સુરત: સુરત(Surat) શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી(Rain) માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરનાં રસ્તા(Raod)ઓ પાણી-પાણી થઇ ગયા છે. વરસાદનાં પગલે...
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અગ્નિપથ (Agneepath) યોજનાને (Yojana) લઈને વિરોધ થઈ રહ્યો છે. યુવાનો આ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતરી...
મીનાબેન વ્યાસ હાલ મુંબઈ સ્થિત નિવૃત્ત શિક્ષક પણ મૂળ સૂરતી. પિતા ગિજુભાઈ ભટ્ટ સ્વાતંત્ર્ય સેનાની અને વરાછા ગુરુનગર સોસાયટીના ગુરુગણ વચ્ચે ઉછરેલું...
કદમદાસ બાઉલનો આશ્રમ લગભગ 60 Km દૂર હતો. અમે રધુનાથગંજ પહોંચ્યા હતા. ત્યાં સમાચાર મળ્યા કે તમે મહોત્સવ (માચ્છાબ)માં કેમ ન પહોંચ્યા?...
અગાઉના લેખમાં બ્રહ્માજી દ્વારા માનસપુત્રોની ઉત્પત્તિની સમજૂતીમાં પહેલા માનસપુત્ર ‘મરિચી’ થી ‘કશ્યપ’ થયા અને કશ્યપના લગ્ન ‘દક્ષ પ્રજાપતિ’ની 12 પુત્રીઓ સાથે થયા...
ઇસુ ખ્રિસ્તની સોચ સામાન્ય માણસો કરતાં ઘણી ઊંચી હતી. તેઓ કહે છે, ‘તમારા શત્રુઓને પણ ચાહો.’ પ્રાચીન શાસ્ત્રોમાં લખ્યું છે : ‘Tit...
લક્ષ્મીદેવીએ કહ્યું, ‘હે પ્રભુ! આપ તો 14 ભવનના અધિપતિ છો. 33 કરોડ દેવદેવતાઓના સ્વામી છો અને બ્રાહ્મણ ઋષિ વૈકુંઠમાં આવીને તમારા પર...
યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહારાજ ધૃતરાષ્ટ્ર માટે સંદેશો મોકલ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો આ સંદેશ કહે છે –(શ્લોક – 40થી...
સુરત(Surat): સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરફાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં...
વાપી : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) ચારરસ્તા પરના ફલાય ઓવર બ્રિજ (Fly Over Bridge) ઉપર શનિવારે એક સાથે એક પાછળ એક 8...
માનસી ગંગા ગોવર્ધન ગામની મધ્યમાં છે. પરિક્રમા કરતી વખતે, તે જમણી બાજુએ પડે છે અને પૂંછરીના લોટાથી પાછા ફરતી વખતે, તે ડાબી...
ઘણા બધા વિદ્વાનોનું માનવું છે વેદ, વેદાંગ અને ઉપનિષદો એટલા બધા ગૂઢ અને રહસ્યોસભર છે કે જેને સમજવા માટે સામાન્ય માણસોની મતિ...
આપણે ભગવાનના પ્રશાસન અને નિયમનની વિશિષ્ટ શક્તિની વાત સમજ્યા. હવે આ અંકમાં ભગવાન પોતાની સર્જન અને વિસર્જન શક્તિની વાત કરે છે. ભગવાનની...
હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા (Limodra) ગામની ભાગોળે માટી ખોદકામ કરાયેલા ઊંડા તળાવમાં (lake) આઠ વરસની બાળકી તેમજ દસ...
ક્રિકેટની રમતના નિર્ણાયકને આપણે અમ્પાયર કહીએ છીએ અને આ સંસારની રમતના અમ્પાયરને આપણે પ્રભુ કહીએ છીએ. ક્રિકેટના અને વિશ્વના અમ્પાયર વચ્ચે ભેદ...
એક મોટા શહેરમાં સેંકડો મજૂરોને રોજગારી આપતી કાપડની એક મિલ હતી. એક દિવસ તેના તમામ યંત્રો બંધ પડી ગયા. માલિકે જાણકાર ઈજનેરોને...
આપણી સામે પાપ અને પુણ્યની કલ્પના છે અને પોતાની સમજ પ્રમાણે માણસ જીવન વ્યતીત કર્યા કરે છે. કયારેક સ્વાર્થવશ માણસ અનિચ્છાથી પણ...
સુરત: (Surat) સુરતના સરથાણા ખાતે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરને (Builder) તેના ભાગીદારે હિસાબમાં લેવાના થતા રૂપિયા બાબતે ફોન ઉપર ધમકી (Threat)...
ભરૂચ: (Bharuch) જંબુસરના પીલુદ્રા ગામે ખેડૂત પરિવાર ઘરને તાળું મારી બહાર સૂતો હતો. ત્યારે તસ્કરો (Thief) ઘર ખોલી અંદરથી રોકડા અને સોના-ચાંદીના...
ગાંધીનગર: (Gandhinagar) શનિવારે કચ્છના આકાશમાં અચાનક ઊડતી ટ્રેન (Train) જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે લોકોએ ધાબે ચડીને આ નજારો જોયો...
ભરૂચ: (Bharuch) રવિવારે સવારે ભરૂચ જિલ્લાના ૭ તાલુકામાં મેઘરાજાનું (Monsoon) આગમન થયું હતું. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માત્ર ૬ કલાકમાં સૌથી વધુ સવા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે લકઝરી બસનાં (Bus) ચાલકે કાર તથા મોટરસાયકલને ટક્કર મારી...
ગાંધીનગર: રાજ્યમાં રીમઝીમ વરસાદનું (Rain) આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા...
છત્તીસગઢ: ડોકટરને (Doctor) પણ ભગવાનનું સ્થાન આપવામાં આવતું હોય છે કારણકે તે મનુષ્યનો જીવ બચાવવાનું કાર્ય કરે છે. પરંતુ જો તે જ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બિનજરૂરી ખર્ચમાં (expenses) કાપ મૂકવા માટે ગંભીર બની છે. ખર્ચમાં કાપ મૂકવાની કવાયતને કારણે નાણા મંત્રાલયે (Ministry of Finance)...
નવી દિલ્હી: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે તેમની માતા હીરાબેનને (Hirabaa) તેમના 100માં જન્મદિવસ પર મળ્યા હતા અને તેમના...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના (UP) અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો (Video) વાઇરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે પણ સ્તબઘ થઈ જશો. એક દંપતી હોસ્પિટલથી...
ભારતીય-અમેરિકન મહિલા રાધા આયંગર પ્લમ્બને પેન્ટાગોનમાં મોટી જવાબદારી મળી છે. તે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને...
તમિલનાડુ: આમ તો સમગ્ર દેશમાં શિક્ષિત બેરોજગારીનું (Educated unemployment) પ્રમાણ ઊંચુ છે. મોટેભાગના યુવક-યુવતીઓએ યોગ્ય શિક્ષણ (Education) લીઘા પછી પણ બેરોજગારીનો સામનો...
વાંસદા: વાંસદાના (Vansada) ગંગપુર ગામે ખેડૂતો માટે સરકારી યોજનામાંથી (Yojana) બનાવવામાં આવેલા કોઢારના કામમાં કોન્ટ્રાકટરે (contractor) બેદરકારી રાખી છે, તેમજ અનેક લાભાર્થીઓના...
ઈન્ડિગો પર મોટી કાર્યવાહી, વિન્ટર શિડ્યુલમાં 5 ટકા ફ્લાઈટ્સ ઘટાડવા DGCAનો આદેશ
IPL-2026ના ઓક્શનનું લિસ્ટ તૈયાર, 350 ખેલાડીઓની થશે હરાજી
અમરાવતી નદીના પટના પાલવે ઝૂલતું અંકલેશ્વર તાલુકાનું ગામ : મોતાલી
રસોડું જ આપણું સાચું દવાખાનું છે, દવાખાને જવાની જરૂર નથી
ઝઘડિયા GIDCમાં નાઇટ્રેક્સ પ્લાન્ટ બ્લાસ્ટથી ધણધણ્યો, કેટલાક કામદારો ઇજાગ્રસ્ત
બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતા લેસ્ટરમાં ભારતીયોની પાન-માવા ખાઈને
‘ગુજરાતમિત્ર’ની એક ઝલક સુહાની
ધાર્મિકતા અને માનવતા
સૌથી મહત્ત્વનો ગુણ ઈમાનદારી
નવા બજારમાં હોમ ડેકોરની દુકાન ભડકે બળી, લાખોનું નુકસાન
સા’બ કીધૂરસે આતે હો..
ફતેગંજ વિસ્તારમાં ટેક્સી પાર્સિંગ કારનો અકસ્માત, ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ
“ ડીસેમ્બરમાં પણ કોલેજમાં પ્રવેશનો ધંધો ચાલુ “..આવું નવી શિક્ષણ નીતિમાં છે ?
મુજમહુડા વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો
વિકાસની ગતિ જળવાઇ રહેવી જોઇએ
ગોવા અગ્નિકાંડના આરોપીઓ થાઈલેન્ડ ભાગી ગયા, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માંગી
નવજોત કૌર સિદ્ધુ કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી
જાપાનના ઉત્તરી કિનારા પર 7.2 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી
વડોદરા: ઓનલાઈન હાજરી સિસ્ટમ સામે સફાઈકર્મીઓ લાલઘૂમ
ઈન્ડિગોની મુંબઈ-દિલ્હીની ફ્લાઈટ કેન્સલ : એર ઈન્ડીયા દ્વારા દિલ્હીની એક્સ્ટ્રા ફ્લાઈટ મુકાઈ
વડોદરા મનપાની સામાન્ય સભા: પ્લેનેટોરિયમમાં ‘ખોજ મ્યુઝિયમ’ની સ્થાપના, શિક્ષણ સુધારણા સહિત 25 કરોડથી વધુના કામો રજૂ થશે
રાજમહેલ રોડ પર ખોદકામ વખતે પાણીની નલિકામાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ
વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ
રાજનાથ સિંહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું- વંદે માતરમ પૂર્ણ છે, તેને અપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો
મકરપુરા GIDC રોડ પરની વાસણની દુકાનમાંથી ₹65,000 રોકડા અને 10 તોલા સોનું ચોરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની ધો.10-12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત વધારાઈ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીનું મુખ્ય પ્રવેશ દ્વાર ફરીથી બંધ કરી દેવાયું
છોટાઉદેપુરના જળ આધાર ચેકડેમની પ્લેટો પાણીમાં તણાઈ ગઈ
શહેરા ભાગોળ રેલવે અંડરબ્રિજનું કામ ૩ વર્ષથી ટલ્લે ચઢતા લોકો ત્રાહિમામ
ભારતીય માલ હવે રશિયામાં 40 ને બદલે 24 દિવસમાં પહોંચશે, નવા કોરિડોરથી 6,000 કિમીની બચત થશે
સુરત: સુરત(Surat) શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી(Rain) માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરનાં રસ્તા(Raod)ઓ પાણી-પાણી થઇ ગયા છે. વરસાદનાં પગલે સુરત શહેરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી અને બફારાથી અકળાઈ ઉઠેલા સુરતીલાલાઓને વરસાદથી રાહત મળી છે. વરસાદના પગલે વહેલી સવારે કામ-ધંધા અર્થે જતા લોકો તેમજ શાળાએ જતા બાળકોને થોડી તકલીફનો સામનો કરવો પડતો હતો. જો કે જે પ્રકારે સુરત શહેરમાં અવિરત મેઘ મહેર થઇ રહી છે તેના પગલે વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા દિવસમાં સમયે પણ રાત્રી જેવું અંધારું છવાઈ ગયું છે. સુરત શહેરમાં સવારના 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ખાડા- ખાબોચિયા ભરાઈ ગયા છે. જેના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.
સુરતમાં વરસાદી માહોલ વચ્ચે કોઝવેનો અદભુત નજારો, જુઓ Video#ગુજરાતમિત્ર #surat #Rainfall #Monsoon #Cozway #TapiRiver pic.twitter.com/ZQEcJpA1pH
— Gujaratmitra (@Gujaratmitr) June 20, 2022
સુરત શહેરમાં સવારનાં 8 વાગ્યા સુધીના વરસાદનાં આંકડા
સુરત શહેરમાં સવારે 8 વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ(Rainfall) નોંધાયો છે. સૌથી વધુ શહેરના સાઉથ ઝોનમાં 36 મીમી વરસાદ નોંધાયો છે.
સેન્ટ્રલ ઝોન – 14 mm
વેસ્ટ ઝોન – 3 mm
નોર્થ ઝોન – 11 mm
ઇસ્ટ ઝોન (એ) – 34 mm
ઇસ્ટ ઝોન (બી) – 18 mm
સાઉથ ઝોન – 36 mm
સાઉથ વેસ્ટ ઝોન – 15 mm
સાઉથ ઇસ્ટ ઝોન – 34 mm
સુરતમાં વરસાદનાં પગલે ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા#ગુજરાતમિત્ર #Surat #Rainfall #Monsoon #BhagvanmahavirCollage pic.twitter.com/rEOOGatDGW
— Gujaratmitra (@Gujaratmitr) June 20, 2022
ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાયા
સુરતમાં અવિરત મેઘમહેરના પગલે શહેરનાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતનાં વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજ પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી
વરસાદના પગલે તાપીમાં નવા નીર આવ્યા, કોઝવેની સપાટીમાં વધારો
સુરત શહેરમાં ચોમાસુ શરૂ થતાં જ તાપી નદી(Tapi River)માં નવા નીર આવ્યા છે. તેમજ કોઝવે(Kozway)ની સપાટીમાં વધારો નોંધાયો છે. વહેલી સવારે કોઝવેની સપાટી 5.33 મીટર નોંધાઈ હતી. જ્યારે કોઝવે પર પાણી હાલ 5.49 મિટર પર વહી રહ્યું છે. વિયર કમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે. 1 જ દિવસમાં કોઝવેની સપાટી 5 મીટરથી વધીને 5.49 મીટર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જો આગાહી પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરવાની ફરજ પડશે. વરસાદી માહોલ વચ્ચે કોઝવે પર અદભુત નજરો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં ગરમીનાં કારણે સુકાઈ ગયેલી તાપી નદીમાં પણ નવા નીર આવતા ખળખળ વહેવા લાગી છે.
કોઝવેની સપાટી : 5.49 મીટર
ઉકાઈની સપાટી : 315 ફૂટ
વરસાદનાં પગલે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
સુરતમાં છુટોછવાયા વરસાદી ઝાપટાં બાદ લિંબાયત, કતારગામ, વેડરોડ, પાલનપોર, પુણા સહિતના વિસ્તારોમાં પાણીના ખાડા- ખાબોચિયા ભરાઈ ગયા છે. જેના પગલે આ વિસ્તારોમાં મચ્છરના ઉપદ્રવની ફરિયાદો ઉઠી છે. મચ્છરોનાં ઉપદ્રવનાં કારણે સ્થાનીકોમાં ડેન્ગ્યૂ, તાવના પાણીજન્ય રોગો થવાનો ભય ફેલાઈ રહ્યો છે. જો કે વરસાદનાં કારણે ભરાતાં પાણીને દૂર કરી મચ્છરોનાં ઉત્પત્તિ સ્થાનો શોધી નાબૂદ કરવા અને તાવના લક્ષણો જણાતાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા કમિશનરે અપીલ કરી છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, ઘરમાં લાર્વા મોટા થઈ ને મચ્છર બને તે પહેલાં જ આવા ઉત્પત્તિ સ્થાનોને શોધી નાબૂદ કરો,પાલિકાના વીબીડીસી વિભાગ પણ મચ્છર ઉત્પત્તિ સ્થાન શોધી નાબૂદ કરે છે. મચ્છરોની ઉત્પત્તિને રોકવા પીપ, કેરબા, ડોલ અને ડ્રમને કાથાની દોરી વડે ઘસી સુકવીને પછી જ પાણી ભરો, તાવનાં લક્ષણ જણાતાં નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ લેવી તેવી અપીલ કરવામાં આવી છે.