SURAT

શહેરમાં ગૌરી-ગણેશને ભાવભીની વિદાય: મોડી રાત સુધી કુત્રિમ તળાવ અને ડુમસમાં વિસર્જન ચાલ્યું

સુરત : શહેરમાં બે વર્ષ બાદ ફરી એક વખત ગણપતિ ઉત્સવની (Ganpati Festival) ધૂમ મચી છે. બે વર્ષ (Two Years) કોરોનાને (Corona) કારણે મોટા આયોજન થઇ શકયા ન હતાં પરંતુ આ વખતે તમામ મુકિતઓ સાથે ગણેશ ઉત્સવ ઉજવાઇ રહ્યો હોવાથી વિવિધ થીમ સાથે બનાવાયેલા મંડપો અને શ્રીજીના દર્શન કરવા લોકો મોડી રાત (Leat night) સુધી ઉમટી રહ્યાં છે. ત્યારે પરંપરા મુજબ સોમવારે છઠ્ઠા દિવસે ગૌરી-ગણેશને શહેરીજનો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી. ખાસ કરીને મહારાષ્ટ્રીયન પરિવારોમાં ગૌરી-ગણેશની સ્થાપના અને વિસર્જનનું વિશેષ મહાત્મય હોય છે.

પાંચમાં દિવસે ગૌરી-ગણેશ સમક્ષ સૂપડા પૂજન
પાંચમાં દિવસે ગૌરી-ગણેશ સમક્ષ સૂપડા પૂજન કર્યા બાદ સોમવારે ગૌરી-ગણેશનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયો ત્યાર બાદ મોટાભાગના ગણેશ આયોજકો સાથે સાથે ઘરે ગણેશજીની સ્થાપના કરતા લોકો ઘર આંગણે કે ગણેશ મંડપમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરે છે. તેમ છતાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં 19 જેટલા કૃત્રિમ તળાવ બનાવાયા છે. આજે વહેલી સવારથી જ ગૌરી ગણેશ વિસર્જનમાં મોટા ભાગના ગણેશ ભક્તોએ ઘરમાં જ મોટા ટબ કે અન્ય સાધનોમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવામાં આવ્યું હતું.

વહેલી સવારથી જ ગૌરી ગણેશ વિસર્જન ની કામગીરી શરુ
વહેલી સવારથી જ ગૌરી ગણેશ વિસર્જન ની કામગીરી શરુ કરવામાં આવી હતી. બાપા મોરિયાના નારા અને ઢોલ નગારા સાથે શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. જો કે મોટાભાગના ભક્તોએ પોતાના ઘરે જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરીને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત અનેક લોકોએ પાલિકાએ બનાવેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. ઉપરાંત ડુમસના દરિયામાં પણ ઘણા પરિવારો વિસર્જન માટે પહોંચી ગયા હતા.
પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો
ગૌરી ગણેશ વિસર્જન ની કામગીરી શરુ કરવામાં આવી હતી. બાપા મોરિયાના નારા અને ઢોલ નગારા સાથે શ્રીજીને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી. જો કે મોટાભાગના ભક્તોએ પોતાના ઘરે જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરીને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાનો સંદેશો આપ્યો હતો. આ ઉપરાંત અનેક લોકોએ પાલિકાએ બનાવેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. ઉપરાંત ડુમસના દરિયામાં પણ ઘણા પરિવારો વિસર્જન માટે પહોંચી ગયા હતા.

Most Popular

To Top