National

ગુજરાત સહિત આ રાજ્યો પર થશે હુમલા: અલ કાયદાએ આપી ધમકી

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન (Terrorist organization) અલ કાયદાએ દિલ્હી (Delhi) સહિત ભારતના (India) ગુજરાત, UP,બોમ્બે અને દિલ્હીમાં હુમલો (Attack) કરવાની ધમકી આપી છે. ન્યૂઝ ચેનલ પર ડિબેટ (Debate) દરમિયાન બીજેપી (BJP) પ્રવક્તાની ટીપ્પણીના વિવાદ વચ્ચે આતંકી સંગઠને એક નિવેદન જારી કરીને હુમલાની ધમકી આપી છે. તેણે જણાવ્યું કે અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરનારાઓને અમે મારી નાંખીશું. તેમના નિવેદનોથી વિશ્વભરના મુસ્લિમોની ભાવનાને ઠેસ પહોંચી હતી. સંગઠને જણાવ્યું હતું કે અમે અમારા શરીર અને અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો બાંધીશું અને હુમલો કરીશું. અલ કાયદાએ સત્તાવાર રીતે ઘમકી આપી છે કે ગુજરાત, UP,બોમ્બે અને દિલ્હીમાં આત્મઘાતી હુમલા કરવા તેઓ તૈયાર છે. આ સાથે તેણે કહ્યું છે કે હવે જલ્દીથી ભાજપનો (BJP) અંત આવશે.

  • ગઝવા-એ-હિંદ ભારત પ્રત્યે આતંકવાદીઓ અને કટ્ટરપંથી જૂથોની આક્રમક વિચારસરણી ધરાવે છે
  • ગુજરાત, UP,બોમ્બે અને દિલ્હીમાં હુમલોકરવાની ધમકી આપી
  • અલ કાયદાએ કહ્યું છે કે હવે જલ્દીથી ભાજપનો અંત થશે
  • અલ કાયદા અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી ગેંગ
  • AQIS એ માર્ચ 2020 માં તેના મેગેઝિનનું નામ ‘નવા-એ-અફઘાન જેહાદ’ થી બદલીને ‘નવા-એ-ગઝવા-એ-હિંદ’ કરી દીધું

AQIS ની નજર ભારત પર છે. આ અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી ગેંગ છે. આ આતંકવાદી જૂથો ગઝની, હેલમંડ, કંદહાર, નિમરુજ, પક્તિકા, જાબુલ રાજ્યોમાં કાર્યરત છે. ઓક્ટોબર 2015 માં કંદહારમાં યુએસ અને અફઘાનિસ્તાનના સંયુક્ત ઓપરેશન પાર પાડયા પછી તેઓ શાંત થયા છે. AQIS એ માર્ચ 2020 માં તેના મેગેઝિનનું નામ ‘નવા-એ-અફઘાન જેહાદ’ થી બદલીને ‘નવા-એ-ગઝવા-એ-હિંદ’ કરી દીધું હતું. આ સૂચવે છે કે આતંકવાદી જૂથ ભારતમાં ગતિવિધિઓ વધારી રહ્યું છે.

ગઝવા-એ-હિંદ ભારત પ્રત્યે આતંકવાદીઓ અને કટ્ટરપંથી જૂથોની આક્રમક વિચારસરણી ધરાવે છે. ઇસ્લામિક કટ્ટરવાદી જૂથો માને છે કે ભારતીય ઉપખંડમાં મુસ્લિમો અને બિન-મુસ્લિમો વચ્ચે મોટું યુદ્ધ થશે. આમાં મુસ્લિમો જીતી જશે અને સમગ્ર ઉપખંડ પર કબજો કરશે. પાકિસ્તાનમાં મોટાભાગના આતંકવાદી નેતાઓ અને ધાર્મિક નેતાઓ ગઝવા-એ-હિંદને ટાંકીને ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલામાં મુસ્લિમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા રહે છે.

હાલમાં સુરક્ષા એજન્સીઓ હવે સોશિયલ મીડિયા પર જારી કરાયેલા આ પત્રની તપાસ કરી રહી છે. એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પત્ર કોણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

Most Popular

To Top