Dakshin Gujarat

ભરૂચમાં મધરાત્રે 6 ઈસમોએ આખા પેટ્રોલ પંપને બાનમાં લીધો

ભરૂચ: વાલિયાના (Valiya) જલારામ પેટ્રોલ પંપના (Petrolpump) કર્મચારીને બુધવારે (Wednesday) રાત્રે એક મોપેડચાલક આવીને પૈસા (Rupees) બાબતે મારામારી કરી જતો રહ્યો હતો. ત્યારબાદ મોપેડચાલક સહિત ૬ અજાણ્યા ઈસમ લાકડી લઈ પરત આવી મધરાત્રે જલારામ પંપના બે કર્મચારી સાથે ડંડાવાળી કરતાં તેઓ ઈજાગ્રસ્ત (Injured) થયા હતા. ૬ ઇસમ પેટ્રોલ પંપના કર્મચારી ઉપર હુમલો (Attack) કરતાં CCTV કેમેરામાં કેદ થયા હતા. વાલિયા પોલીસે ફૂટેજ આપતાં આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

  • પૈસા બાબતે તકરાર થતાં પેટ્રોલ પંપના બે કર્મચારી ઉપર લાકડીથી હુમલો
  • સમગ્ર ધટના CCTVમાં કેદ થઈ
  • પેટ્રોલ પંપના કર્મચારીની ફેટ પકડી ઝપાઝપી કરી
  • પોલીસે આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં

વાલિયાના જલારામ પેટ્રોલ પંપ પર 40 વર્ષીય વિજય વિક્ટર વસાવા પેટ્રોલ ભરવાનું કામ કરે છે. તા.૧૩/૪/૨૦૨૨ના રોજ તેની સાથે મિત્રકુમાર નરેન્દ્ર પટેલ, વિશાલ રાજેશ વસાવા, ભૂપેન્દ્ર રામસિંગ વસાવા અને રાકેશ સોમા વસાવા સાથે પંપ પર બેઠા હતા. રાત્રે નવેક વાગ્યાના અરસામાં એક મોપેડચાલક પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો. મોપેડચાલકે કહ્યું કે, રૂ.૧૫૦ નહીં પણ રૂ.૧૩૦નું પેટ્રોલ ભરો. જેથી કર્મચારી વિજય વસાવાએ કહ્યું કે, તમે ચોક્કસ કહી દો કે કેટલાનું પેટ્રોલ ભરવાનું છે. એમ કહેતાં મોપેડ ચાલકે ગાળો બોલી વિજય વસાવાની ફેટ પકડી ઝપાઝપી કરી હતી. આ તકરારમાં તેમના મિત્ર દોડી આવતાં મોપેડચાલક લઈ જતો રહ્યો હતો. જતી વેળા મોપેડનો નં.(GJ-16,CL-3571) જોવા મળ્યો હતો. ત્યારબાદ મધરાત થતાં કર્મચારીઓ આરામ કરતા હતા. મધરાત્રે બારેક વાગ્યે તોફાન કરનાર મોપેડનો ચાલક, તેની સાથે બીજા છ જેટલા અજાણ્યા ઈસમ લાકડી લઈને આવ્યા હતા. તેઓ ઓફિસમાં આવી મિત્ર વિશાલને રૂમની બહાર મોકલી વિજય વસાવાને પગ અને ખભાના ભાગે લાકડીનો સપાટો મારતાં ઈજા થઇ હતી. આથી બૂમાબૂમ કરતાં તેના મિત્રો આવતાં હુમલાખોરોએ જતી વેળા મિત્રકુમાર પટેલને લાકડીનો સપાટો માર્યો હતો. આ ઘટનાની જાણ પંપના કૌટુંબિક ભાઈ વિરેન્દ્રસિંહ નરોલિયાને કરતાં બંને ઈજાગ્રસ્તને જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરી વાલિયા પોલીસમાં મોપેડચાલક સહિત છ સામે હુમલો કરતાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ વાલિયા પોલીસે આરોપીને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

Most Popular

To Top