National

શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં આર્થિક સંકટ: લોકો રસ્તા પર ઉતરી આવ્યા

બાંગ્લાદેશ: શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશ(Bangladesh) પણ આર્થિક સંકટ(Economic Crisis) ના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અહીં પેટ્રોલના ભાવ(Petrol Price)માં 52 ટકાના ઐતિહાસિક વધારા (increase)ના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વધતી મોંઘવારી સામે દેશના અનેક શહેરોમાં દેખાવો ચાલી રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. બાંગ્લાદેશના લોકોમાં મોંઘવારી સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રસ્તાઓ સળગવા લાગ્યા હતા. પ્રદર્શનકારીઓએ પોલીસનો સામનો કરતાની સાથે જ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસે પણ પ્રદર્શનકારીઓ સામે ટીયર ગેસના શેલ છોડવા લાગ્યા હતા. પોલીસની કાર્યવાહીથી પ્રદર્શનકારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો અને તે સમયે તેમના હાથમાં જે પણ વસ્તુઓ મળી તે પોલીસ તરફ ફેંકવા લાગ્યા હતા.

પેટ્રોલ ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારો
બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ પછી, ઢાકાને થોડા સમય માટે વિરોધીઓએ બંધક બનાવ્યું હતું. વાસ્તવમાં બાંગ્લાદેશમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારો થયો ત્યારે હિંસા ફાટી નીકળી હતી. એક દિવસ પહેલા જ ત્યાંની સરકારે એક લિટર પેટ્રોલની કિંમતમાં 51 ટકાનો વધારો કરીને 130 રૂપિયા કરી દીધો હતો, જે ભારતમાં 108 રૂપિયા છે. શનિવાર સુધી, બાંગ્લાદેશમાં એક લિટર પેટ્રોલની કિંમત 86 રૂપિયા હતી, એટલે કે ભારતમાં 71 રૂપિયાની નજીક. એટલું જ નહીં ડીઝલ અને કેરોસીનના ભાવમાં પણ 42 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે એક લીટર ડીઝલ અને કેરોસીન 114 બાંગ્લાદેશી ટકામાં વેચાઈ રહ્યું છે. ભારતીય રૂપિયામાં તે રૂ.95 પ્રતિ લિટર છે.

બાંગ્લાદેશની હાલત શ્રીલંકા જેવી ન થઈ જાય, લોકોમાં ડર
પેટ્રોલના ભાવમાં વધારાની જાહેરાત બાદ ત્યાંના લોકોમાં હોબાળો મચી ગયો હતો, અચાનક ઘણા લોકો વાહનોમાં પેટ્રોલ ભરાવવા પંપ પર પહોંચ્યા હતા અને ભાવ વધારાની જાણ થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ડરવા લાગ્યા કે બાંગ્લાદેશની હાલત શ્રીલંકા જેવી ન થઈ જાય. જો કે શાસક બાંગ્લાદેશ અવામી લીગના નેતાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સ્થિતિ શ્રીલંકા જેવી નથી, બધું નિયંત્રણમાં છે, અમે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.

ચીનના વિદેશ મંત્રી ઢાકા પહોંચ્યા
ચીને પણ તકનો ફાયદો ઉઠાવવાની રમત રમી રહ્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યી બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ઢાકા પહોંચી ગયા છે. જ્યારે નિષ્ણાંતોનો દાવો છે કે ચીનના દેવાને કારણે જે રીતે શ્રીલંકા બરબાદ થઈ ગયું હતું, બાંગ્લાદેશ તે જ રસ્તે આગળ વધ્યું નથી.

Most Popular

To Top