Top News

More Posts

   The Latest

Most Popular

કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે આર્થિક રીતે નબળા EWS બ્રાહ્મણોને મદદ કરવા માટે બે યોજનાઓ શરૂ કરી છે, જે અંતર્ગત 550 ગરીબ બ્રાહ્મણ છોકરીઓને લગ્ન માટે 25-25 હજાર રૂપિયા આપવામાં આવશે, જ્યારે ગરીબ બ્રાહ્મણ પૂજારી સાથે લગ્ન કરવા પર 25 યુવતીઓને 3 લાખના BOND આપવામાં આવશે.

કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બ્રાહ્મણો સમુદાયને આગળ વધારવા માટે ‘કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડ’ ની રચના કરી હતી અને તે અંતર્ગત આર્થિક રીતે નબળા EWS BRAHMINS ને મદદ કરવા માટે બે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પહેલી યોજના અરૂંધતી અને બીજી યોજના મૈત્રેય છે. હાલ કર્ણાટકમાં 6 કરોડ વસ્તીમાં લગભગ 3 ટકા બ્રાહ્મણો જ છે.

કર્ણાટક રાજ્ય બ્રાહ્મણ વિકાસ બોર્ડના જણાવ્યા અનુસાર 550 ગરીબ બ્રાહ્મણ યુવતીઓને અરૂંધતિ યોજના હેઠળ લગ્ન માટે 25-25 હજાર રૂપિયા આપવામાં આવશે. તે જ સમયે, મૈત્રેયી યોજના હેઠળ 25 છોકરીઓને કર્ણાટકના ગરીબ બ્રાહ્મણ પૂજારી સાથે લગ્ન કરવા માટે 3 – 3 લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવશે, જેનો ઉપયોગ ત્રણ વર્ષ સુધી થઈ શકે છે.

બોર્ડ અધ્યક્ષ એચ.એસ. સચ્ચિદાનંદ મૂર્તિએ જણાવ્યું હતું કે આ યોજનાઓનો લાભ લેવા માટે છોકરીઓએ કેટલીક શરતો પૂરી કરવી પડશે. આ પ્રમાણે, બ્રાહ્મણ પરિવાર આર્થિક રીતે નબળાની કેટેગરીમાં હોવો જોઈએ અને છોકરીનું લગ્ન કરાવવાનું તે પ્રથમ લગ્ન હોવું જોઈએ. આ સિવાય તેઓએ લગ્નના સમયગાળા માટે ચોક્કસ સમય માટે રહેવું પડે છે.

બોર્ડના જણાવ્યા મુજબ, મૈત્રેય યોજનાનો સંપૂર્ણ લાભ લેવા માટે પરિણીત દંપતીને 3 વર્ષ સાથે રહેવું પડશે, તો જ તેમને સંપૂર્ણ ત્રણ લાખ રૂપિયા મળશે. આ યોજના અંતર્ગત ગરીબ બ્રાહ્મણ પુજારી સાથે લગ્ન કર્યા પછી દર વર્ષના અંતે 1 લાખ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે.

બોર્ડના અધ્યક્ષ એચ.એસ. સચિદાનંદ મૂર્તિએ જણાવ્યું હતું કે, આ બંને યોજનાઓ ઉપરાંત UPSC ની પ્રારંભિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગરીબ બ્રાહ્મણ વિદ્યાર્થીઓની સહાય માટે પણ રૂ .14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમ સાથે, ઉમેદવારોને શિષ્યવૃત્તિ, ફી અને તાલીમ આપવામાં આવશે.

કર્ણાટક સરકાર દ્વારા યુપીએસસીના ઉમેદવારો માટે ચાલતી યોજના માત્ર ગરીબ બ્રાહ્મણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ માટે તેના કુટુંબ પાસે 5 એકરથી વધુની ખેતીવાળી જમીન અને 1000 ચોરસ ફૂટથી મોટો ફ્લેટ ન હોવો જોઈએ. આ ઉપરાંત તેમની વાર્ષિક કુટુંબની આવક રૂપિયા 8 લાખથી ઓછી હોવી જોઈએ

To Top