વડોદરા: રાજ્ય સરકાર દ્વારા તમામ દુકાનદારો માટે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ધંધો રોજગારી કરવા માટે નો સમય આપતા વેપારી...
કોરોના શરૂ થયો ત્યારથી કોરોના દર્દીઓના આંકડા અંગે જુગારમાં ચાલે એ રમત કરતાં પણ ખતરનાક વળાંકો આવી રહ્યા છે. છાપાંઓ અને મીડિયાના...
શૈક્ષણિક સત્ર 2021 થી તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 40% અભ્યાસક્રમો ઓનલાઇન ( online education) રહેશે. આ સૂચન યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા...
વડોદરા: કારેલીબાગમાં ધોળા દિવસે યુવાન ઉપર હિંસક હુમલો કરીને 25 હજારના અછોડાની લૂંટના ગુનામાં છ માસથી ફરાર સુન્ની ગેંગના કુખ્યાત હુસેનને ચોતરફથી...
કોંગ્રેસ માટે આંતરિક બળવો કંઇ નવાઇની વાત નથી અને દરેક વખતે પક્ષ નવાં સ્વરૂપ અને કેટલીક વાર બદલાયેલા નામ સાથે ફરી જન્મ...
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના ખપ્પરમાંથી દેશ બહાર નીકળ્યો નથી ત્યારે જ હવે મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસનું ગ્રહણ દેશ પર લાગી ગયું...
વડોદરા: વડોદરા શહેર નજીક પોર જીઆઇડીસી જીઈબી સબ સ્ટેશન પાસે પ્લોટ નંબર 101માં આવેલી શ્રીનાથજી પ્લાસ્ટિક નામની કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે આગ...
વડોદરા: શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે.તેવામાં શહેરની સયાજી હોસ્પિટલ માં પણ મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં વધારો નોંધાયો છે.એસએસજીમાં શુક્રવારે...
વડોદરા: ગોત્રી હોસ્પિટલમાં કોવિડ મુક્ત સગર્ભાઓ અને કોવિડ પોઝિટિવ સગર્ભાઓ ની સારવાર અને પ્રસુતિની એકદમ અલાયદી આશીર્વાદ રૂપ વ્યવસ્થાઓ રહી હતી. કોરોના...
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના તળાવોને ઉંડા કરીને તેને સુંદર બનાવવાની કામગીરી આરંભ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ તળાવોમાં તેને ઊંડું કરવાની...
વડોદરા: માનવતાને નેવે મૂકીને િહંસક ઈસમે કોમ્પલેકસના ગેટ બંધ કરીને નિર્દોષ કુતરાને દોડાવી દોડાવીને લાકડીના ફટકા મારતા જીવદયા સેવાના સંસ્થાના કાર્યકરે કૂતરા...
61 મહિનામાં 15,64,307 વાહન ચાલકો ઈ ચલણ મારફતે દંડાયા અધધ…દંડ વસુલ્યો તો ઓક્સિજન બોટલ,રેમડીસીવર ઈન્જેક્શન બેડ તેમજ અન્ય સુવિધાઓ નાગરિકોને કેમના આપી...
શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે ( bombay highcourt) એક મહિલાને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની છૂટ આપી છે. સ્ત્રીના ગર્ભમાં ત્રણ ગર્ભ છે. 24-અઠવાડિયાના...
સુરત: મનપાના પદાધિકારીઓ, મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને શુક્રવારે લિંબાયત ઝોનની સંકલન મીટિંગ મળી હતી. જેમાં મુખ્યત્વે ગેરકાયદે જમીન પર કબજો કરી લેતા...
સુરત: 23 દિવસના લાંબા અંતર પછી આજે શહેરમાં કાપડ માર્કેટો (Textile market) અને હીરા બજારો (diamond market) શરૂ થયા હતાં. પરંતુ બંને...
સુરત: સુરત (surat) શહેરે વિતેલા દોઢ મહિનામાં કોરોના (corona)ની મહામારી (pandemic)ના સૌથી ભયાનક સ્વરૂપનો સામનો કર્યો છે. ઇન્જેક્શનની કટોકટી (injection emergency), ઓક્સિજનની...
સુરત: ગુજરાત સરકાર (Gujarat govt) દ્વારા મ્યુકરમાઇકોસિસ (mucormycosis)ને મહામારી (epidemic) જાહેર કરવામાં આવી છે. હાલમાં સુરત શહેર (Surat city)માં મ્યુકરમાઇકોસિસના કેસોમાં દિન-પ્રતિદિન...
ગાંધીનગર : તાઉતે વાવાઝોડાથી રાજ્યના અન્ય વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના (ડીજીવીસીએલ) વિસ્તારમાં પણ વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હતો. જે અંતર્ગત...
કોરોનાની મહામારીમાં કોરોનાથી પીડિત દર્દીઓ માટે રેમડેસિવીર ઇન્જેક્શન માટે લાંબી લાઈનો લાગ્યા બાદ હવે મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સગાઓએ ભારે રઝળપાટ...
નિઝર: કુકરમુંડા તાલુકાના રીપીટર વિદ્યાર્થીના પિતા (FATHER OF REPEATER STUDENT) કિશોરભાઈ સૂર્યવંશીએ મુખ્યમંત્રીને લેખિત (LETTER TO CM) રજૂઆત કરી જણાવ્યું છે કે,...
રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 9 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર...
ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી પણ...
કોરોનાની ૨૮ દિવસની સારવાર લઇને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ગાંધીનગરમાં પોતાની ચેમ્બરમાં હાજરી આપી હતી. તેમણે મુખ્યમંત્રી વિજય...
કોરોના સંકટ (Corona pandemic) વચ્ચે, દેશભરમાં કાળી ફૂગ (મ્યુકરમાયકોસિસ)ના કેસો સતત આવી રહ્યા છે. કેટલાક રાજ્યોએ કાળી ફૂગ (Black fungus)ને રોગચાળો (epidemic) જાહેર...
ઑઇલ કંપનીઓએ ફરી ભાવ વધારતા પેટ્રોલના ભાવ મુંબઈમાં લિટરે રૂ. 100ની નજીક પહોંચી ગયા છે જ્યારે ડિઝલના ભાવ રૂ. 91ને પાર થયા...
ચિપકો આંદોલનના પ્રણેતા અને જાણીતા પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણાનું આજે ઋષિકેશની એઇમ્સ ખાતે કોરોનાથી નિધન થયું હતું. તેઓ 94 વર્ષના હતા. તેઓ પત્ની,...
ગુજરાત રાજ્ય સરકાર (Gujarat govt)દ્વારા વધુ એક શિક્ષણ જગતને લગતો નિર્ણય કરવામાં આવ્યો છે, કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં...
સવારે ‘ગુજરાતમિત્ર’ સાથે ‘સુમુલ’ દુધની ‘જીવરાજ ટી-ભાગળ’ ચા સવારમાં ઉઠતાની સાથે ટેબલ પર સુમુલ દુધમાંથી બનાવેલી કડક મસાલેદાર જીવરાજ ભાગળની ચા હોય અને...
સૂરત : સુરત શહેરની ઓનલાઈન શિક્ષણ આપતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે પાંચ દિવસીય વર્ચ્યુઅલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યામંદિર...
ચંદીગઢ: મહાન ભારતીય સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને કોરોના થયો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. મિલ્ખા સિંહે કહ્યું હતું કે બુધવારે સાંજે...
શું ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ રમશે? કોચ ગંભીરે આપ્યો જવાબ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઃ NCPએ 38 ઉમેદવારોના નામ જાહેર કર્યા, છગન ભૂજબળ આ બેઠક પર લડશે
વડોદરા : સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા 9 એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલની આંતરિક બદલી
‘ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ ના સંદેશ સાથે વડોદરા શહેરમાં મેગા સફાઈ ઝુંબેશ કરવામાં આવી
વડોદરા : લાંબા ગાળાના અંતરાલ બાદ કોટંબી ખાતે BCAને સરકારમાંથી રસ્તાની મળી મંજૂરી
ડભોલીમાં સ્કૂલ વાનનો અકસ્માત, ચાર બાળકોને ઈજા થઈ
એવું શું થયું કે કીમ-માંડવીના ખેડૂતોએ ખેતરમાંથી ડાંગર કાઢી રસ્તા પર પાથર્યો?
મકરપુરા એસટી ડેપો પાછળ જીઆઇડીસી ના રસ્તે અપાર ગંદકી*
સુરત પોલીસે 15 લાખની ખંડણી માંગનાર RTI એક્ટિવિસ્ટનું સરઘસ કાઢ્યું
વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો ભવ્ય રોડ શો, ઉમેદવારી પત્ર ભર્યું, ચૂંટણી લડશે
ચીનની પેમેન્ટ ટેક્નોલોજીથી વિશ્વ હેરાન, માત્ર હથેળી સ્કેન કરવાથી થાય છે પેમેન્ટ
ગ્રેટર નોઈડામાં પ્રોપર્ટી ડીલરની ફોર્ચ્યુનરમાં સળગાવીને હત્યા કરાઈ
વડોદરા :મહિલાને ડિજિટલ હાઉસ એરેસ્ટ કરી 4 કલાક વિડીયોકોલ પર ટોર્ચર કર્યું,પતિને ગોળી મારી દેવાની ચમકી આપી એક લાખ પડાવ્યા..
વડોદરા :સુરત,અમદાવાદ અને વડોદરા ઈન્કમટેક્સનું સર્ચ,બિલ્ડર લોબીમાં ફફડાટ…
સરકારે નોકરી આપવી નથી તો કંપનીઓ પાસે આશા રાખી શકીએ ખરાં?
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીનો સ્તુત્ય નિર્ણય
મેડીકલેઇમ પોલિસી જરૂરી
જમ્મુ-કાશ્મીર વિશેની ભ્રમણા દૂર થવી જોઈએ
VNSGUનું CGPA સોંઘું કે મોંઘું
ઈરાને કેવી રીતે સાયબર હુમલો કરીને ઈઝરાયેલના ગુપ્ત દસ્તાવેજો લિક કરી નાખ્યા?
જીવનનું મેનેજમેન્ટ
સુખ આનંદમાં અને આનંદની યાત્રા ઊર્જામાં પરિવર્તિત થાય છે
ખાલિસ્તાની આતંકવાદીઓના સમર્થનમાં કેનેડા અને યુએસ ભારતને શા માટે નિશાન બનાવી રહ્યા છે?
ચીન સાથે કરાર થયો: જો કે આમ છતાં ભારતે સાવધ રહેવું પડશે
મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમની પાસા હેઠળ ધરપકડ કરી ભાવનગર મધ્યસ્થ જેલમાં ધકેલાયો..
પરિણીતા પાસે દહેજની માગણી કરી મારમારી,ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ
ગાયે ભેટી મારતા ચાલતા જતા યુવકને ઇજા, એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..
PM મોદી અને સ્પેનના PM વડોદરા ખાતે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે
મોટરસાયકલની ચોરીના ગુનામાં રીઢો આરોપી મુદામાલ સાથે ઝડપાયો
શહેરના ગોલ્ડન ચોકડી નજીક એક યુવકને સાપ કરડતા એસ.એસ.જી.હોસ્પિટલમાં દાખલ
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા તમામ દુકાનદારો માટે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ધંધો રોજગારી કરવા માટે નો સમય આપતા વેપારી આલમ માં આનંદની લાગણી ફેલાઇ છે. તેના પગલે વડોદરામાં પણ સવારથી જ થી દુકાનો અને બજારો ખુલી ગયા હતા અને રોડ પરની ચહલ પહલ પુનઃ વેગ વંતી થઈ હતી. લોકોએ દુકાનો સાફ કરી દિવાબત્તી કરીને ધંધા રોજગાર શરૂ કર્યા હતા. સાથે બજારોમાં પનલોકોની અવરજવર વધારે પ્રમાણમાં જોવા મળી હતી.
રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં અસાધારણ માત્રામાં કેસો વધી જતાં ગત 28મીથી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની ચીજ વસ્તુઓ માટે આંશિક લોક ડાઉન જાહેર કર્યું હતું . આ લોક ડાઉન ને પગલે નાના વેપારીઓ સહિત છૂટક રોજગારી કરતાં વેપારીઓ માથે આર્થિક સંકટ ઉભું થયું હતું. ત્યારે અન્ય વેપારી સંગઠનો દ્વારા પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા લોક ડાઉન કરવાની હિમાયત કરવામાં આવતા રાજ્ય સરકારે આંશિક લોક ડાઉન લાદયું હતું.
હવે જ્યારે કોરોનાનાં કેસો ઓછા થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ વેપારીઓ માટે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી પોતાનો ધંધો રોજગાર કરવા માટેની અનુમતિ આપ્યા બાદ શહેરમાં સવારથીજ બજારો ખુલવા લાગ્યા હતા. વેપારીઓએ નવા ઉત્સાહ સાથે પોતાની દુકાનો ખોલીને ની સાફ સફાઈ કરી પૂજા કર્યા બાદ ધંધા રોજગાર શરૂ કર્યા હતા. 23 દિવસ બાદ વડોદરા શહેરમાં તમામ દુકાનો ખુલતા શહેરના બજારોની રોનક પરત આવી હતી અને બજારો માં ચહેલ પહેલ જોવા મળી હતી લોકો ઉત્સાહ સાથે સવાર થીજ દુકાનો ખોલલી ને સાફ સફાઈ કર્યાબાદ દિવાળીમાં દુકાન ખોલે તેરીતે આજે દુકાનો ખોલી હતી.
તેમજ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરી ને ધંધો રોજગારી કરતા જોવા મળ્યા હતા. ધંધો રોજગાર ખોલવાના પ્રથમ દિવસે બજારો ભીડ હતી પરંતુ ઘરાકી ઓછી જોવા મળી હતી. ત્યારે સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશનના મહામંત્રી પરેશ પરીખે જણાવ્યું હતું કે આજથી દુકાનો ખોલીને ધંધો કરવાની શરૂઆત કરી છે પરંતુ ખરો ધંધોતો બપોર બાદ શરુ થાય છે. ત્યારે આ રાહતનો કોઈજ ઉપયોગ નથી નાના વેપારીઓ તેમજ લઈ ગલ્લા વાળાઓ માટે જરૂરી છે પરંતુ હોટલ તેમજ ખાન પાન ની દુકાનોને ફક્ત ટેક અવે માટે જ પરવાનગી આપતા તેઓ નિરાશ થયા છે.
કારણ કે હોટલ તેમજ રેસ્ટોરંટ ઉદ્યોગ તો સાંજ બાદજ શરૂ થતો હોવાથી તેમને આ રાહતનો કોઈજ અર્થ નથી તેથી રાત્રે આઠ નવ વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવા માટેની માંગ કરવામાં આવી હતી. જેથી બધા વેપારીઓને રાહત મળે અને રોજગારી મેળવી શકે. બીજા એવો કેટલાયે ઉદ્યોગો એવા છે કે બપોર બાદ જ ઘરાકી નીકળે છે તેવા વેપારીઓએ પણ મોડા સુધી રોજગાર કરવા માટે જલ્દી પરવાનગી આપવા માટે માંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે મિની લોકડાઉન સતત વધારાતું હોવાથી જીવન જરૂરી ચિજો સિવાયના ધંધા રોજગારો બંધ થઇ ગયા હતા. જેના કારણે વેપારીઓ અને દુકાનદારો આર્થિક તંગી અનુભવી રહ્યા હતા.
વડોદરા શહેરમાં ગુજરાત સરકારે છુટછાટ આપ્યા બાદ સવારે 9 થી 3 માંડવી રોડ, મંગળબજાર, રાવપુરા રોડ, અલકાપુરી તેમાં કપડા, સાડી, ડ્રેસ, સાયકલબજાર, ઈલેકટ્રોનિકસ માર્કેટ, હોટલો ખુલી ગઈ હતી. શહેરમાં એક અઠવાડીયા માટે છુટછાટ ગુજરાત સરકારે આપતા જેતલપુર રોડ પર ફુટપાથ પર ખાણીપીણીની લારીઓ, ખુમચાવાળા ખૂલી જતાં લોકોએ ફૂટપાથ પર બેસી અલગ અલગ વાનગી, ગરમ નાસ્તો, જમવાનો સ્વાદ માણ્યો હતો અને આનંદ અનુભવ્યો હતો. અગાઉ 23 િદવસના લોકડાઉનના કારણે જીવન જરૂરી સીવાય બધાના ધંધા રોજગાર બંધ હતાં. જેના કારણે આર્થિક ગણતરીઓ ખોટી પડી ગઈ હતી. અને વેપારી દુકાનદારો આર્થિક તંગી અનુભવી રહ્યાં હતાં. જેમાં હવે મોટી રાહત થશે. તસવીર- ભરત પારેખ