Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 886 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 60,862 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે 6 મરણ નોંધાતા મોંતની સંખ્યા 544 પર પહોંચી હતી.

વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 10,423 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 886 પોઝિટિવ અને 9,537 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 9,831 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 9,063 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 768 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 465 અને 303 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 8,659 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.

શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 1,019 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 50,487 ઉપર પહોંચી હતી.જ્યારે શહેર વિસ્તારના કારેલીબાગ , અટલાદરા , તરસાલી , પાણીગેટ , ફતેપુરા , રાજમહલ રોડ , તાંદલજા , સુભાનપુરા , છાણી , નવાયાર્ડ , પ્રતાપનગર , દંતેશ્વર , માણેજા , વડસર , ગોરવા , કલાલી , યમુનામીલ , સોમાં તળાવ , વાઘોડીયા રોડ , રાવપુરા , હરણી , કિશનવાડી , નવી ધરતી , ફતેગંજ , વારસીયા , ગોત્રી , અકોટા , અલકાપુરી વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.જ્યારે ગ્રામ્યમાં પાદરા , ડભોઇ , કરજણ , સોખડા , પોર , દશરથ , લીમડા , લાલજીપુરા , ધાનોરા , સીસવા , આજોદ , અનગઢ , ગોરજ , વાઘોડીયા , પીપરીયા , કુંઢેલા , ચોદા , ચાણોદ , હાંડોદ , પીંગલવાડા , વલણ , સનીયાદ , જુનીજીથરડી , નંદેસરી , કારવણ , પદમલા , જરોદ , કરખડી , રવાલ , શિનોર , ઢોલાર , શેરખી , થુવાવી , પુનીયાદ , એકલબારા , ડભાસા , લુણા , મુજપુર ખાતેથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.મંગળવારે 1,019 દર્દીઓને નિયમ પ્રમાણે રજા આપવામાં આવી હતી.જેમાં 164 સરકારી હોસ્પિટલ,164 ખાનગી હોસ્પિટલ અને 691 દર્દીઓને હોમ આઈસોલેશન ખાતેથી રજા આપવામાં આવી છે.

To Top