Top News

More Posts

   The Latest

Most Popular

ઉત્તર પ્રદેશના હરદોઈથી સગીર બાળકી સાથે ગેંગરેપનો ( gangrape) મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિશોરીને એકલા જોઇને અન્ય સમાજના 5 લોકોએ ગેંગરેપ કર્યો હતો . યુવતીના પરિવારે પાંચ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. મામલાની ગંભીરતા જોઇને એએસપી, સીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોની પૂછપરછ કરી હતી.ગેંગરેપની ઘટનામાં સામેલ પાંચ આરોપીઓમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને અન્યની શોધખોળ ચાલુ છે. પોલીસે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

15 વર્ષના સગીર સાથે ગેંગરેપ
આ કિસ્સો હરદોઈના સાંદી વિસ્તારના એક ગામનો છે. પીડિતાના ભાઈએ પોલીસને જણાવ્યું કે 15 જૂને ઘરના બધા લોકો કાકાના છોકરાના લગ્નમાં ગયા હતા. તેની માતાનું નિધન થઈ ગયેલું છે અને પિતા રોડવેઝ બસ ડ્રાઇવર છે. ઘટના સમયે તેની બહેન ઘરે એકલી સૂતી હતી.

ત્યારબાદ ગામના પાંચ છોકરાઓ ઘરમાં ઘૂસી ગયા અને તેની બહેનને બંદૂક બતાવી સાથે લઇ ગયા. આ પછી તેને ખેતરમાં લઇ જઈ પાંચે લોકોએ તેની બહેન સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે ઘરના લોકો લગ્નમાંથી ઘરે પાછા આવ્યા ત્યારે પીડિતાએ આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી
પીડિતાના ભાઈએ જણાવ્યું હતું કે પાંચેય યુવકોએ તેની બહેનને ધમકી આપી હતી કે જો તેણીને કોઈને કહેશે તો તેણી અને તેના પરિવારજનોને મારી નાખશે. આ ઘટના બાદ તેની બહેન ડરી ગઈ છે. આ ભાઈનું કહેવું છે કે આરોપીઓ ધમકાવી રહ્યા છે અને ફરિયાદ લખવી તો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.

આ કેસમાં એએસપી અનિલકુમાર યાદવે કહ્યું કે સામુહિક બળાત્કારની એફઆઈઆર નોંધાયા બાદ પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને બક્ષવામાં આવશે નહીં.

To Top