National

4 મહિના પહેલા CM બનેલા તીરથસિંહ રાવતનું રાજીનામું,પાર્ટીનો આભાર માન્યો

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ( cm tirthsinh raval ) રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. અને રાજીનામું આપી દીધા બાદ તેમણે સીએમ બનવાની તક આપવા બદલ પાર્ટી હાઈ કમાનનો આભાર વ્યક્ત કર્યો હતો.તીરથ સિંહ રાવતે કહ્યું, ‘હું પીએમ મોદી ( pm modi) , પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષ જે પી નડ્ડા ( j p nadda) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ( amit shah) નો આભાર વ્યક્ત કરું છું. કેન્દ્રીય નેતૃત્વ સમય સમય પર મને તક આપી. તે બદલ હું પાર્ટી હાઈ કમાનનો આભાર માનું છું.’

રાત્રે 10 વાગ્યે રાવતે પ્રેસ કોન્ફરન્સ ( press conferance) કરી હતી. જેમાં તેમણે પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી હતી. ત્યારપછી તે કોન્ફરન્સ પૂરી કરીને જતા રહ્યા હતા. પત્રકારોએ તેમને રાજીનામા અંગે પણ સવાલો પૂછ્યાં હતા, પરંતુ તે જવાબ આપ્યા વગર જતા રહ્યા હતા.પહેલા વાતો સામે આવી રહી હતી કે તીરથ સિંહ રાવત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામુ આપી ચૂક્યા છે. હવે રાજ્યના નવા મુખ્યમંત્રના પદ પર ધનસિંહ રાવત અને સતપાલ મહારાજ બેસી શકે છે, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને રાજ્યના સેન્ટ્રલ સુપરવાઈઝર બનાવ્યા છે. તે શનિવારે બેઠકમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી બન્યા પછી ભાજપને સતત વિવાદિત નિવેદનો આપતા તીરથસિંહ રાવતે સાડા ત્રણ મહિનામાં રાજીનામું આપી દીધું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ દિલ્હી બોલાવીને તેમના રાજીનામાની માગ કરી હતી અને તેમણે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને રાજીનામું પણ સોંપી દીધું છે.

કુંભ ( kumbh) દરમિયાન તીરથ સિંહ રાવતે જેવી રીતે ભીડ એકઠી થવા માટે છૂટ આપી હતી અને ત્યારપછી કોરોના ( corona) તપાસના નામે જે કૌભાંડો બહાર આવ્યા તેમાં એના નજીકના લોકો સામેલ હતા. આ ઘટસ્ફોટો થતા એમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. આમ પણ તીરથ જેવી રીતે કામ કરી રહ્યાં હતા એના પરથી લાગતું હતું કે આગામી ચૂંટણીમાં એમનું પત્તું સાફ થઈ જશે. જોકે, ભાજપ તિરથને કેન્દ્રમાં પણ પદ આપી શકે છે, કેમ કે તે પૌડી ગઢવાલ બેઠક પરથી સંસદ પણ છે.

Most Popular

To Top