Top News

More Posts

   The Latest

Most Popular

કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે અથવા તેને લંબાવવામાં આવશે.
જો કે આ દરમિયાન સરકારે કોરોના સંક્રમણથી ઓછા પ્રભાવિત ક્ષેત્રોમાં પ્રતિબંધોને હળવા કરવા પર વિચાર શરૂ કર્યો છે. આ માટે સરકારે 11 કમિટિઓને સલાહ આપવાની જવાબદારી સોંપી છે. સોમવારે ગૃહ સચિવ અજય ભલ્લાએ આ સંબંધમાં બેઠક પણ કરી હતી જેમાં તેમની સામે લોકડાઉન ખોલવા અંગે 3 પ્રેઝેન્ટેશન કરાઈ હતી. આ બેઠકમાં દરેકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને મોકૂફ રાખવા પર સંમતિ દર્શાવી છે. બેઠક દરમિયાન જે સૌથી મહત્વની દરખાસ્ત રજૂ કરાઈ હતી અને જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે તે છે દેશને ત્રણ ભાગોમાં વિભાજિત કરી લોકડાઉન અંગે નિર્ણય લેવો.
એવી દરખાસ્ત છે કે દેશના કોરોના પ્રભાવિત ક્ષેત્રોને 3 ઝોનમાં વહેંચી દેવામાં આવે. આ છે ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. સરકારી સૂત્રો મુજબ ગ્રીન ઝોન તે ક્ષેત્રોને માનવામાં આવશે જ્યાં કોરોનાના કેસ બહુ ઓછા છે અને છેલ્લા એક અઠવાડિયામાં કોઈ કેસ સામે આવ્યો ન હોય. અહીં મોટાભાગની આર્થિક ગતિવિધિઓને ફરીથી શરૂ કરવાની દરખાસ્ત છે. જો કે દિલ્હી-એનસીઆર, મુંબઈ જેવા ઔદ્યોગીક વિસ્તારોની વાત કરીએ તો એવું મુશ્કેલ લાગે છે કારણ કે કોરોનાના કેસોની સંખ્યા વધવાની ઝડપમાં વધારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત અમુક વિસ્તારોને યલો ઝોનમાં રાખવામાં આવશે અહિં નાના સ્તર પર ઉત્પાદન શરૂ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. આ ઉપરાંત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોને રેડ ઝોનમાં મૂકવામાં આવશે આવા વિસ્તારોમાં હાલની સ્થિતિને જ ચાલુ રાખતા લાંબા સમય સુધી લોકડાઉન કરાશે.

To Top