Sanidhya

સ્ત્રી પ્રેમ પામવા સેકસ આપે છે

સમસ્યા: મારી ઉંમર 40 વર્ષની છે. લગ્નને 23 વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે પરંતુ છેલ્લાં ઘણાં વર્ષો સાચું કહું તો શરૂઆતનાં એક-બે વર્ષ પછી જ મારા પતિને માત્ર સેક્સ ભોગવવામાં જ રસ છે. જ્યારે મને ઇચ્છા થાય કે સેક્સ પહેલાં તેઓ મારી સાથે પ્રેમભર્યા શબ્દોની આપલે કરે, મારા વખાણ કરે વગેરે પરંતુ તેમને આ બધું ગમતું નથી. આના કારણે મને ઘણી વાર લાગી આવે છે શું દરેક પુરુષ આવા જ હશે?

ઉકેલ: આપનો પ્રશ્ન એ અનેક સ્ત્રીઓનો પ્રશ્ન છે. ઘણા યુગલો સમય જતાં બીબાંઢાળ, યાંત્રિક રીતે કરાતા ક્ષણજીવી સમાગમ પૂરતા જ નજીક આવતા હોય છે. પુરુષોને લાગે છે કે તેઓ સ્ત્રીઓ વિષે બધું જ જાણે છે. કદાચ જાણતા હશે પરંતુ પત્ની સિવાયની સ્ત્રીઓ માટે. સમાગમ પહેલાં જો પત્નીને બે વાર પણ પગમાં નાની અમથી ઠોકર વાગશે તો પણ પતિ કહેશે કે “જાનુ વધારે તો વાગ્યું નથી ને” અને એ જ પત્નીને સમાગમ પતી ગયા પછી એકાદ વાર પણ ઠોકર લાગી જશે તો એ જ પતિનું વાક્ય બદલાઇ જશે. તે કહેશે કે “દેખાતું નથી? જોઇને ચાલવામાં શું વાંધો આવે છે?” કોઇકે સાચું જ કહેલું છે કે ‘સ્ત્રી પ્રેમ પામવા સેકસ આપે છે, જ્યારે પુરુષ સેકસ મેળવવા પ્રેમ કરે છે’.

આપ પ્રેમ ઇચ્છો છો. આપના સૌંર્દયના વખાણ ઇચ્છો છો (જે 90 વર્ષની સ્ત્રી પણ ઇચ્છતી હોય છે) આ નોર્મલ વાત છે. અને દરેક પતિએ આ સમજવાની જરૂર છે પરંતુ આ અંગે પતિને ટોકવાને બદલે એમને સમજાવો, તેમને રસ પડે તેવી વાતો કરો. પ્રેમાલાપ, આત્મીયતા, વિવિધ જાતીય રમતો એ મજબૂત જાતીય જીવનનો આધારસ્તંભ છે. દરેક યુગલે સમજવું જોઇએ. એ માટે નિકટતા વધે એવા પ્રસંગો ઊભા કરો. સંબંધને સાહજિક બનાવો. એક સાંજે બધું ભૂલી જઇ 10 વર્ષ પહેલાંની ક્ષણો તાજી કરો. નાની, ઉછળતી નવપરિણીત કન્યા બની જાવ. શક્ય છે પતિના જીવનમાં આવી જીવંત પળો નવો પ્રાણ પૂરે દે!

મુખમૈથુન અંગે વિસ્તૃત માહિતી આપશો
સમસ્યા: હું અને મારી પત્ની સંભોગ દરમ્યાન મુખમૈથુન કરવા માટેની તીવ્ર ઇચ્છાઓ દાખવીએ છીએ પરંતુ ‘HIV’ એઇડ્સ થવાના ડરથી અમે તે ક્રિયાથી દૂર રહીએ છીએ તો મુખમૈથુન વિશે વિસ્તૃત જાણકારી આપીને તેનાથી એઇડ્સ થાય કે નહીં તેની સ્પષ્ટ જાણકારી આપવા મહેરબાની કરશો.

ઉકેલ: સૌ પ્રથમ તો આપને જણાવી દઉ કે મુખમૈથુન એ એકવીસમી સદીની દેણ નથી. હજારો વર્ષોથી પ્રચલિત જાતીય જીવનનો ભાગ છે. લગભગ ઇસવીસનની શરૂઆતથી આ પધ્ધતિ પ્રચલિત હોવાનું મનાય છે. લગભગ 2000 વર્ષ પૂર્વે વૈદિક સર્જન સુશ્રુતે પણ દંતક્ષતથી ઘવાયેલ ઇન્દ્રિયની સારવાર વિષે લખેલ છે. લોકોની જાતીય જિંદગી વિવિધ ટેવોથી ભરેલ હોય છે. એમાંથી મોટાભાગની ટેવો આનંદપ્રદ અને બિનહાનિકારક હોય છે. ઓરલ સેકસ અર્થાત મુખમૈથુન પણ આવી જ એક ટેવ છે પરંતુ તેની એક શરત છે પતિપત્નીએ લગ્નેતર સંબંધથી દૂર રહેવું જોઇએ જેથી તેઓને HIV/ એઇડ્સ ના હોય. ટૂંકમાં જો બન્નેમાંથી એક પણ જણાને HIVના હોય તો મુખમૈથુન એઇડ્સ માટે સેફ છે. મુખમૈથુન વખતે બન્ને વ્યક્તિના પ્રાઇવેટ ભાગની સફાઇ અને ચોખ્ખાઇ હોવી જરૂરી છે. વીર્ય મોંમાં જવાથી ગર્ભાવસ્થા રહેતી નથી તેમ જ અન્ય કોઇ નુકસાન થતું નથી તમે વીર્યને બહાર થૂંકી કાઢી શકો અથવા ગળી પણ જઇ શકો. શારીરિક રીતે આ બન્નેમાં કશું ખોટું નથી પરંતુ વીર્ય મોઢામાં જવાથી અણગમો કે ઉબકો આવે તો એવું ન થવા દેવું જોઇએ. સૌથી મહત્ત્વનું એ છે કે, આ પ્રકિયા પતિપત્ની બન્નેની ઇચ્છા હોય તો જ કરવી. મિત્રો મુખમૈથુન આપણા દેશમાં કાયદાની નજરે ગુનાપાત્ર ક્રિયા છે એ યાદ રાખશો.

મારે બાળક નથી
સમસ્યા: મારી ઉંમર 34 વર્ષની છે. મારો સવાલ એ છે કે લસણ, ડુંગળી ખાવાથી શુક્રાણુ વધે કે ઘટે અને રોજિંદા ખોરાકમાં શું ખાવાથી શુક્રાણુ વધે? મારે બાળક નથી. તો યોગ્ય જવાબ આપવા વિનંતી છે.

ઉકેલ: બાળક ના હોવા માટે સ્ત્રી અથવા પુરુષ અથવા બન્ને પણ જવાબદાર હોઇ શકે છે. બાળક થવા માટે માત્ર શુક્રાણુની સંખ્યા જ નહીં પરંતુ તેની હલન-ચલન શક્તિ પણ જોવી જરૂરી છે અને તેમાં રહેલી કમીનું કારણ જાણવું અગત્યનું છે. ચિત્રકામ કરવા માટે કપડું સાફ હોવું જરૂરી છે. તે જ રીતે શુક્રાણુ વધારવાની દવા કરાવતા પહેલાં રોગનું મૂળ દૂર કરવું આવશ્યક છે. લસણ અથવા ડુંગળી ખાવાથી શુક્રાણુની સંખ્યા ઉપર કે જાતીય જીવનમાં કોઇ જ ફેર પડતો નથી. પિતા બનવા માગતા પુરુષોએ વિટામિન ‘સી’વાળો ખોરાક, કઠોળ અને ઓછી ફેટવાળું દૂધ આહારમાં લેવું જોઇએ. સાથે સાથે તમાકુ, સિગારેટ, બીડી, શરાબ અને માંસાહાર (ઇંડાસહિત)નો ત્યાગ કરવો જોઇએ પરંતુ માત્ર એકલો આહાર ક્યારેય મદદરૂપ થતો નથી. આ માટે સચોટ નિદાન અને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. સારવારથી શુક્રાણુની સંખ્યા ચોક્કસ વધી શકે છે.

Most Popular

To Top