Business

ન્યૂ બ્યૂટી ટ્રેન્ડ ગ્રાફિક આઇ લાઇનર

આજકાલ ગ્રાફિક આઇલાઇનર ટ્રેન્ડમાં છે. એ કરવું સહેલું છે અને લુક કમ્પલીટ કરતાં એકાદ મિનિટ જ લાગે છે. બ્લેક આઇલાઈનરથી સિમ્પલ ડિઝાઇન કરીને પણ આકર્ષક લુક મેળવી શકાય છે. બેઝિક કેટ આઇથી ફન્કી ડિઝાઇનમાં આઇ લાઇનર કરવાનો આ એક નવો રસ્તો છે. જો તમારી પાસે ગ્રાફિક લાઇનર ન હોય તો પણ તમે બ્લેક આઇ લાઇનરથી પણ કરી શકો છો. ગ્રાફિક આઇલાઇનરની થોડી ડિઝાઇન જોઈએ.
ઓમ્બ્રે ગ્રાફિક લાઇનર
જો તમારી મેકઅપ બેગમાં જુદા જુદા પ્રકારના ગ્રાફિક લાઇનર્સ હોય તો પછી ઓમ્બ્રે લુક શા માટે ડ્રો ન કરવો? તમે લાઇટ અને ડાર્ક શેડના બે – ત્રણ ગ્રાફિક લાઇનર્સથી આ લુક ક્રીએટ કરી શકો છો. ઓમ્બ્રે ઇફેકટ ટ્રેન્ડી છે અને સમર પાર્ટીઝમાં સારી લાગે છે. તમે ગ્રીન, પિન્ક, ઓરેન્જ, બ્લેક, રેડ, બ્લ્યૂ અને યલો કલરના શેડ્‌સ પસંદ કરી શકો.

  • કેવી રીતે કરશો?
  • ઓમ્બ્રે લુક માટે વોટર લાઇનની અડધેથી લાઇટર શેડ અપ્લાય કરવાની શરૂઆત કરો.
  • અંદરના ખૂણાથી જુદા જુદા કલરથી વારાફરતી લાઇન કરો.
  • લીડ પર પણ કલર બદલી એવી જ લાઇન કરો.
  • તમે વિંગ આઇ લાઇનર કરો છો એ જ રીતે આઉટર ક્રીઝ એરિયામાં કરો. ત્યાંથી તમે મીડ ક્રીઝ સુધી સ્ટ્રેચ કરી શકો.
  • લુક માટે કલર પસંદ કરતી વખતે તમારી કલ્પના શકિતનો ઉપયોગ કરો.
  • તમે ઇચ્છો તો લુક કમ્પલીટ કરવા ગ્લિટર આઇ શેડો પણ લગાડી શકો.
  • રેનબૅા લુક
  • વેકેશન પર જાવ છો? રેનબો લુક ટ્રાય કરો. તમારે વધારે ગ્રાફિક લાઇનર્સની પણ જરૂર નથી. ત્રણ લાઇનર્સથી પણ કરી શકાશે. સિમ્પલ મેકઅપને આ ડિઝાઇનથી બ્રાઇટર કરો. નવો ટ્રેન્ડ ટ્રાય કરતાં ગભરાતાં ન હોય અને એકસપરિમેન્ટ કરવા ઇચ્છતી યુવતીઓ માટે આ ડિઝાઇન બેસ્ટ છે.
  • કેવી રીતે કરશો?
  • તમને વધુ આકર્ષતા હોય અને રેનબો ડિઝાઇન માટે પરફેકટ હોય એવા કલર્સ પસંદ કરો.
  • તમે બેઝિક લાઇનર સ્ટ્રેટ વિંગમાં લગાડતાં હો એ રીતે એક લાઇનર લગાડવાથી શરૂઆત કરો.
  • બીજા કલર્સ લઇ એકની ઉપર એક લગાડો.
  • ક્રીઝ પર લગાડી પૂરું કરો.
  • લુકને કમ્પલીટ કરવા મસ્કરા લગાડી શકાય.
  • ફલાવર ડિઝાઇન
  • સમર લુક માટે સિમ્પલ ફલાવર ડિઝાઇન ફ્રેશ અને સુંદર લાગે છે. તમે જીન્સ – ટોપ, જંપસૂટ્‌સ, મેકસી જેવા કોઇ પણ સમર આઉટફિટ્‌સ સાથે એ કરી શકો છો. આ લુક માટે તમને વ્હાઇટ અને યલો કલરના ગ્રાફિક આઇલાઇનર્સ જોઇશે.
  • કેવી રીતે કરશો?
  • આ લુક માટે તમે આઇ શેડો લગાડી શકો અથવા લગાડયા વિના પણ ફલાવર ડિઝાઇન કરી શકો.
  • અંદરના ખૂણાથી બહારના ખૂણા તરફ યલો ગ્રાફિક લાઇનરથી ડોટ્‌સ કરો. બે ફલાવર્સ વચ્ચે જગ્યા રાખો.
  • વ્હાઇટ લાઇનરથી ફલાવરની ડિઝાઇન કરો.
  • કોઇ પણ શેડનો આઇશેડો લઇ લોઅર લેશ લાઇન પર લગાડી આખો લુક કમ્પલીટ કરો.
  • કલાસિક બ્લેક
  • તમને ઉપરની કોઇ ડિઝાઇન પસંદ ન હોય અને બ્લેકથી કંઇક નવું કરવા ઇચ્છતાં હો તો ઝેબ્રા મેથર્ડ ટ્રાય કરો. નાઇટ લુક માટે એ પરફેકટ છે. તમે કોઇ કોન્સર્ટ, શો, પાર્ટી કે ડિનરમાં જતાં હો તો ત્યારે પણ આ લુક ટ્રાય કરી શકાય. તમને જરૂર પડશે ફકત બ્લેક આઇલાઇનરની.
  • કેવી રીતે કરશો?
  • આંખના અંદરના ખૂણાથી લાઇન કરવાની શરૂ કરી એને વિંગ શેપમાં વધારો.
  • લીડને આઇલાઇનરથી ભરો.
  • ઇઅરબડ લઇ થોડાં ટીપાં મેકઅપ રીમુવર લગાડો.
  • એ જ ઇઅરબડથી આગળ વધી એ સ્ટ્રેટ લાઇન કરે એ રીતે આઇલાઇનર કાઢી નાખો. ઝેબ્રા લુક તૈયાર છે.
  • પોપ ઓફ કલર
  • નાના નાના ડોટ્‌સની ડિઝાઇનથી તમે બધાં વચ્ચે અલગ દેખાઇ શકશો. આ લુક ક્રીએટ કરવા માટે તમને જોઇશે ડોટીંગ ડિવાઇસ અથવા ટુથપીક. ફ્રેન્ડઝ સાથે સમર બ્રંચ માટે આ બેસ્ટ છે. તમારી મનપસંદ હેટ, કેઝયુઅલ વેર પહેરી તૈયાર થઇ જાવ.
  • કેવી રીતે કરશો?
  • તમે એક ગ્રાફિક લાઇનરથી પણ આ લુક મેળવી શકો છો પરંતુ કંઇક અલગ કરવા ત્રણ – ચાર કલર્સનો ઉપયોગ કરો.
  • આ આઇ પોપિંગ ડિઝાઇન માટે મીડ લીડથી ટુથપીકથી ડોટ્‌સ કરવાની શરૂઆત કરો.
  • તમારી સ્ટાઇલ મુજબ તમે નાના – મોટા – મધ્યમ ડોટ્‌સ કરી શકો.
  • તમે કેટ આઇ સ્ટાઇલ પસંદ કરતાં હો તો એ શેપમાં ડોટ્‌સ મૂકો.

Most Popular

To Top