Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : વડોદરાની કુદરતી ધરોહર સાથે વડોદરાની ઐતિહાસિક ઓળખ સમાન વિશ્વામિત્રી નદી પ્રાણવાયુ વગર મૃતપ્રાય બની હોવાનું ખુદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ સ્વીકાર્યું છે જીપીસીબીના રિપોર્ટમાં અત્યંત ગંભીર બાબતોનો પણ ઘટસ્ફોટ થયો છે વિશ્વામિત્રી નદી દૂષિત થવા પાછળ કોર્પોરેશનના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જવાબદાર હોવાનું પણ જણાવી કોર્પોરેશનને નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી શહેર મધ્યમાં પસાર થતી વિશ્વામિત્રી નદીના  શુદ્ધિકરણને લઇ અનેક વિવાદો સામે આવ્યા હતા પર્યાવરણવાદીઓ પણ વિશ્વામિત્રીને દૂષિત કરવા માટે પાલિકાની નીતિ જવાબદાર હોવાના આક્ષેપ સાથે લડત ચલાવી રહ્યા છે .

દરમિયાન ગુજરાત પોલ્યુશન બોર્ડનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં અત્યંત ગંભીર બાબતોનો ખુલાસો થયો છે વિશ્વામિત્રી નદીને પુનર્જીવીત કરવા માટે સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પણ યોગ્ય પગલા લેવા તાકીદ કરી હતી છતાંય વિશ્વામિત્ત્રી નદીને ગટર ગંગા બનતા  પાલિકાનું બેદરકાર તંત્ર રોકી શક્યું ન હતું જોકે હવે  ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીનો  રિપોર્ટમાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારીની પોલ ખોલી રહ્યો છે અને  વિશ્વામિત્રી નદી મૃતપ્રાય જેવી બની હોવા તરફ નિર્દેશ કર્યો છે વિશ્વામિત્રી નદીમાં ઓક્સિજન લેવલ પણ લગભગ શૂન્ય બરાબર છે.

જેથી નદીમાં રહેતા જળચર જીવો ના જીવન સામે પણ ખતરો ઊભો થયો છે વડોદરામાં વહેતી વિશ્વામિત્રી નદીમાં સુએઝ ના ગંદા પાણી આવતા પ્રદૂષિત બની છે જે સંદર્ભે પણ જીપીસીબીએ કોર્પોરેશનને નોટિસ ફટકારી તાત્કાલિક પગલા ભરવા તાકીદ કરી છે. જીપીસીબીના રિપોર્ટ મુજબ મહાનગર પાલિકા પાસે સુએઝ ના 9પ્લાન્ટ છે જેમાંથી 7કાયદા પ્રમાણે કામ કરતાં જ નથી. સાથે પાલિકા પાસે લેબોરેટરી પણ નથી જેને કારણે  ગટરના પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યાનું  પર્યાવરણવાદીઓ જણાવી  રહ્યા છે. રોહિત પ્રજાપતિ સહિતની ટીમે પાલિકાની કામગીરીની આકરી ઝાટકણી કાઢી જણાવ્યું હતું કે એકતરફ ખુલ્લામાં શૌચ કરવાની મનાઈ છે.

To Top