Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત કરી હતી. ‘લોકોના જીવનને અને અર્થતંત્રને ગંભીર રીતે અસર કરતી સ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને જોતા હું એક મહિના માટે કટોકટીની જાહેરાત કરું છું, એમ આબેએ કહ્યું હતું. આ પગલું વિશ્વના અન્ય ભાગોમાં લાગુ કડક લોકડાઉનથી હળવું છે પણે સ્થાનિક વહીવટીતંત્રને સત્તા સોંપવામાં આવી છે કે તે લોકોને ઘરમાં રહેવા અને સ્થાનિક વેપાર-ઉદ્યોગને બંધ રાખવા કહે. એનો અર્થ છે કે ઘરેથી બહાર નીકળતા લોકો પર દંડ લગાવવામાં આવશે નહીં.
6 મે સુધી આ કટોકટી રહેશે જેમાં ટોક્યોના રાજ્યપાલ યુરીકો કોઈકે અને અન્ય 6 પ્રાંતોના વડાઓને સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે વધુ નિયમ લાગુ કરવાની સત્તા સોંપાઈ છે. આબેએ સરકારી અધિકારીઓને કહ્યું હતું ‘આપણી પ્રવૃત્તિઓમાં ફેરફાર લાવવો તે આપણા માટે મહત્વની બાબત છે’. તેમણે પ્રત્યેકને એક મહિના માટે અન્યો સાથેનો સંપર્ક 70-80 ટકા સુધી ઘટાડવાની વિનંતી કરી હતી અને કોરોના વાયરસ મહામારીને ‘દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટી કટોકટી’ ગણાવી હતી.
જાપાનમાં કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોતા આ જાહેરાત કરાઈ હતી. ગયા સપ્તાહંતમાં ટોક્યોમાં 100થી વધુ કેસ નોંધાતા ત્યાં કુલ કેસોની સંખ્યા 1196 થઈ હતી. મંગળવાર સુધી જાપાનમાં કોવિડ-19ના કુલ કેસ 3906 નોંધાયા હતા જ્યારે કુલ મૃત્યુઆંક 91 થયો હતો.

To Top