Top News

More Posts

   The Latest

Most Popular

surat : શહેરીજનો માટે કોઈપણ રોગની સફળ અને સચોટ સારવાર માટે સૌપ્રથમ એ રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કોરોનાના લક્ષણો તેનાથી શરીરમાં કેટલાં પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે એ જાણવાં રેડિયોડાયગ્નોસિસ વિભાગનું આગવું મહત્વ છે. જેથી દર્દીને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવી શકાય. નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital) ના રેડિયોડાયગ્નોસિસ વિભાગે કોરોનાની બન્ને લહેરમાં સિટી સ્કેન, એક્સ-રે તથા સોનોગ્રાફીની ૨૪ કલાક- રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને કોરોનાના નિદાન-સારવારમાં આગવું યોગદાન આપ્યું છે. સ્ટાફના માણસોએ કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ૩૬,૫૭૨ એક્સ-રે, ૧૪૮૪ સિટી સ્કેન, ૨૪૭૨ સોનોગ્રાફી કરી છે. આ ઉપરાંત મ્યુકરમાઈકોસિસના ૨૦૦, એમ.આર.આઈ. ૯૭ અને કલર ડોપ્લરના ૭૮ રિપોર્ટ પણ કરાયા છે.


આ અંગે નવી સિવિલના રેડિયોડાયગ્નોસિસ અને ઈમેજિંગ વિભાગના વડા અને પ્રોફેસર ડો. પૂર્વી દેસાઈએ જણાવ્યું છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં દર્દીઓનો ખૂબ ધસારો હોવાથી સ્ટેમસેલ બિલ્ડીંગમાં રેડિયોલોજી વિભાગ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ, અને ગ્રાઉન્ડફ્લોર પર ૫૦૦ MM એક્સ-રે મશીન અને ડિજીટલ એક્સ-રેની સુવિધા ઊભી કરાઈ છે તેમજ દાખલ કોરોના દર્દીઓના બેડ પર જ જઈને બેડસાઈડ સોનોગ્રાફી અને એક્સ-રે ચેસ્ટ માટે પોર્ટેબલ સોનોગ્રાફી અને એક્સ-રે મશીન રાજ્ય સરકારના સહયોગથી તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવ્યાં છે.

જેના સંચાલન માટે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક રેડિયોલોજીસ્ટ, ટેકનિશ્યન, સર્વન્ટની ટીમો કાર્યરત કરાઈ છે. જેમણે જીવના જોખમે, સંક્રમિત થવાની પરવા કર્યા વિના એક્સ-રે અને અન્ય રિપોર્ટ આપવાંની કામગીરી કરી છે. કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓના RTPCR ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે રિપોર્ટનું રિઝલ્ટ આવતાં ૨૪ થી ૪૮ કલાક સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન ‘એક્સ-રે ચેસ્ટ’ દ્વારા ફેફસાંમાં કેટલાં ટકા સંક્રમણ ફેલાયું છે એ સરળતાથી જાણી શકાય છે. જેથી દર્દીની ઝડપભેર સારવાર શરૂ કરી શકાય છે. HRCT થોરેક્ષ દ્વારા CT સ્કોર (CT સિવિયારિટી સ્કોર)થી કોરોના દર્દીને છેલ્લાં ૫ થી ૧૦ દિવસમાં ફેફસામાં થયેલા સંક્રમણનો ખ્યાલ આવતાં માઈલ્ડ, મોડરેટ કે સિવિયર કેસને સહેલાઈથી અલગ તારવી શકાય છે. જે કોવિડની વૃદ્ધિને ઓળખીને આગળની સારવાર માટે ખુબ ઉપયોગી બને છે. શરીરની ધમનીઓ, CT હાર્ટ એન્જીયોગ્રાફી, પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝ્મ ડાયગ્નોસિસ થાય છે, જેથી સમયસર સારવારના પગલાં લેવામાં આવતાં દર્દીનો જીવ બચાવી શકાય છે

To Top