National

ખેડૂત અને સરકાર વચ્ચે વાતચીતનો આઠમો રાઉન્ડ પણ નિષ્ફળ

નવી દિલ્હી (New Delhi): ખેડૂતો અને સરકાર વચ્ચે વાટાઘાટોનો નવમો રાઉન્ડ પણ પરિણામ વગરનો રહ્યો. છેલ્લા 40થી વધુ દિવસોથી દિલ્હી બોર્ડર પર નવા કૃષિ કાયદાઓ (Farm Bill 2020) સામે વિરોધ પ્રદર્શન (Farmers’ Protest) કરી રહ્યા છે. આજે ખેડૂતોએ સરકારને કહ્યુ કે તેઓને નથી લાગતુ કે સરકાર તેમના મુદ્દાઓ પર કોઇ નિર્ણય લેવા તૈયાર હોય એટલે જો સરકાર કોઇ ઇચ્છા ન ધરાવતી હોય તો તેમને લેખિતમાં આપી દે, તેઓ આંદોલન બંધ કરી દેશે. બીજી બાજુ સરકારે ખેડૂતોને કહ્યુ કે તેમણે આખા દેશના ખેડૂતો વિશે વિચાર કરવો જોઇએ.

જણાવી દઇએ કે આજની મિટીંગમાં કોઇ ખાસ નિષ્કર્ષ નીકળ્યો નથી. અને હવે સરકાર અને ખેડૂતો વચ્ચે 15 જાન્યુઆરીએ મિટીંગ થવાની છે. પહેલાની જેમ જ સરકારે ખેડૂતોની નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની ના પાડી દીધ અને ખેડૂતો પણ બાંધ-છોડ કરવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે ખેડૂત આંદોલનમાં કોરોનાના નિયમોનું પાલન થઈ શકે કે કેમ. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ (CJI S.A.Bobde) કહ્યું કે અમને ખબર નથી કે ખેડૂત કોરોનાથી સુરક્ષિત છે કે નહીં. જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તબલીગી જમાત (Tablighi Jamaat) જેવી સમસ્યાઓ આવી શકે છે.

ખેડુતોનું કહેવું છે કે જો સરકારે માંગ નહીં સ્વીકારી તો 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરાશે. આજનો માર્ચએ તે દિવસનું ટ્રેલર છે. હરિયાણામાં ખેડૂત સંગઠનોએ 26 જાન્યુઆરીએ દરેક ગામની 10 મહિલાઓને દિલ્હી બોલાવી છે.યુપીના ખેડૂતોએ કરેલી આ અપીલ છે. પ્રજાસત્તાક દિન પર મહિલા ટ્રેક્ટર કૂચનું નેતૃત્વ કરશે. હરિયાણાની લગભગ 250 મહિલાઓ ટ્રેક્ટર ડ્રાઇવિંગની તાલીમ લઈ રહી છે. ખેડુતો અને સરકાર વચ્ચે 4 જાન્યુઆરીની બેઠક અનિર્ણિત હતી અને આગામી તારીખ 8 જાન્યુઆરી નક્કી થઈ હતી. આગામી બેઠકમાં કૃષિ કાયદાને પાછો ખેંચવાની અને એમએસપી પર અલગ કાયદા બનાવવાની માંગ કરવામાં આવશે. આ 9 મી રાઉન્ડ બેઠક હશે. અગાઉ 7 મી રાઉન્ડની બેઠકમાં ખેડૂતોની માત્ર 2 માંગણીઓ પર સહમતી સર્જાઇ હતી, અન્ય તમામ બેઠકો અનિર્ણિત હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top