Gujarat

સમગ્ર ગુજરાતમાં ગેસ સપ્લાય બંધ રહેશે? જાણો ગુજરાત ગેસ દ્વારા શું જવાબ અપાયો

ગાંધીનગર (Gandhinagar): તા. 11 જાન્યુઆરીને સોમવારે સવારે 5 વાગ્યાથી તા. 12 જાન્યુઆરીને મંગળવાર સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં LPG, CNG અને PNGનો પુરવઠો બંધ રહેશે તેવા સમાચાર આજે સવારથી જ દરેક સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલોમાં ચાલતા હોવાના કારણે ગૃહિણીઓ તેમ જ ખાણીપીણીના ધંધા સાથે જોડાયેલા એકમોને મૂંઝવણમાં મૂકી દીધા હતા. ચરોતર સહકારી મંડળીના ચેરમેન કિરણ પટેલે એક પત્રમાં આ જણાવ્યુંમાં હતું. આ અંગે રાજ્યભરમાં ગેરસમજ ફેલાઈ હતી. જો કે દહેજ ખાતે ગેસ લાઈનનું મેઈન્ટનન્સ થશે પરંતુ ગેસનો પુરવઠો બંધ રહેશે નહીં.

જે તમામ વપરાશકર્તાઓને મોટી તકલીફનો સામનો કરવો પડશે તેમ લાગતાં લોકો મૂંઝવણમાં મુકાયા હતા. ગુજરાતમાં ગેસ પાઇપલાઇનનો વિસ્તાર વધ્યો હોઈ ઘરો, રેસ્ટોરન્ટ અને ઉધોગગૃહમાં પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવા આવે છે. જો આ સમાચાર સાચા બન્યા હોત તો ખાસ કરીને શહેરની ગૃહિણીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો હોત.

દહેજ ખાતે ગેસ સ્ટેશનમાં મેન્ટેનન્સ હોવાથી આ સ્થિતિ સર્જાવાની છે. ગુજરાતની તમામ ગેસ સપ્લાય કંપનીના ડોમેસ્ટિક ,ઈન્ડસ્ટ્રીયલ,કોમર્શિયલ, અને CNG સ્ટેશનોનો સપ્લાય બંધ રહેશે તેવી વાતો વહેતી થઈ હતી.

ગુજરાતના કલોલમાં 2020ના ડિસેમ્બરના અંતમાં ONGC ગેસ લાઈનમાં ભેદી ધડાકો થયો હતો અને એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા હતાં. ગેસ પાઈપલાઈનમાં ધડાકાનું કારણ જાણી શકાયું નથી પરંતુ જે ઘર નીચેથી પાઈપલાઈન પસાર થતી હતી. જેથી તકેદારીના ભાગ રૂપે સરકાર દ્વારા ગેસ પાઈપલાઈન અને અન્ય સ્ટોરેજ સેન્ટરોનું મેઇન્ટેનન્સ કરવાનું જાહેર કરાયુ હતું.

મેઇન્ટેનન્સ માટે 18 કલાકનું શટડાઉન છે. પણ તે અમૂક પાઈપલાઇન પૂરતું જ મર્યાદિત હોય ઘરેલું, કોમર્શિયલ કે ઔદ્યોગિક ગેસની સપ્લાયને કોઇ અસર થશે નહીં. ગેઇલની અન્ય એક પાઈપલાઇન કાર્યરત છે. જેમાં 9 મિલિયન સ્કવેર ક્યૂબિક મીટર ગેસ ઉપલબ્ધ છે. એટલે સીએનજી અને નેચરલ ગેસની સપ્લાયમાં અવરોધ ઉભો થવાનો કોઇ અવકાશ નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top