Charchapatra

સિનિયર સીટીઝન સ્થિતિ વિશે વિચારો જરા

સિનિયર સીટીઝનોને જે અન્યાય થઇ રહ્યો છે તે ધ્યાનમાં લેવા જેવો છે. તેઓને મેડીકલ વીમા સામે દર મહિને હપ્તો કપાય એ રીતે લોન જોઈતી હોય તો ન મળી શકે. ડ્રાઇવિંગ લાઇસન્સ ન મળી શકે. શારીરિક તંદુરસ્તી સારી હોય તો પણ નોકરી ન મળી શકે. તેઓએ સ્વનિર્ભર રહેવું પડે, પણ ટેક્ષ બધા ભરવાના.ખરીદી ઉપર પણ. જેમનો કોઈ જ આધાર ન હોય તેવા સિનિયર સીટીઝનને માટે આ નર્યો અન્યાય છે. સરકાર વજૂદ વગરની યોજનાઓ પાછળ વગર જોઈતો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યે રાખે છે, પણ જરૂરિયાતવાળા સિનિયર સીટીઝનનોને જરૂરી એવી કોઈ પણ પ્રકારની રિલીફ આપતી નથી. તેનાથી ઉલટું ડિપોઝિટ પરના વ્યાજદરોમાં ઘટાડો થતો જાય છે જેથી કરીને પાઈ પાઈ કરીને ભેગી કરેલી રકમ પર મળતું વ્યાજ ઘટતું જાય છે જેનાથી સરવાળે આવકમાં ઘટાડો થાય છે અને સિનિયર સીટીઝન માટે જીવવાનું દોહ્યલું થતું જાય છે. આપણા દેશમાં સિનિયર સીટીઝનનોની ખરેખર સ્થિતિ કફોડી છે.
સુરત     –  સુરેન્દ્ર દલાલ   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top