Charchapatra

પબ્લિક પીસાય પોલીસી (પીપીપી)

સરકાર દ્વારા જે ઝડપથી પ્રાઈવેટાઈઝેશન પોલિસીને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જોતાં લાગે છે કે આવનારા દિવસોમાં લોકોને વધુ મોંઘવારીનો સામનો કરવો પડશે. દરેક બાબતની સારી અને નરસી એમ બે બાજુ હોય જ છે. ખાનગીકરણની સારી બાબતોની  વાતો તો સરકાર પોતે કરશે જ. પણ તેના બીજાં પાસાંઓની વાત કરીએ તો મોંઘવારી વધશે,આર્થિક અસમાનતા વધશે,લાગવગશાહી વધશે. સૌથી વધુ તકલીફ દેશની કરોડરજ્જુ સમાન મધ્યમ વર્ગના ઈમાનદારીપૂર્વક જીવન જીવતા લોકોને પડશે.તેમના જ ટેકસના રૂપિયાથી બનેલા બાગ-બગીચામાં પ્રવેશ માટે પણ ટિકિટ લેવી પડશે.સરકાર આવકના નવા સ્રોતો શોધી નથી શકતી એટલે આ બધાં ગતકડાં કરે છે. નેતાઓ પોતાના ખરચા ઘટાડવાની વાત કયારેય નથી કરતાં, પણ હા, તમારે શું ખાવાનું,શું પહેરવાનું, કેવી રીતે જીવવાનું, આ બધું જ નકકી કરવાની સુફિયાણી સલાહ આપવામાં હંમેશા તલપાપડ હોય છે. દરેક બાબત તેની મર્યાદામાં જ શોભે તેમ ખાનગીકરણની પણ મર્યાદા નક્કી થવી જ જોઈએ.                                                           
 સુરત    – કિશોર પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top