Charchapatra

મૃત્યુનું દુ:ખ ટાળી ન શકાય, સમજીને ઓછુ કરી શકાય

મરણમાં દુ:ખ નથી. જેને આપણે મરણનું દુ:ખ માનીએ છીએ તે સાચી રીતે કષ્ટ વેઠીને જીવવાનુ: દુખ છે. એ દુ:ખ જયારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુ:ખમાંથી છુટકારો કરે છે. જેટલી આવશ્યકતા ઊંઘની છે, તેટલી જ મૃત્યુની. જીવનથી થાકેલા માંદા માણસોને યોગ્ય સમયે મૃત્યુ આવે તે દષ્ટિ છે. કાકાસાહેબ કાલેલકરનાં આ શબ્દો ખરેખર ઉચિત લાગે છે. ઘણાં  દુ:ખો ખરેખર ટાળવાં જેવા હોય છે. પણ આપણે એ ટાળી શકતા નથી. સ્વજનની આત્મિયતાના જોડાણ કારણે આમ બને છે. ગાંધીજીએ પણ મૃત્યુ વિશે કહ્યું છે. જે રીતે ઝાડ ઉપરથી પાન પાકીને સુકાઇ જાય અને પોતાના ડીંટાને સહેજપણ દુ:ખ ન આપતા ખરીને વૃક્ષથી અલગ થઇ જાય છે. તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો વસવસો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઇએ. ટુંકમાં જીવનનાં અસ્તિત્વ સામે દુ:ખનો પડકાર – અવશ્ય આવવાનો તેનો હિંમતથી સામનો કરી જીવન જીવવામાં સત્વ છે. બાકી કાળક્રમથી ચાલી આવેલ સનાતન સત્ય ‘જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે’ આ વાસ્તવિકતાપણ સ્વીકાર્યે જ છૂટકો છે. મૃત્યુના દુ:ખને ભલે ટાળી ન શકાય તેને સમજીને અવશ્ય ઓછું કરી શકાય.
બામણિયા        – મુકેશ બી. મહેતા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top