Dakshin Gujarat

ભરૂચના નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર 6 શખશે બે કર્મચારીને લાકડીના સપાટા મારી ઢોર માર માર્યો

ભરૂચ: ભરૂચમાં લુખ્ખાતત્તવોની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા-નેત્રંગ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર 6 ઈસમોએ પેટ્રોલ પંપના (Petrol pump) બે કર્મચારીને (Employee) ઢોર માર માર્યાનો વીડિયો સીસીટીવીમાં (CCTV) કેદ થઈ ગયો છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવાની બાબતે ઝઘડો (Quarrel) થતા 6 શખ્સોએ બે કર્મચારીને લાકડીના ફટકા મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ રોડ પર જલારામ સોસાયટી પાસે જલારામ પેટ્રોલ પંપ આવેલ છે. અહીં રાત્રિના સમયે વિજય વિકટર વસાવા અને મિત્ર કુમાર પટેલ સહિતના અન્ય કર્મચારીઓ નાઈટ સિફ્ટમાં પેટ્રોલ પંપ પર ડ્યૂટી કરે છે. રાત્રિના સમયે એક એક્ટિવાચાલક પેટ્રોલ ભરાવવા આવ્યો હતો, જેણે પહેલા 150 અને 130નું પેટ્રોલ ભરાવવા કહ્યું આ બાબતે પેટ્રોલ કર્મચારી વિજય વસાવાએ કોઈ પણ એક કિંમત નક્કી કરવા માટે કહ્યું હતું. જેથી એક્ટિવાચાલક ઉશ્કેરાયો હતો, અને કર્મચારી વિજય અને તેના મિત્રો સાથે મારીમારી કરી જતો રહ્યો હતો.

પેટ્રોલ પંપના કર્મચારી સાથે મારામારી કરી એક્ટિવાચાલક ત્યાંથી ચાલ્યો ગયો હતો પરંતુ રાત્રે 12 વાગ્યેની આસપાસ કર્મચારી વિજય વસાવા જ્યારે કેબિનમાં આરામ કરી રહ્યો હતો ત્યારે 6 શખ્સોએ લાકડાના ફટકા સાથે કેબિનમાં ધસી આવ્યા હતા. આ જોઈ વિજય ડરી ગયો હતો અને તેણે સંતાવવાનો પ્રયોસ કર્યો હતો પરંતુ અચાનક 6 શખ્સો કેબિનમાં ધસી આવતા તેઓ વિજય પર તૂટી પડ્યા હતા. આ 6 શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારી વિજયને ઢોર માર માર્યો હતો. તેમજ વિજયના મિત્રને પણ લાકડાના સપાટા માર્યા હતા.

વાલિયા નેત્રંગ પેટ્રોલ પર સીસીટીવી કેમેરામાં લુખ્ખાતત્તવોની દાદાગીરીના દર્શ્યો કેદ થઈ ગયા છે. 6 મિનિટના આ વીડિયોમાં આંતક મચાવનાર આ શખ્સોની દાદાગીરી ચોખ્ખી દેખાઈ રહી છે. પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે સીસીટીવીના આધારે 6 શખ્સોને ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Most Popular

To Top