Top News

More Posts

   The Latest

Most Popular

આપણા જાડી ચામડીના શાસકોને માટે પાઠ સમાન ઘટના જોર્ડનમાં બનવા પામી છે. જયાં એક સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે છ દર્દીઓનાં મોત નીપજતાં ત્યાંના સ્વાસ્થ્ય મંત્રી નાદીર ઉબેન્નતને પ્રધાનમંત્રી બશર ઉલ ખસાવના સમક્ષ રાજીનામું ધરી દીધું. મડદા પર રાજકારણ ખેલતાં આપણા શાસકોએ જોર્ડનના સ્વાસ્થ્ય મંત્રી પાસેથી ધડો લેવો જોઇએ.વિશ્વમાં વેક્સિનનું સૌથી વધુ ઉત્પાદન કરતાં ભારતની વેક્સિનને વિદેશોમાં મોકલી આપીને વાહવાહી મેળવી દેશની પ્રજાને મોતના હવાલે કરનાર શાસકો માટે જોર્ડનની ઘટના અનુકરણીય બની રહેવી જોઇએ. નહિ તો કોરોના તો હજુ ગયો નથી અને ચૂંટણીઓની મોસમ તો આવતી જ રહેશે ત્યારે પુનરાવર્તનને અવકાશ છે જ.

સુરત     – કલ્પના બામણીયા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top