધું બરાબર અને જૂની પેઢી કરે એ ખરાબ એ વાત ખોટી છે અને ત્રીજી વસ્તુ જે પેરન્ટ્સે તમને ભણાવ્યા-ગણાવ્યા એમને તમે સમય સાથે ચાલવાનું શીખવવા કે દુનિયાથી અપડેટ રાખવા માટે કેટલો સમય આપો છો? તમે જે સાયન્સ, ટેકનોલોજી કે નવી એટીકેટથી પરિચિત થાઓ છો એમાંનું કેટલું એમને શીખવો છો? તમને દુનિયાદારી શીખવવા માટે એ લોકોએ જેટલી મહેનત કરી એનાથી 10% મહેનત તમે એમને આધુનિક લાઈફસ્ટાઈલથી અપડેટ રાખવા કરો છો? મોબાઈલની કોઇ એપ્લિકેશનમાં સમજણ ન પડે તો તમે એટલી ધીરજથી એમને શીખવી શકો છો કે જેટલી ધીરજથી તમને તેઓએ કક્કો-બારાખડી કે ABCD શીખવ્યા હતાં?
પેરન્ટસ બાળકનાં મૂળ છે. એ જેવાં પણ હોય એની સાથે જોડાવાથી, એનું જતન કરવાથી જ બાળકો ખરા અર્થમાં નીખરી શકે છે. એ મૂળને હચમચાવવાથી તમારું અસ્તિત્વ દૃશ્ય નહીં તો અદૃશ્ય રીતે હચમચી ઊઠશે. જે ઉંમરે ફલેકસીબલ બની શકાય, સંઘર્ષ કરી શકાય અથવા તો જતું કરીને શાંતિ રાખી શકાય એ ઉંમરે બાળકો ખુદને બદલવા, પોતાની ઇચ્છાઓને છોડવા તૈયાર નથી તો પછી જિંદગીનાં પચાસ- સાઠ વર્ષ એક જ માન્યતા સાથે જીવેલાં લોકો ખુદને સંતાનો ઇચ્છે એટલી ઝડપથી કઈ રીતે બદલી શકે?
ઘણી વખત મૌન રહેવાથી, આર્ગ્યુમેન્ટ ટાળવાથી કે આક્ષેપબાજી છોડવાથી સ્થિતિ થાળે પડી શકે પણ તમારામાં કંઇ અક્કલ નથી કે તમને અમારી ખુશીની કંઇ પડી નથી, તમે આખી જિંદગી અમારા માટે શું કર્યું? એવા સવાલો કરીને એમની જિંદગીનું સરવૈયું માંગવાનો સંતાનોને કોઇ હક્ક નથી. બાળકને જન્મ આપવો એ માત્ર કોઇ બાયોલોજીકલ પ્રક્રિયા નથી. એની સાથે અસંખ્ય સંવેદનાઓ અને સપનાંઓ જોડાયેલાં છે. એને કચડવાનું પાપ કરવા જેવું નથી.
બીજું, તમે જોયું હશે કે એકદમ હેલ્ધી પેરન્ટસ અચાનક કોઇ ને કોઇ બીમારીથી પીડાવા માંડે છે એની પાછળ શારીરિક કરતાં માનસિક કારણો વધારે જવાબદાર હોય છે. તેઓ જયારે હર્ટ થાય છે ત્યારે એમને અચાનક કોઇ ને કોઇ દુખાવો થાય છે. થોડું નિરીક્ષણ કરશો તો આ વાત તમને સમજાશે. લાઈફમાં કૃતજ્ઞતા એ બહુ મોટો ગુણ છે અને સૌથી વધારે કૃતજ્ઞતા પેરન્ટ્સ માટે હોઈ શકે. પેરન્ટ્સને યુવાનીના જોરમાં હડધૂત કરનારાં સંતાનોએ આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. શું માનવું છે તમારું?
– સંપાદક