Charchapatra

સુરતમાં કોટ વિસ્તારનો કચ્ચરઘાણ

આપણું હુરત હવે સુરત થઈ ગયું.હૂરતી ભુલાઇ ગઈ અને શું શા વાળું સુરત થઈ ગયું.નાનું હમથું સુરત વિકાસ વિકાસના ગાડરિયા પ્રવાહમાં વિશાળ થઈ ગયું.નાની મોટી શેરીઓવાળું સુરત સોસાયટીવાળું થઈ ગયું.નાની શેરીઓમાં મોટા મોટા એપાર્ટમેન્ટ  બની ગયા. સાથે વાહનોનો જમાવડો થઈ ગયો,બોનસમાં પ્રદૂષણનું નગર થઈ ગયું..શેરી મોહલ્લામાં રમતગમત રમતાં બાળકો ટ્રાફિકના કારણે ઘરકુકડા થઈ ગયા.નવી લાઈનો નાંખવામાં આપણાં ઘરો ધૂળધાણી થઈ ગયાં.ઠેર ઠેર ઘરો હતાં ત્યાં દુકાનો બની ગઈ.

રોજ હવે ઘર આંગણે મેળા થઈ ગયા.હવે ચાલવા માટે ફૂટપાથ હવે પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાને હવાલે થઈ ગઈ.હવે વાણિજ્ય,રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારનો કોઈ ભેદ નથી.એકચક્રી શાસનમાં ‘સબ ભૂમિ ગોપાલકી’ થઈ ગઈ..જે વર્ષોથી એકચક્રી શાસન ચલાવી રહ્યા છે.તેઓ કોટ વિસ્તાર અને અસ્સલ સુરતી કેસરિયા મતદારોનું રક્ષણ કરવામાં લાચાર થઈ ગયા.આજે કોટ વિસ્તાર સીમેન્ટ કૉન્ક્રીટ જંગલ બની ગયું.શાસકો સુરતની સંસ્કૃતિને  જાળવવામાં નિષ્ફળ ગયા.જ્યાં હવે અસ્સલ સુરતીઓ લઘુમતીમાં છે.હવે સુરત મીની ભારત થઈ ગયું.ભલે અસ્સલ સુરતીઓને અન્યાય થાય, પણ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે હસતે મોઢે બોલશે’સબ કા સાથ સબકા વિકાસ’
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top