Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : નાલંદા ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપ, પમ્પ ટ્રાન્સમીટર રૂમ મશીનરીનો સુશાસન દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પમ્પ નાખવામાં આવ્યા નથી તેઓ આક્ષેપ સ્થાનિક કોર્પોરેટર કરતાં તપાસમાં અધિકારી બેજવાબદાર આવતા તેની સામે કડક કાર્યવાહી કરીને ઇજારદારનો ટેન્ડર રદ કરીને નવું ટેન્ડર બીજાને આપવામાં આવ્યું હતું. પાલિકાએ 3 સર્વિસ પંપ નાખીને કામગીરી શરૂ કરવામાં આવી છે.આગામી ત્રણ-ચાર દિવસમાં નાગરિકોને તો પ્રેશરથી પાણી આપવામાં આવશે અને દોઢ મહિનામાં નવા પંપ નાખવામાં આવશે. 25મી ડિસેમ્બર સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાલંદા ટાંકીના અંડર ગ્રાઉન્ડ સમ્પ, પંપ લોકાર્પણ કર્યું હતું. જે તે સમયે પાલિકાએ સર્વિસ પંપ લગાવીને લોકાર્પણ કર્યું હતું. તે જ પંપ પાલિકા રાયકા દોડકાથી લાવીને ત્રણ સર્વિસ પંપ લાવવામાં આવ્યા છે. જેમાં બે પમ્પ લગાવવામાં આવશે અને એક પમ્પ બેકઅપ માટે રાખવામાં આવનાર છે.

સર્વિસ પંપ લગાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી બે-ત્રણ દિવસમાં વિસ્તારમાં પુરતા પ્રેશરથી નાગરિકોને પાણી મળશે. જોકે નાલંદા ટાકીમાં પમ્પ નાખવામાં આવ્યા નથી. તેઓ આક્ષેપ સ્થાનિક કોર્પોરેટર આશિષ જોઈએ. પાણી પુરવઠા અધિકારી સામે સામાન્ય સભામાં કરતા મેયરે તપાસની સૂચના આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નરે પાણી
પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા જતન બધેકાની પાણી પુરવઠા વિભાગમાંથી ફરજ મુક્ત કર્યા હતા અને ઇજારદારનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું અને નવા ઇજારદારને ટેન્ડર આપીને આગામી દોઢ મહિનાની અંદર નવા ચાર પંપ લગાવવામાં આવશે. કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જોકે આશિષ જોશીસે જણાવ્યું હતું કે સર્વિસ પંપ લાગતા પ્રજાના હિતમાં ઉઠાવેલો  અવાજ રંગ લાગ્યો હતો. જેથી આનંદની લાગણી અનુભવુ છુ.

To Top