Top News

યુક્રેનમાં લોકોના હાલ બેહાલ: ખાવા-પીવાનું ખૂટી પડ્યું, એટીએમ અને ગેસ સ્ટેશન ખાલી થયા

યુક્રેન: રશિયાએ યુક્રેન પર ગુરુવારનાં રોજ હુમલો કરી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાં જુઓ બસ તબાહી…તબાહી…અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રથમ દિવસની લડાઈમાં137 લોકોનાં મોત થયા છે. હુમલા બાદ યુક્રેનમાં જન જીવનને માઠી અસર પહોચી છે. સ્થાનિકો માટે દેશમાં ખાવા-પીવાનું ખૂટ પડ્યું છે. તેમજ એટીએમ અને ગેસ સ્ટેશન ખાલી થઇ ચુક્યા છે. હુમલાના ભયના પગલે લોકો ઘરમાંજ કેદ થઇ ગયા છે. લોકો એટલી હદે ભય ભીત થઇ ગયા છે કે યુક્રેનમાં ખાણી-પીણીથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઓની અછત હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી.

રશિયન હુમલાથી બચવા લોકો મેટ્રો સ્ટેશનમાં આશ્રય લઈ રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ત્યાં એટીએમ અને ગેસ સ્ટેશન ખાલી થઈ ગયા છે. સુપરમાર્કેટ પણ સંપૂર્ણ ખાલી થઇ ગયું છે.યુક્રેનમાં રહેતી ચીની નાગરિક હેન યુકેને એક વીડિયો શેર કર્યો છે જેમાં રેલ્વે સ્ટેશન અને દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. હેઈને ન્યૂઝ એજન્સીને કહ્યું કે લોકો અસ્થિરતાના વાતાવરણમાં સંગ્રહખોરી કરી રહ્યા છે. રેલ્વે સ્ટેશન પર ઓર્ડર મુજબ ટ્રેનો દોડી રહી છે, પરંતુ સામાન્ય દિવસોની સરખામણીએ અહીં ઘણી ભીડ છે.યુક્રેનમાં ચાઈનીઝ એસોસિએશનના પ્રમુખ લી બિયાઓએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે લિવ શહેરના રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ હતો. વધુમાં તેઓએ જણાવ્યું કે એટીએમ, ગેસ સ્ટેશન, દવાની દુકાનો અને સુપરમાર્કેટની બહાર લાંબી લાઈનો છે.

ભારતીયોએ વર્ણવી યુક્રેનની કપરી સ્થિતિ
યુક્રેનમાં રહેતા ભારતીયોએ ત્યાંની કપરી સ્થિતિ અંગે વાત જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે અહં હુમલાના પગલે લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. સુપર માર્કેટો ખાલી થઇ ચુક્યા છે. એટીએમ મશીનમાં કેશ ખૂટી પડ્યા છે. તો દુકાનદારો કાર્ડ પેમેન્ટ લેવાની ઇનકાર કરી રહ્યા છે. લોકો જેમ બને તેમ જલ્દીથી જલ્દી પોતાની ઘર છોડીને જવા માટેની જ વાર જોઈ રહ્યા છે.

Most Popular

To Top