Top News

More Posts

   The Latest

Most Popular

નેત્રંગના મોરીયાણા ગામેથી પસાર થતી અમરાવતી નદી પરના ચાર દાયકા જુના જર્જરિત પુલના પીલરના પોપડા નીકળી જતા તંત્રએ માત્ર મરામતમાં પ્લાસ્ટર ચોપડીને મેકઅપ કર્યો છે. બહારથી મેકઅપ કરવાથી પુલનું મજબૂતાઈ વધતી નથી એ વાસ્તવિકતા છે. ભ પીલરો કે રેલીંગ તૂટી પડે તેવી દહેશત છે. નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામમાંથી પસાર થથી અમરાવતી નદી પર માર્ગ-મકાન વિભાગે 37 વર્ષ પહેલા બનાવેલો પુલ જર્જરિત હાલતમાં છે.

પુલની નીચેના પીલરોમાં કોન્ક્રીટના પોપડા નીકળી જતા સળિયા દેખાવા મળ્યા છે. આ પુલ ગમે ત્યારે પડવાની સંભાવનાને લઈને વટેમાર્ગુઓ માટે જોખમકારક બની ગયો છે. આ પુલને તૂટી જાય તો રોજના ૩૦૦૦થી વધુ રહીશો સંપર્ક વિહોણા થઇ જાય એમ છે તેમજ મોરીયાણાથી નેત્રંગની શાળાઓમાં અભ્યાસ વિદ્યાર્થીઓ, રોજગારી મેળવતા યુવાનો તેમજ ખેતમજુરી કરનારા મજુરવર્ગ માટે ભારે હાલાકીનો સામનો ભોગવવો પડે એમ છે તેમજ ઘરવખરી સમાન ખરીદી કરવા અને અન્ય ગામોમાં જવા માટે ૪ કિલોમીટરનો ફેરાવો ફરવો પડે એમ છે. જે રીતે રીપેર થયો એ સરકારી તંત્રએ છટકબારી શોધી છે. ક્યારેક ચોમાસામાં આ નદીમાં ઘોડાપુર આવે તો આ પુલ જમીનદોસ્ત થાય એ સત્ય નકારી શકાય એમ નથી. જે માટે ગ્રામજનોએ જર્જરિત પુલનું નવનિર્માણ કરવા માંગ કરી છે.

‘ગુજરાતમિત્ર’માં અહેવાલ બાદ તંત્ર રિપેરીંગ માટે કામે લાગ્યું
“નેત્રંગનો અમરાવતી નદી પરનો પુલ જર્જરિત” આ અહેવાલ ‘ગુજરાતમિત્ર’માં પ્રસિદ્ધ માર્ગ અને મકાન વિભાગે આળશ ખંખેરીને પુલનું રિપેરીંગનું કામ હાથ પર લીધું હતું. ગ્રામજનોની માંગ છે કે આ બ્રિજ નવો બનાવવાની છે.

To Top