સુરત: (Surat) કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની (Oxygen) અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ (Arcelormittal) પરિવારે કેન્દ્ર અને રાજ્ય...
સુરતઃ (Surat) શહેરમાં બે દિવસથી ઓક્સિજનની (Oxygen) કટોકટીને પગલે હજારો દર્દીઓની જીંદગી દાવ પર મુકાઈ છે ત્યારે કેન્દ્ર સરકારના નિર્ણયથી ઘરના છોકરા...
સુરતઃ (Surat) શહેરમાં ઓક્સિજનની (Oxygen) સ્થિતિ વધારે વિકટ બનતા આજે જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ દ્વારા ઓક્સિજનની માંગ જેટલું પ્રોડક્શન કંપનીઓ આપી શકે...
નવસારી: (Navsari) રાજ્ય સરકારે આજે બહાર પાડેલા પરિપત્ર મુજબ રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ શહેરો...
નવી દિલ્હી: દેશની રાજધાની(માં ઓક્સિજનની કટોકટી અને કોરોનાથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે મંગળવારે દિલ્હી હાઈકોર્ટનો પારો આસમાને ચઢી ગયો હતો. કોર્ટે ફરી એક વખત...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( arvind kejriwal) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ ઓક્સિજન ટેન્કર ( oxygen tenker ) ખરીદી રહ્યા...
ગુજરાતની (Gujarat) પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં (High Court) ઓનલાઈન સુનાવણી (Online hearing) થઈ છે. સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે, 108 માં જ...
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SURAT CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધતાં મનપા દ્વારા કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારી અને કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ...
BARDOLI : બારડોલી CHC ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ( COVID CARE CENTER) માં ઓક્સિજનના અભાવે ( OXYGEN) નવા દર્દીઓને દાખલ...
ભારતના પ્રથમ મહિલા વડા પ્રધાન (first pm of India) ઇન્દિરા ગાંધી(Indira gandhi)ના શપથ ગ્રહણના દિવસે હવાઈ દુર્ઘટના(air accident)માં ભારતના પરમાણુ કાર્યક્રમોના પ્રણેતા...
સુરત: (Surat) હાલમાં ડુમસમાં ટોચના ડાયમંડ ગ્રુપના બે હજાર માણસોના જમણવાર અને ભવ્ય જલસાનો વિડીયો પંદર દિવસ પહેલાં વાયરલ થયો હતો. ડાયમંડ...
સુરત: (Surat) સુરત મનપા કમિશનર (Municipal Commissioner) બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અમે ક્યારેય આંકડા (Statistics) છુપાવ્યા જ નથી. સુરત અને સુરતની...
ઓક્સિજનના ( oxygen ) વધતા જતા સંકટ, બેડનો અભાવ, કોરોના યુગમાં રસી ( vaccine) ની અછતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે (supreme court)...
સુરતઃ (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) હવે ઓક્સિજનની (Oxygen) કટોકટી સર્જાતાં જે દર્દીઓને ઓક્સિજન લેવલ 95 થયા બાદ ડિસ્ચાર્જ અપાતો હતો...
સુરત: (Surat) કોરોનાના વધી રહેલા સંક્રમણ પર લગામ લગાવવા સુરત મહાનગરપાલિકાએ રસીકરણની (Vaccination) ઝુંબેશને યુદ્ધના ધોરણે વેગવાન બનાવી છે. સુરત શહેરમાં અઠવા...
નવી દિલ્હી : કોરોના રસી(corona vaccine)ના જુદા જુદા અને ઉચા ભાવોના વિવાદ પછી કેન્દ્રની ભાજપ સરકાર (bjp govt) હરકતમાં આવી છે. કેન્દ્ર...
ભારત કોરોના ( corona) રોગચાળાના ગંભીર પ્રકોપથી ઝૂકી રહ્યું છે. ચેપની બીજી લહેરને કારણે તબાહી થઈ છે, પરંતુ આ જીવલેણ રોગ સામેના...
નવી દિલ્હી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પાર્કલા પ્રભાકરે નારાજગી વ્યક્ત કરતાં કોરોના સંકટ અંગે મોદી સરકારની આકરી ટીકા કરી હતી....
ભારતમાં કોરોના ( corona) ની બેકાબૂ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ( election commission) એક મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે વિધાનસભાની...
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના નવા આદેશ બાદ રાજ્ય સરકારે પણ ગુજરાતમાં નવા નિયંત્રણો અમલમાં લાવી દીધા છે.જેના પગલે ગુજરાતમાં લોકડાઉન તો નહીં...
વૉશિંગ્ટન, મેલબોર્ન : કોરોનાવાયરસ (corona virus)ના કેસોમાં મોટા ઉછાળાનો સામનો કરી રહેલા ભારત તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયે (international community) તબીબી સાધનો અને સામગ્રીનો...
નવી દિલ્હી: પ્રિયંકા ચોપડાને 93મા ઑસ્કર અવોર્ડ સેરેમનીમાં નિરાશા હાથ લાગી હતી. તેની ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ બેસ્ટ અડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ...
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની ( corona) મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. હોસ્પિટલોમાં બેડ ( bed) ની અછત વચ્ચે ઓક્સિજનની પણ સમસ્યા ઊભી...
ગાંધીનગર: હાલ કોવિડ-19 ( covid 19 ) મહામારીની બીજી ઘાતક લહેરના સમયમાં ગુજરાતના મેટ્રો શહેરોમાં ઓક્સિજનની ( oxygen) કારમી અછત સર્જાતી જોવા...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના ( corona) કેસની સંખ્યા 14,340 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, રવિવારે એક જ દિવસમાં...
વારાણસી ( Varanasi) એ જ શહેર છે જ્યાં મુન્શી પ્રેમચંદ્રના મંત્રના પાત્રો ભગત જેવા લોકો રહેતા હતા , જેમણે પોતાના દુ: ખ...
અમેરિકાએ ભારતને ખાતરી આપી છે કે તે કોવિશિલ્ડ રસીના નિર્માણ માટે ચોક્કસ કાચી સામગ્રીઓ તત્કાળ પુરી પાડશે, જેમાં વ્હાઇટ હાઉસના એક ટોચના...
અમેરિકી પ્રમુખ જો બાઇડને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કૉલ કર્યો હતો અને ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજા સામેની લડતમાં ભારતને ટેકા...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં આવતીકાલે અહીં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બરોબરીનો જંગ ખેલાશે. આરસીબી ચેન્નાઇ સુપર કિંગ્સ સામેના પોતાના...
વડોદરા – બિચ્છુ બાદ ‘કાસમઆલા ગેંગ’ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
દારૂ પીવા બેઠેલો વિદ્યાર્થી હોસ્ટેલના પહેલા માળેથી કુદી ગયો, સુરતની યુનિવર્સિટીમાં થર્ટી ફર્સ્ટની રાતે ભારે તમાશો
2025નો પહેલો દિવસ શેરબજાર માટે શાનદાર સાબિત થયો, આ 10 શેર્સના ભાવ ખૂબ વધ્યાં
‘બહું થયું, હવે હું કહું તેમ રમવું પડશે’, મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ કોચ ગંભીરે ખેલાડીઓને ખખડાવ્યા
સ્માર્ટ સિટીના “ઠેકેદારો”ને અકોટાના ભૂવાનું “હેપ્પી ન્યૂ યર”
ગુજરાતમાં મનપાની સંખ્યા ડબલ થઈ, એક જિલ્લો પણ વધ્યોઃ જાણો સરકારે શું કરી જાહેરાત..
વડોદરા : નવા વર્ષના પ્રથમ દિવસે પાલિકાની દબાણ શાખાના વાહને સર્જ્યો અકસ્માત,બાઈક ચાલકની હાલત ગંભીર
વડોદરા પાલિકાના વ્હીકલ પૂલના 350થી વધુ ડ્રાઇવર હડતાળ પર ઉતર્યાં
લખનઉમાં એક જ પરિવારના 5ની હત્યા, યુવકે માતા અને ચાર બહેનોની રહેંસી નાંખી
ભારે કરી, સુરત એરપોર્ટ પર એન્ટ્રી ગેટ બનાવ્યો પણ રસ્તો બનાવવાનું જ ભૂલી ગયા!
કઈ ટ્રેન ક્યાંથી ઉપડશે?, સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્કના અભાવે મુસાફરોને ભારે હાલાકી
સુરત-બેંગકોકની પહેલી ફ્લાઈટમાં જ દાણચોરી, આ વસ્તું છુપાવીને લાવ્યા
‘ગુજરાતમિત્ર’ વર્ષ ૨૦૨૫ ના કેલેન્ડરની વિશેષતા
જલસો થર્ટી ફર્સ્ટનો
સુરતમાં પીધ્ધડોથી આખી પોલીસ વેન ભરાઈ ગઈ, થર્ટી ફર્સ્ટની રાતે 250થી વધુ દારૂડિયા પકડાયા
નબળા વર્ગનાં બાળકો સારી શાળામાં ભણે અને શિક્ષણનો દર વધે છે?
લાગે છે કે સીએનજી અને પેટ્રોલના ભાવ સરખા થઈ જશે, હવે આટલું જ અંતર બચ્યું
કલમનું શિક્ષણ કલમ દ્વારા
મહારાષ્ટ્રના જલગાંવમાં મંત્રીની પત્નીના કારના અકસ્માત બાદ ભારે તણાવ, આગચંપી-પથ્થરમારો
દુઃખ એટલે શું?
હજીરાની AMNS કંપનીમાં મોટી દુર્ઘટના: 4 કર્મચારીઓ માટે વર્ષનો છેલ્લો દિવસ જીવનનો છેલ્લો દિવસ બન્યો
નૂતન વરસે ગુજરાત દેશનું રાહબર બને તેવો પુરુષાર્થ કરીએ
ડો. મનમોહન સિંહ: જેન્ટલમેન અર્થશાસ્ત્રી અને રાજકારણી જેમણે ભારતને બદલી નાખ્યું
નવા વર્ષમાં વિશ્વની વસ્તી ૮.૦૯ અબજ હશે: વસ્તી વધારો એ હજી ઘણા દેશો માટે સમસ્યા છે
વયોવૃદ્ધ કિસાન નેતા દિલ્હી સરહદ પર જીવસટોસટનો જંગ ખેલી રહ્યા છે
વડોદરા : WELCOME 2025, ફતેગંજમાં ભીડ ઉમટી,શહેર પો.કમિશ્નર નરસિમ્હા કોમારે કર્યું નિરીક્ષણ
નડિયાદ નગરપાલિકાનું કૌભાંડ ‘સ્પેશિયલ 26’
ધર્મેશ રાણાની છત્ર છાયામાં ડોર ટુ ડોર વાળા ફાટ્યા, મહિલા સાથે કરી માથાકૂટ
નડિયાદમાં હિન્દુ યુવતીનો પીછો કરી ધમકાવવાના કેસમાં માસુમ મહીડાને 3 વર્ષની કેદ
ઈસરોએ 10 વર્ષમાં રચ્યો ઈતિહાસ, અમેરિકા અને યુરોપિયન દેશોમાંથી કમાયા અબજો રૂપિયા
સુરત: (Surat) કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની (Oxygen) અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ (Arcelormittal) પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને માન આપી પોતાના પ્લાન્ટ પરિસરમાં જ માત્ર 72 કલાકમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઉભી કરીને બધાને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આજે કોવિડ હોસ્પિટલના ઔપચારીક શુભારંભ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે લક્ષ્મી મિત્તલ અને આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારી હતી, અને કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ૪૧ હજારથી વધારીને ૯૨ હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ પહેલ આવકારદાયક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના ઉત્પાદકોને ઓક્સિજનનું મહત્તમ ઉત્પાદન કરવા અને કોરોનાના દર્દીઓની આવશ્યકતાને પહોંચી વળવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેને AMNS દ્વારા ત્વરિત પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.
આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ માટે ઉત્પાદિત ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હોવાથી તેનું પરિવહન સંભવ નહીં હોવાથી આ ગેસ ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે તરત જ ઉપયોગમાં લઈ શકાય એ હેતુથી સ્ટીલ પ્લાન્ટમાં જ કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી હોય અને તે પણ ઐતિહાસિક સમયમાં એવી આ પ્રથમ ઘટના હશે.
રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસના સતત પરામર્શમાં રહીને સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ તથા સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સહયોગથી હજીરામાં આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ ના મેનેજમેન્ટ દ્વારા માત્ર ૭૨ કલાકના રેકોર્ડ સમયમાં હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. જરૂરિયાત અનુસાર અહીં ૧૦૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ખૂબ ઝડપથી કાર્યરત થઈ શકે એ પ્રકારે આર્સેલર મિત્તલે આયોજન કર્યું છે.
લક્ષ્મી મિત્તલ છેક ક્ઝાકિસ્તાનથી હોસ્પિટલના લોકાર્પણમાં વિડિયો કોન્ફરન્સથી જોડાયા
આજે આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટની આ હંગામી કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ કઝાકિસ્તાનથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. જ્યારે સહયોગી કંપની નિપ્પોન સ્ટીલના પ્રતિનિધિઓ જાપાનથી જોડાયા હતા. સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર. પાટીલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ જોડાયા હતા.
AMNS હજીરા પ્લાન્ટની કેપેસીટી 30 ટકા વધારી ૧૮૫ મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે
ગુજરાતમાં સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય નથી હોતું. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને ૩૦ ટકા વધારી ૧૮૫ મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે.