Top News

More Posts

   The Latest

Most Popular

21મી સદીના કહેવાતા મહાન યોગગુરુ બાબા રામદેવજીનું માથું એટલા માટે દુખે છે કે તાજેતરના કોરોના વાયરસના ઉપદ્રવ સામે જેમ ઇશ્વર અલ્લાહ ગોડની પૂજા પ્રાર્થના બંદગીઓ, સાધુ સંતો, પીર, પયગંબર, ફકીર, ઓલિયા અને દેવી-દેવતાના કહેવાતા અવતારોના આશીર્વાદોની જેમ જ બાબા રામદેવજી મહારાજની યોગ વિદ્યા અને તેમની દિવ્ય આયુર્વેદિક મોંઘીદાટ દવાઓ પણ સરિયામ નિષ્ફળ ગઇ છે. અલબત્ત યોગ વિદ્યા દ્વારા શરીર તંદુરસ્ત, બળવાન અને સુદ્રઢ બને છે. તેમજ રોગ પ્રતિકારક શકિત વધે છે. એ હકીકત હોવા છતાન યોગ કેટલાંક બળવાન રોગોના હુમલાને રોકી શકતો નથી અને થઇ ગયેલા રોગોનો નાશ કરી શકતો નથી તેમજ અનેક સંયમી સાત્વિક તપસ્વી અને બ્રહ્મચારી યોગીઓ અસાધ્ય રોગોના શિકાર બની મરણને શરણ થયા છે એ હકીકતનો પણ આપણે સ્વીકાર કરવો જોઇએ. કોરોનામાં પણ કેટલાક યોગીઓના મૃત્યુ થયા જ છે. આશ્ચર્યની બાબત એ છે કે ઘણાં વિદ્વાનો આધુનિક વિજ્ઞાનને જ મૂળમાંથી ખોટું ગણે છે અને વળી પાછા તેઓ યોગને યોગ વિજ્ઞાન કહીને નવાજે છે. સ્વામી રામદેવજી મહારાજને આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ ખરા કે યોગને અને આયુર્વેદને આપ વિજ્ઞાન માનો છો કે નહીં? અલબત્ત એનો જવાબ હકારમાં જ હશે. ત્યારે એમને પ્રશ્ન છે કે યોગ વિજ્ઞાન અને આયુર્વેદ વિજ્ઞાન દ્વારા હાયપર ટેન્શન અને ડાયાબીટીશ જેવા અનેક રોગોનો સાચો અને સચોટ ઇલાજ કેમ શોધાયો નથી? તો પછી એ સંજોગોમાં સ્વામીજી એલોપથી સામે એવા સવાલ કેમ ઉઠાવે છે?
કડોદ-એન. વી. ચાવડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top