Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ: કેન્દ્ર ના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટોલનાકાઓ પરથી પસાર થતા વાહનો માટે ફરજીયાત  ફાસ્ટ ટેગનું અમલીકરણ કરવાના આદેશ કર્યો છે જેનો અમલ આગામી પંદર ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે.  

ત્યારે અગાઉ  ફાસ્ટ ટેગ  વગરના વાહનો ના આવાગમન માટે બે માર્ગની સુવિધા ઉભી કરવામાં આવી હતી પરંતુ વર્તમાનમાં ફરજીયાત અમલીકરણ હાથ ધરવા ટોલનાકા પર ફાસ્ટ ટેગ વગરના વાહનો ના આવાગમન માટે એકજ માગે રાખવામાં આવતા વાહનોની મોટી લાઇન ખડકવા પામતા વાહન ચાલકો માં રોષની લાગણી ઉઠવા પામી છે .

અને અગાઉ જેવી સુવિધા હજુ દોઢ માસ ફાસ્ટ ટેગ અમલીકરણ લંબાવવામાં આવ્યો છે તો ફાસ્ટ ટેગ સિવાયના વાહનો માટે બે આવાગમન માર્ગની સુવિધા યથાવત રાખવામાં આવે ની માગ કરવા પામી છે.

 જોકે હાલમાં એક જ માર્ગ હોવાના કારણે ઊચા ભાવના ઇધણ તથા સમય નો બેવડો માર પડવા પામી હોવાનું જાણવા મળેલ છે. જેથી વાહન ચાલકોમાં ઉગ્ર રોષ જાવા મળી રહ્ના છે.  આ મુદ્દે ટોલનાકા અધિકારી નો સંપર્ક કરતા જણાવ્યું હતું કે ઓથોરિટી દ્વારા જ આ પ્રકારની સુવિધા રાખવાની એક જ માર્ગની સુચના આપવામાં આવી છે ત્યારે વાહનચાલકો ને પડતી હાડમારી માટે કોને કહેવું જેવા સવાલ ઉઠવા પામ્યા છે.

To Top