National

રાજસ્થાનનાં બાબા શ્યામના માસિક મેળામાં નાસભાગ થતા 3 મહિલાના મોત, અનેક ઘાયલ

રાજસ્થાન: રાજસ્થાન(Rajasthan)ના ખાટુ શ્યામજીમાં બાબા શ્યામ(Baba Shyam)ના માસિક મેળા(fair)માં નાસભાગ (Stampede) મચી ગઈ છે. સવારે 5 વાગ્યે મંદિર(Temple)ના પ્રવેશદ્વાર પર નાસભાગમાં 3 મહિલા(Women) શ્યામ ભક્તોના મોત(Death) થયા છે અને ઘણા શ્યામ ભક્તો ઘાયલ થયા છે. આ દરમિયાન 2 ઘાયલોને જયપુર રીફર કરવામાં આવ્યા છે. સ્થળ પર પોલીસ(Police) બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શ્રી ખાટુ શ્યામજી રાજસ્થાનનાં સીકર જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત નગર છે. અહીં બાબા શ્યામનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે.

  • રાજસ્થાનનાં બાબા શ્યામના માસિક મેળામાં નાસભાગ
  • 3 મહિલા શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
  • 2 ઘાયલોને જયપુર રીફર કરાયા

તમને જણાવી દઈએ કે સીકરના ખાટુ શ્યામ મંદિરમાં આજથી 3 દિવસ સુધી ચાલનારા મંદિરની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન લગભગ 5 લાખ ભક્તો બાબાના દરબારમાં હાજર રહ્યા હતા, પરંતુ આજે સવારે 5 વાગ્યે નાસભાગને કારણે 3 મહિલાઓના મોત થયા હતા અને 5 લોકો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી 3ની હાલત પણ ગંભીર છે. SHO રિયા ચૌધરી સ્થળ પર તૈનાત છે. જણાવી દઈએ કે ખાટુ શ્યામના ભક્તોની સંખ્યા લાખોમાં છે અને અહીંના માસિક મેળામાં લાખોની ભીડ હોય છે. આવી સ્થિતિમાં લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાનું ઘણી વખત જોવા મળ્યું છે. જેનું સૌથી મોટું કારણ એ છે કે મંદિરનો વિસ્તાર ઓછો છે અને દર્શનાર્થી ભક્તો માટે પૂરતી વ્યવસ્થા નથી.

આ રીતે ઘટના બની
પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 5 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભીડ વધી ગઈ હતી, જેના કારણે ઘણી મહિલાઓ અને પુરુષો નીચે પડી ગયા હતા અને તેમને ઉઠવાનો મોકો મળ્યો ન હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો પરંતુ આ દરમિયાન 3 મહિલાઓના મોત થઈ ગયા હતા. જ્યારે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે ખાટુ શ્યામનું આ મંદિર રાજસ્થાનના શેખાવતીના સીકર જિલ્લામાં આવેલું છે. અહીં દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે. વિદેશથી અહીં આવનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આ મંદિરનો શિલાન્યાસ વર્ષ 1720માં કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top