Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરના ન્યુવીઆઈપી રોડ પર આવેલા ખોડીયારનગર સ્થિત બ્રહમાનગરના ખુલ્લા મેદાનમાં મેદાનમાં ઝાડી ઝાંખરાં વચ્ચેથી કલરકામ કરતા શ્રમજીવી યુવાનની હત્યા કરી ત્યજી દેવાયેલી લાશ બુધવારે સવારે મળી આવ્યાના પ્રકરણમાં હરણી પોલીસે હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખીને હત્યારાની ધરપકડ કરી છે. બુધવારે સવારે મળી આવ્યાના પ્રકરણમાં હરણી પોલીસે હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખીને હત્યારાની ધરપકડ કરી છે.

બુધવારે સવારે બ્રહમાનગર -બે પાસેના ખુલ્લા મેદાનમાં ઝાડી ઝાંખરાં વચ્ચેથી એક યુવકનો મૃતદેહ જાણ લેબર કોન્ટ્રાકટર મહેન્દ્ર રાઠોડે પોલીસને કરી હતી. જેના પગલે હરણી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસે લાશનો કબજા લઈને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મોતને ઘાટ ઉતરાયેલા યુવાનના હાથ ઉપર અનિલ યાદવ નામનું લખાણ મળી આવ્યું હતું. જેથી પોલીસે મૃતકનું નામ અનીલ યાદવ હોવાનું અનુમાન લગાવી તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ મોતને ઘાટ ઉતારવામાં આવેલા યુવાનની કાનની નીચેના ભાગે કોઈ તિક્ષ્ણ હથીયારનો ફટકો મારી હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું. આ સાથે મૃતક કલરકામના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ મરનાર સાથે અન્ય વ્યકિતઓ પણ મજુરીકામ કરતા હોય પોલીસે કેટલાકની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી હતી.

તદઉપરાંત હત્યારાને પકડવા માટે હરણી પોલીસે શકના આધારે મૃતક અનિલના લેબર કોન્ટ્રાકટર બ્રીજલાલ શારદા પ્રસાદ તિવારી રહેવાસી, વુડાના મકાનમાં ખોડીયારનગર પાસેની અટકાયત કરી ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી હતી.

જેમાં પોલીસ સમક્ષ ભાંગી પડેલા લેબર કોન્ટ્રાકટર બ્રીજલાલ તિવારીએ ગુનાની કબુલાત કરી હતી અને તેને જણાવ્યું હતુંકે, મારી દિકરીને અનીલ ખરાબ નજરથી જોતો હતો.બે દિવસ પહેલા પણ અનીલે મારા ઘરે આવીને ઝઘડો કર્યો હતો. જે ઝઘડાની અદાવત રાખીને બ્રીજલાલ તિવારી આકાંટો કાઢવાના ફીરાકમાં હતો ત્યારે ગત તા. ૫-૧-૨૦૨૧ ના રાત્રીના અનિલ યાદવ બ્રહમાનગર પાછળ ખુલ્લા મેદાનમાં બેઠો હોવાની જાણ બ્રીજલાલને થતા તે પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈને ત્યાં ધસી ગયો હતો.

જયાં મેદાનમાં બેસેલા અનિલના કાનના ભાગે લોખંડના પાઈપનો ફટકો મારીને બ્રીજલાલ ત્યાંથી બાઈક પર બેસી ફરાર થઈ ગય હતો. દરમિયાનમાં હત્યારો બ્રીજલાલ તીવારી બાઈકપર બેસીને ખોડીયારનગર આવતા હરણી પોલીસે તેને દબોચી લીધો હતો. .

To Top