Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી (New Delhi): ટીમ ઇન્ડિયાને (Indian Cricket Team) મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવ્યા બાદ આજે સમાચાર આવ્યા છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) ઇંગ્લેન્ડ (Ind Vs Eng) સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવાયો છે. સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેજાનો ડાબા હાથનો અંગૂઠો છૂટો પડી ગયો હતો. આ પછી ઓસ્ટ્રેલિયામાં તેની તાત્કાલિક સર્જરી કરાઈ હતી, પરંતુ તેને સાજા થવા માટે હજી છ અઠવાડિયાની જરૂર રહેશે.

ભારત ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ, પાંચ ટી -20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચ રમવાનું છે. પ્રથમ બે ટેસ્ટ ચેન્નાઇમાં અને પછીની બે ટેસ્ટ અમદાવાદમાં રમાશે. BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે જાડેજાની ટી -20 અને વનડે મેચમાં ભાગ લેવાનો નિર્ણય પછી લેવામાં આવશે. આ મામલે બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ કે, ‘તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે અને તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે છ અઠવાડિયા કરતાં વધુ સમય લાગશે. નાની શ્રેણીમાં તેને રમાડવો કે નહીં તેનો નિર્ણય બોર્ડ પછી લેશે.’.

બીસીસીઆઈએ તમિળનાડુ ક્રિકેટ એસોસિએશન ( Tamil Nadu Cricket Association – TNCA) ને સ્થાનિક અધિકારીઓ સાથે તપાસ કરવા વિનંતી કરી છે કે ચેપૌક સ્ટેડિયમમાં (Chepauk Stadium) ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે ચેપૌક સ્ટેડિયમની 50 ટકા ક્ષમતામાં લોકોને બોલાવાની પરવાનગી કે કેમ? જણાવી દઇએ કે ભારતીય ટેસ્ટ મેચમાં રમવા માટે પસંદ કરાયેલા દરેક ખેલાડીએ ફરજિયાત પ્રથમ ટેસ્ટ માટેના સ્થળ ચેન્નાઈ (Chennai) પહોંચ્યા બાદ ત્રણ દિવસના ક્વોરેન્ટાઇનમાં (3 days’ quarantine) રહેવુ પડશે. જો કે તે દરમિયાન ખેલાડીઓને જીમ ઉપયોગ કરવાની અને પ્રેકટિસ મંજૂરી આપવામાં આવશે. જાણવા મળ્યુ છે કે ખેલાડીઓને 27 જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચવાનું કહેવામાં આવ્યું છે.

To Top