દેશમાં સંક્રમિતોની સંખ્યા 5742ને પાર, 174ના મોત: LIVE UPDATES

કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે મહારાષ્ટ્રના પુણેમાં ત્રણ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આમાંના બે દર્દીઓને ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર હતું. શહેરમાં ચેપને કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 67 પર પહોંચી ગયો છે. બીજી તરફ, દેશમાં મૃત્યુઆંક 175 પર પહોંચી ગયો છે. આ આંકડા જુદી જુદી રાજ્ય સરકારો દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 4900થી વધુ થઈ ગઈ છે. તેમજ 136 લોકોના મોત થયા છે. આમાંથી 4395 સક્રિય છે, 386 લોકો સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 136 લોકોનાં મોત નીપજ્યાં છે. મહારાષ્ટ્રમાં 1018, તમિલનાડુમાં 690, દિલ્હીમાં 576, તેલંગાણામાં 404, રાજસ્થાનમાં 348, કેરલામાં 336, યૂપીમાં 332, આંધ્રપ્રદેશમાં 314, મધ્યપ્રદેશમાં 290 અને ગુજરાતમાં 179 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે.

આ રોગ 27 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે. અત્યાર સુધી 165 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના ચેપના કુલ 5 હજાર 360 કેસ નોંધાયા છે. 4 હજાર 727 દર્દીઓ સારવાર હેઠળ છે. 468 સ્વસ્થ થયા છે.

Related Posts