નવસારી: દક્ષિણ ગુજરાતમાં ભાદરવાનો આકરો આકરો મિજાજ જોવા મળી રહ્યો હોય બફારા– ઉકરાટથી લોકો તોબા તોબા પોકારી ઊઠ્યા હતા ત્યારે સોમવારથી બદલાયેલા...
દક્ષિણ કોરિયા(South Korea): દક્ષિણ કોરિયામાં હિનામનોર ચક્રવાતી તોફાન ભારે તબાહી મચાવી રહ્યું છે. ચક્રવાતી તોફાનના કારણે અહીં ભારે વરસાદ પડી રહ્યો છે...
જેની ઘણી રાહ જોવાતી હતી તે ચીનમાં માનવ અધિકાર ભંગ અંગેનો યુએનનો અહેવાલ છેવટે બહાર પડી ચુક્યો છે. ચીન તેના શિનજિયાંગ પ્રાંતમાં...
પૂર્વ ફાલ્ગુની નક્ષત્રગ્રહમંડળનું અગિયારમું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે. પૂર્વ ફાલ્ગુનીના રાશિ સ્વામી સૂર્ય છે કારણ કે આ નક્ષત્ર સિંહ રાશિમાં હોય છે....
હવે, વાચકમિત્રોને ખ્યાલ આવી જ ગયો હશે કે એક પ્રચંડ વાસ્તુપુરુષ આપણી કોઇ પણ પ્રોપર્ટીમાં સૂતેલો કલ્પવામાં આવે છે અને એની પસંદગી...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમને (Indian Cricket Team) એશિયા કપ 2022 (AsiaCup 2022) સીઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે રમાયેલી...
સાંસારિક સમસ્યાઓથી પીડાતા, ગ્રહ નડતરોથી દુઃખી અનેક જાતકો અમારી પાસે આવે છે. તેઓમાં આધ્યાત્મિક ચેતનાનો વિકાસ ઓછો હોય છે. તેઓ અનુષ્ઠાન વગેરે...
મુંબઈ: ટાટા સન્સ(Tata Sons)ના ભૂતપૂર્વ ચેરમેન અને પીઢ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી(Cyrus Mistry)ના મંગળવારે વર્લી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર(Funeral) કરવામાં આવ્યા હતા. તેમના...
નર્મદા જિલ્લાને ગુજરાતનાં મીની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રજવાડી નગરી રાજપીપળાનો ઇતિહાસ પણ એકદમ રોચક છે. સૌને આશ્ચર્ય...
સુરત: (Surat) સુરતના ઓલપાડ (Olpad) વિધાનસભા મત વિસ્તારમાં આગામી તા. 8મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) વર્ચ્યુઅલ સંવાદના (Virtual Samvad) કાર્યક્રમનું...
ચીન: ચીન(China)ના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપ(Earthquake)માં મૃતકોની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. 5 સપ્ટેમ્બરે આવેલા ભૂકંપના આફ્ટરશોકના કારણે ઘણી...
નવી દિલ્હી: ભારતના પૂર્વ ક્રિકેટર (Indian Former cricketer) સુરેશ રૈનાએ (Suresh Raina) ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ (Retired) લેવાની જાહેરાત કરી છે. એટલે...
મુંબઈ: બિઝનેસ ટાયકૂન 54 વર્ષીય સાયરસ મિસ્ત્રીનું રવિવારે મહારાષ્ટ્રના પાલઘર પાસે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત પછી તરત જ, સાયરસને...
નવી દિલ્હી: પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાને સીઝફાયરનું (Seize Fire) ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સૈનિકોએ (Army) સરહદ (Border)...
નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં એશિયા કપ 2022 (Asia Cup 2022) સીઝનમાં રમી રહ્યો છે. અહીં...
સુરત(Surat): સામાન્ય રીતે આપણે રસ્તા પરથી પસાર થઇએ તો ઘણી આપણને કાળા કલરનાં વાયરોની હારમાળા જોવા મળતી હોય છે. આ વાયરો પર...
નવી દિલ્હી: દિલ્હીના દારૂ કૌભાંડમાં દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા....
નવી દિલ્હી: બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના મંગળવારે સવારે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત...
સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને (VNSGU) લાંછન લગાડનારી અને પરીક્ષાનાં 7 મહિના બાદ લૉ ફેકલ્ટી ( Law Faculty )દ્વારા પરીક્ષામાં...
મુંબઈ: ટાટા સન્સના (TATA Sons) પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઈમાં (Mumbai) કરવામાં આવશે, એમ તેમના પરિવારે (Family) જણાવ્યું હતું....
સુરત: શહેરના પાલ (Pal Area) સંત તુકારામ સોસાયટીમાં રહેતા અને ચેતના ક્લિનિક (Chetna Clinic) નામે દવાખાનું ચલાવતા હોમિયોપેથી (Homeopathy) ડોક્ટર(Doctor) લોકોને કેનેડાની...
ગાંધીનગર : ખેતી (Farming) પાકના રક્ષણ માટે ખેડૂતોના (Farmer) ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા...
ગાંધીનગર : કચ્છના (Kutch) મુંદ્રા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ (Drugs) પકડાઈ રહ્યું છે, તેમ છતાં પોર્ટના સંચાલકો સામે ભાજપની (BJP) સરકાર કોઈ...
ગાંધીનગર : રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exam) આપવા છતાં વિદ્યાર્થીઓને (Student) લાભ થાય તે આશયે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં આગામી શૌક્ષણિક વર્ષથી સામાન્ય...
સુરત: શહેર-જિલ્લામાં તથા ઉપરવાસમાં પણ વરસાદે (Rain) વિરામ (Stop) લીધો હતો. પરંતુ ઉપરવાસમાં વતેલા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાતા ઉકાઈડેમમાં (Ukai Deme) પાણીની...
દુબઈ : એશિયા કપની સુપર ફોરની (Super Four) ‘કરો અથવા મરો’ મેચમાં (Match) આવતીકાલે મંગળવારે જ્યારે ભારતીય ટીમ (Team India) શ્રીલંકા (Sri...
દુબઇ : ભારતીય ટીમના (Indian team) માજી કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) અહીં કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની સીરિઝ...
સુરત : અડાજણ (Adajan) ખાતે રહેતા અને પ્રોવિઝન સ્ટોર ચલાવતા વ્યક્તિએ દિકરીના લગ્ન (Marriage) માટે ભેગા કરેલા રૂપિયા સસ્તુ સોનું (Gold) મેળવવાની...
સુરત : શહેરમાં બે વર્ષ બાદ ફરી એક વખત ગણપતિ ઉત્સવની (Ganpati Festival) ધૂમ મચી છે. બે વર્ષ (Two Years) કોરોનાને (Corona)...
સુરત: શહેરમાં ચૂંટણી (Election) નજીક આવતા જ વિવિધ વિકાસ કામોને ફટાફટ મંજૂરી (Approval) આપવામાં આવી રહી હોય સુરત મનપાની (SMC) જાહેર બાંધકામ...
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
નવસારી: દક્ષિણ ગુજરાતમાં ભાદરવાનો આકરો આકરો મિજાજ જોવા મળી રહ્યો હોય બફારા– ઉકરાટથી લોકો તોબા તોબા પોકારી ઊઠ્યા હતા ત્યારે સોમવારથી બદલાયેલા વાતાવરણ બાદ આકાશ વાદળોથી ફરી ઘેરાયું છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે ધીમો તો ક્યાંક જોરદાર વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ધોધમાર વરસાદ ઝીંકાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં સાડા ચાર ઈંચ એટલે કે 110 મી.મી. વરસાદ ઝિંકાતા ખેડૂતોના ચહેરા પર ખુશી પાછી આવી છે.
દક્ષિણ ગુજરાતમાં પાછલા એકાદ અઠવાડિયા થી મેઘરાજા રિસાયા હતા. વરસાદ રોકાયા બાદ સૂર્યદેવે તાપમાનનો પારો વધારી દેતાં લોકો અસહ્ય ગરમી અને બફારાથી અકળાયા હતા. જોકે, સોમવારે સાંજથી વાતાવરણ થોડું પલટાયું હતું. દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે શહેરોમાં પણ પવન ફૂંકાયો હતો. દરમિયાન આજે સવારથી તમામ જિલ્લા અને તાલુકામાં વત્તાઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ તેમજ સુરત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસાવતા માર્ગો ભીના થવાની સાથે સાથે પાણી વહી નીકળ્યા હતા તો ક્યાંક માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા. જેમાં સર્વાધિક નવસારીના જલાલપોરમાં 110 મી.મી. અને વલસાડમાં 2 ઈંચ વરસાદ ઝિંકાતા મેઘાવી માહોલ જામ્યો હતો.
પલસાણા, મહુવામાં પોણો ઈંચ વરસાદ પડ્યો
ફલડ વિભાગના સૂત્રોનું માનવામાં આવે તો સુરત જિલ્લામાં પલસાણા પોણો ઇંચ, કામરેજ અડધો ઇંચ. મહુવા પોણો ઇંચ, માંગરોળ 5 મી.મી. અને સુરત સિટીમાં 4 મી.મી. વરસાદ વરસ્યો હતો દરમિયાન આજે સવારે પણ શહેરમાં છૂટો છવાયો વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં સેન્ટ્રલ ઝોન 3 મીમી, વરાછા એ ઝોન 8 મી.મી. વરાછા બી ઝોન 2 મી.મી. વરસાદ વરસ્યો હતો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ખેરગામ 1 ઇંચ. ગણદેવી હળવા ઝાપટા, જલાલપોર 110 મી.મી. એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ, નવસારી અઢી ઇંચ વરસાદ ઝીંકાયો હતો જ્યારે ચીખલી અને વાંસદામાં વરસાદનો વિરામ જોવા મળ્યો છે.
સાપુતારામાં ઝરમર વરસાદને પગલે વાતાવરણ ખુશનુમા બન્યું
ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં 4 મી.મી. વરસાદ સવારે ઝિકાતા વાતાવરણ આહલાદક બની ગયું હતું. વલસાડ જિલ્લામાં ઉમરગામ પોણો ઇંચ. કપરાડા દોઢ ઇંચ, ધરમપુર પ મી.મી. પારડી પોણો ઇંચ, વલસાડ બે ઇંચ, વાપી એક ઇંચ વરસાદ નોંધાયો હતો તાપી જિલ્લામાં નિઝર તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાનું ફલડ વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.