વડોદરા : વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી નિર્માણધીન ઓવર બ્રિજમાં અવરોધરૂપ હોવાના બહાના હેઠળ પાલિકા તંત્ર દ્વારા ઓપી રોડ પરથી રાતોરાત...
વડોદરા : ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજી મહારાજના ૮૮ મા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે વડોદરા ખાતે ગુરુભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ગુરુભક્તિ મહોત્સવ માં...
નવી દિલ્હી: અગામી 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ અમરનાથ યાત્રાને...
વડોદરા : શહેરની સયાજીગંજ વિસ્તારની પુજા હોટલમાંથી અનીલ ઉર્ફે એન્થોની ફરાર થયાના બનાવને પખવાડિયા ઉપરાંતનો સમય વીતી ગયો છે. પરંતુ એન્થોની હજી...
એપના આધારે ચાલતી ઓલા અને ઉબેર જેવી ટેક્સી સેવાઓ શરૂ થતાં કરોડો ગ્રાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે શહેરોમાં ટેક્સી અને રીક્ષા...
નવી દિલ્હી: દિલ્હીનાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક...
આજે લગ્ન પ્રસંગો, જાહેર કાર્યક્રમો પછી થતાં જમણવાર, યાત્રા-પ્રવાસમાં થતાં જમણવારોમાં ભોજનની થાળીમાં લોકો ભૂખથી વધારે પીરસાવી થાળીમાં એંઠુ છોડી અન્નનો બગાડ...
આપણે ત્યાં સંસદ અને રાજયોની વિધાનસભાઓની ચૂંટણીઓ પાંચ વર્ષે યોજાય છે. કયારેક એવું બને છે કે, રાજયની વિધાનસભાની ચૂંટણીઓ, આઠ – દસ...
ભારત દેશમાં ઘરગથ્થુ વિજળી ઉત્પાદન માટે સોલાર સિસ્ટમ અમલમાં આવી ત્યારથી જ ભારતમાં આ સિસ્ટમ અપનાવનાર ગુજરાત રાજય એ મોખરાનું સ્થાન લીધું...
ભારતમાં જ્ઞાતિપ્રથા ઉપર કાયદેસર પ્રતિબંધ લગાવ્યે આજે સાત દાયકા પછી પણ હિંદુ સવર્ણો ભારતમાં તેમ જ ભારતની બહાર પણ દલિતો સહેજ પણ...
સુરતની વસ્તી માંડ પાંચેક લાખ જેટલી હતી. શેરી મહોલ્લામાં ગાળા ટાઈપનાં મકાનો, એક મકાનમાં ઓછામાં વીસ-પચીસ માણસો તો રહેતાં હતાં. દિવસે ઘર...
બારડોલી: બારડોલીથી (Bardoli) કેદારનાથની (Kedarnath) યાત્રાએ ગયેલા 84 યાત્રીને ટ્રાવેલ્સ સંચાલકે અધવચ્ચે દગો દેતાં મામલો પોલીસમથકે (Police Station) પહોંચ્યો હતો. ટ્રાવેલ્સ સંચાલકે...
ટી.વી. પર ટાયટેનિક ઈંગ્લીશ મુવી આવતું હતું.ઘરમાં બધાએ જોયેલું હોવા છતાં ફરી જોઈ રહ્યાં હતાં.ઘરના એક વડીલ ઈતિહાસના રસિયા હતા. કોઈ પણ...
સુરત: મસાજ સ્પાના નામે દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતાં ઉમરા પોલીસે એક સાથે અલગ અલગ ત્રણ સ્થળો પર રેડ પાડીને મહિલા-પુરુષ...
નવસારી : જલાલપોર (Jalalpor) નાની કરોડ ગામે મહિલાને તૈયાર કરવા ગયેલી બ્યુટીપાર્લરની (Beauty parlor) બે યુવતી પર દાગીના ચોરીનો (Theft) આક્ષેપ કરી...
હું વિજ્ઞાનીઓના પરિવારમાંથી આવું છું. પણ મને જાતે વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં શરમ લાગી છતાં એક સુખદ વિચિત્રતામાં મારા જીવનમાં આવેલી સૌથી બુધ્ધિશાળી...
ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ને વધુ કડક બનાવીને સરકારે બેઈજિંગમાં હજારો લોકોને લૉકડાઉનમાં આવરી લઈ વધુ ત્રણ અઠવાડિયાં માટે લૉકડાઉન લંબાવ્યું છે. ચીનમાં...
ગુજરાતમાં સીબીઆઇએ એક આઇએએસ અધિકારી સામે કાર્યવાહી કરતાં ગુજરાતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઇ ગયો છે. કે. રાજેશના મામલે જેટલી વાતો બહાર...
ઘેજ : ચીખલી (Chikhli) ગ્રામ પંચાયતના આંતરિક વહીવટમાં કૂદી પડી સરપંચને ‘તારા હાથ તાટીયા તોડી નાંખીશ, તારી બધી ભમરી ઉતારી નાંખીશ, જેલના...
પ્રધાનમંત્રી મોદી (PM Modi) 23 અને 24 મેના રોજ ટોક્યોમાં ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લેશે. ક્વાડ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઈટેડ...
છેલ્લી સદીની સૌથી મહાન શોધોમાં રીમોટ કન્ટ્રોલનો સમાવેશ થવો જોઈએ. TVનો અવાજ ઓછો-વત્તો કરવા માટે કે ACમાં તાપમાન વધુ-ઓછું કરવા માટે જેમણે...
શિલ્પા શેટ્ટીએ હમણાં તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને અલવિદા ફરમાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર ખાસી સક્રિય આ એક્ટ્રેસે એક પોસ્ટ મારફતે...
ભારતમાં મોગલ શાસન દરમિયાન વૈદિક અને જૈન ધર્મનાં આશરે 3,000 મંદિરો તોડીને તેને સ્થાને મસ્જિદો ઊભી કરી દેવામાં આવી હતી. તે પૈકી...
સુરતમાં અને સુરતની નાટ્ય પ્રવૃત્તિ લગભગ ઠપ્પ પડી છે. મુંબઇથી નાટકો આવે ત્યારે સુરતના પ્રેક્ષકોને લાગે કે નાટકની પ્રવૃત્તિ ચાલે છે. સુરતના...
બાળમિત્રો, સરદાર વલ્લભભાઇ પટેલના નામથી કોઇ અજાણ નથી. તેમને લોખંડી પુરુષનું બિરૂદ મળ્યું હતું કારણ કે ભારતની એકતા અને અખંડિતતાનું ભગીરથ કામ...
વોશરૂમ કે રેસ્ટરૂમ એટલે શું? તમારા શરીરનો અંદરબહારથી મેલ વોશ કરવાની અંગત જગ્યા. તેના આટલા બધા પર્યાયવાચી શબ્દો કેમ પડ્યા તે ચર્ચાનો...
ઇતિહાસ કોઇ વાર્તાકાર, કથાકાર, કવિ કે નવલકથાકારની કલ્પના નથી. ઇતિહાસ ઠોસ દસ્તાવેજી પુરાવાઓને આધારે લખાતો હોય છે. તેથી જ તે કાવ્ય અને...
જે કોઇ અપરાધ કરે છે તેનામાં અંતરાત્મા હોતો જ નથી એવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ પણ વાસ્તવમાં દરેક અપરાધીના મનના કોઇક...
સસ્પેન્શન રેલ્વે આજે એક જૂના જમાનાની વાર્તા જેવી લાગે છે પણ આ રોમાંચક પરિવહનનું ભાવિ કેવું હશે તેની 19મી સદીની તે દ્રષ્ટિ...
આજકાલ મેદાનોમાં ભવ્ય લગ્નો યોજાય અને આકાશમાં ઊડતા ડ્રોન દ્વારા વીડિયો શૂટિંગ થાય. કોણ કોણ પધાર્યું હતું અને ચાંદલો કર્યા વગર જતા...
ઈન્ડિગો પર મોટી કાર્યવાહી, વિન્ટર શિડ્યુલમાં 5 ટકા ફ્લાઈટ્સ ઘટાડવા DGCAનો આદેશ
IPL-2026ના ઓક્શનનું લિસ્ટ તૈયાર, 350 ખેલાડીઓની થશે હરાજી
અમરાવતી નદીના પટના પાલવે ઝૂલતું અંકલેશ્વર તાલુકાનું ગામ : મોતાલી
રસોડું જ આપણું સાચું દવાખાનું છે, દવાખાને જવાની જરૂર નથી
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને
‘ગુજરાતમિત્ર’ની એક ઝલક સુહાની
ધાર્મિકતા અને માનવતા
સૌથી મહત્ત્વનો ગુણ ઈમાનદારી
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
સા’બ કીધૂરસે આતે હો..
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
“ ડીસેમ્બરમાં પણ કોલેજમાં પ્રવેશનો ધંધો ચાલુ “..આવું નવી શિક્ષણ નીતિમાં છે ?
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
વિકાસની ગતિ જળવાઇ રહેવી જોઇએ
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
જાપાનના ઉત્તરી કિનારા પર 7.2 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
વડોદરા : વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી નિર્માણધીન ઓવર બ્રિજમાં અવરોધરૂપ હોવાના બહાના હેઠળ પાલિકા તંત્ર દ્વારા ઓપી રોડ પરથી રાતોરાત તંત્ર ડેરીઓ તોડી પાડી કાટમાળ હટાવી લેવામાં આવ્યો હતો.જોકે નવલખી કમ્પાઉન્ડમાં કુત્રિમ તળાવ પાસે પડેલા કાટમાળમાં જીવંત હનુમાનજી દાદાની મૂર્તિ સહિતના દેવીદેવતાઓના ચલચિત્રવાળી ટાઈલ્સ મળી આવતા હિંદુવાદીઓએ સ્થળ પર ધરણાં કરતા તંત્ર દોડતું થયું હતું.રવિવારે સવારે મેયર,મ્યુ.કમિએ પાલિકાના અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી હતી. અને ધરણા પ્રદર્શન કરી રહેલા ભક્તોને સાંભળ્યા હતા.અને સન્માનપૂર્વક મૂર્તિઓને અન્યત્ર મંદિરે મુકવામાં આવી હતી.
વડોદરા શહેરમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ સૌથી લાંબા ઓવરબ્રિજને અવરોધરૂપ ઓલ્ડ પાદરા રોડ ઉપરથી ભાથુજી મહારાજ બળીયાદેવ મહારાજ અને હનુમાનજી દાદાની ડેરીઓ તોડયા બાદ પાલિકા દ્વારા રાતોરાત મૂર્તિઓ સહિતનો કાટમાળ હટાવી લેવામાં આવ્યો હતો. જેને પાલિકાના અધિકારીઓ દ્વારા નવલખી કમ્પાઉન્ડના કુત્રિમ તળાવ પાસે ફેંકવામાં આવ્યો હતો.જેમાં હનુમાનજી દાદાની જીવંત લાગતી પ્રતિમા સહિત ભગવાનના ચલચિત્રો વાળી ટાઈલ્સો મળી આવતા હોબાળો મચ્યો હતો.
શહેરના નામાંકિત હિન્દુવાદી નેતા એડવોકેટ નીરજ જૈન,ટીમ ટીવોલ્યુશમના સ્વેજલ વ્યાસ સહિતના હિન્દુવાદીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યાં જ રાતવાસો કરી જ્યાં સુધી પાલિકા માફી નહીં માંગે ત્યાં સુધી નહીં હટવાના પ્રણ લીધા હતા.તેમજ મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર આવે ત્યાં સુધી તમામે રામધુન બોલાવી હતી.ત્યારે મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ,ડે.મ્યુનિસિપલ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ નવલખી કમ્પાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં કાટમાળ નાખવામાં આવ્યો હતો ત્યાં મેયર કેયુરભાઈ રોકડિયાએ મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી હતી.તેમજ ધરણા પર બેસેલા નિરજ જૈન સહિતના લોકોએ આ મામલે નિરાકરણ લાવવા સાથે ચર્ચા પણ કરી હતી.
ચર્ચાના અંતે મેયર કેયુર રોકડીયાએ કાટમાળમાંથી મળી આવેલી મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ ઉપરથી તોડી પડાયેલા દબાણો પૈકીની છે કે નહીં તે તપાસ કરી ફરીથી મૂર્તિ ત્યાં જ સ્થાપિત કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી.અને ત્યાં સુધી કાટમાળમાંથી મળી આવેલી મૂર્તિને તરસાલી શનિ મંદિરની બાજુમાં મંદિરમાં મુકવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને મૂર્તિનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.હનુમાનજીની મૂર્તિને ફાયર બ્રિગેડની મદદથી તરસાલી શનિ મંદિર ખાતે લઈ જવામાં આવી હતી.જેમાં આમ આદમી પાર્ટી સહિતના હિન્દુવાદીઓ જોડાયા હતા.તરસાલી ખાતે મૂર્તિને લાવ્યા બાદ દૂધાભિષેક જળાભિષેક કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.તેમજ પ્રસાદી પણ વહેંચવામાં આવી હતી.
મંદિરના મહંતે જ્યાં સુધી પાલિકા દ્વારા ચકાસણી કરી મૂર્તિને મૂળભૂત જગ્યા પર સ્થાપિત કરવામાં આવે નહીં આવે ત્યાં સુધી મૂર્તિની પૂજા અર્ચના કરશે.પાલિકા જો મંજૂરી આપશે તો મૂર્તિની શનિ મંદિર ખાતે જ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની તૈયારી
બતાવી હતી.