Entertainment

RRR મૂવી રિવ્યુ: બોક્સ ઓફીસ પર ધમાકેદાર શરુઆત, લોકોએ આપ્યા આટલા રેટ

મુંબઈ: જે ફિલ્મની ખૂબ રાહ જોવાઈ રહેલી ફિલ્મ આરઆરઆર (RRR) શુક્રવારે, 25 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને ધમાલ મચાવી રહી છે. આ આ ફિલ્મનાં રિલીઝ પહેલા જ ટીકીટ પ્રિ- બુકિંગ થઇ ગઈ હતી. આ ફિલ્મ સાઉથથી લઈને બોલિવૂડ સુધીના સ્ટાર્સથી ભરેલી છે.જેથી લોકોમાં આ ફિલ્મને લઈને વધારે ઉત્સાહ છે.

ગયા વર્ષે કોરોનાને કારણે આરઆરઆરની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમયની રાહ પછી આખરે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ઘણી બધી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં બોલિવૂડ અને સાઉથનો સંગમ છે. બોલીવુડના દિગ્ગજ કલાકારો અજય દેવગન અને આલિયા ભટ્ટે ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. શરૂઆતથી લોક રાજામૌલીની ફિલ્મોને પસંદ કરી રહ્યા છે. ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે બાહુબલી કરતાં આરઆરઆર સારી ફિલ્મ છે. તે સાથે અમુક લોકો કહે છે કે આરઆરઆર એક માસ્ટરપીસ છે. રાજામૌલીની અત્યાર સુધીની ફિલ્મો સફળ રહી છે, ફિલ્મો હિટ ન હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર પોતાના નિર્માતાના પૈસા ડૂબાડતી નથી.

પ્લોટ: આ વાર્તા 2 મહાન ક્રાંતિકારીઓ અને તેમની દેશની બહાર મુસાફરીની છે. તેઓ દેશમાં પરત આવે છે તે 1920માં બ્રિટીશ શાસન વિરૂદ્ધ લડાઈની શરૂઆતને ચિન્હીત કરે છે.

પ્લસ પોઈન્ટ: મુખ્ય અભિનેતાઓ રામ ચરણ અને જૂનિયર એનટીઆરનો અભિનય જબરદસ્ત છે અને અન્ય સપોર્ટીંગ અભિનેતાઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણની ભૂમિકા ટૂંકી છે.

નિર્દેશક એસ એસ રાજામૌલીએ ફરીથી સાબિત કર્યું ચે કે કેમ તે શ્રેષ્ઠ નિર્દેશક છે, તેમનું નિર્દેશન વિશિષ્ટ છે. ફિલ્મની શરૂઆતથી જ તેઓ પ્રેક્ષકોને બાંધી રાખવામાં સફળ થાય છે. તેમની પાસે અદભુત દ્રષ્ટી છે અને તેમણે તેને શાનદાર રીતે પડદા પર રજૂ કરી છે. સંગીત સામાન્ય છે, નાચો નાચો ગીત જોવું ગમે છે. રાજામૌલીની પટકથા ઉચ્ચ દરજ્જાની છે, તેમાં કેટલાંક વળાંક આવે છે. વાર્તા પૂરી રીતે કાલ્પનિક છે પણ તેને સુંદર રીતે લખાઈ છે. સિનેમાટોગ્રાફી અને એક્શન કોઈ પણ હોલિવુડની ફિલ્મને ટક્કર આપે એવા છે. આ અત્યાર સુધીની જોયેલી સૌથી મોટી એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં દેશભક્તિ સાથે કોમેડી, પ્રેમ અને એક્શન છે જેના કારણે આખી ફિલ્મમાં પ્રેક્ષકનો રસ બનેલો રહે છે. અંતમાં ફિલ્મ દર્શકોને પૌરાણીક સ્તર પર લઈ જાય છે જેને દર્શકો તાળીઓથી વધાવી લે છે.

માઈનસ પોઈન્ટ
આ ફિલ્મમાં ટીપીકલ બોલીવુડ મસાલા નથી જેના કારણે અમુકને આ ફિલ્મ બોરીંગ લાગી શકે. ફિલ્મમાં હિન્દીના પ્રેક્ષકો માટે કોઈ પ્રખ્યાત ચહેરો નથી. ફિલ્મની લંબાઈ વધુ છે. સંવાદ જોરદાર પ્રહાર કરતા નથી.

બોક્સ ઓફિસ
આંધ્ર પ્રદેશમાં ફિલ્મને બમ્પર ઓપનિંગ મળી હતી પણ હિન્દીમાં બહુ સારી ઓપનિંગ થઈ નથી.
એક લાઈનમાં કહું તો આ એક ટોચની અદભુત એક્શન ફિલ્મ છે, આવી ફિલ્મ ક્યારેય જોઈ નથી.

પબ્લિક રેટિંગ
પબ્લિક રેટિંગની તો લોકોએ આરઆરઆરને 4 સ્ટાર આપ્યા છે. એક યુઝરે તેને ટોલીવુડની (સાઉથની) શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાવી છે. તો કોઇ તેને માઇન્ડબ્લોઇંગ ફિલ્મ કહી રહ્યું છે. તો ક્યાંક રાજામૌલીના નિર્દેશન અને કલાકારોના અભિનયના વખાણ થઈ રહ્યા છે. લોકો ફિલ્મ જોતાં જોતાં સિનેમાઘરમાં સીટી વગાડી રહ્યા છે. લોકોને એ વાતનું આશ્ચર્ય છે કે લોકોએ ફિલ્મના ઈન્ટરવલમાં તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપી દીધું છે. પ્રથમ સીનથી લઈને છેલ્લા સુધી ફિલ્મ જોવાલાયક હોવાનું કહેવાય છે. એનટીઆર અને રામ ચરણની કેમિસ્ટ્રી, પરફોમેંશ અને સ્ક્રીન પ્રેજેંસ કમાલની છે. ફર્સ્ટ હાફને હાઈ ઈમોશનલ ડ્રામાથી અને ક્લાઈમેક્સને સુપર રીતે વર્ણવવામાં આવ્યો છે.

Most Popular

To Top