ક્લાઈમેટ ચેન્જ. આ શબ્દ અનેક વખત સાંભળવા મળ્યો છે પરંતુ ખરેખર ક્લાઈમેટ ચેન્જ કોને કહેવાય તે જાણવું હોય તો હાલમાં દેશમાં અનેક...
સોનાક્ષી સિંહા હાશ કરશે. ગયા વર્ષે ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ રજૂ થયેલી પણ તે સોનાક્ષી માટે પ્રાઇડ નહોતી બની. તે થોડી...
અમોલ પાલેકર સામે કયારેય બોકસ ઓફિસ પર પોતાને સાબિત કરવાની જવાબદારી નહોતી આવી. શાકભાજીના બજારમાં કેળા પણ વેચાતા હોય છે ને તેણે...
સુરત: સુરતના (Surat) પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે બુધવારે 36મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારંભને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે,...
સુરત: બિહારમાં (Bihar) રહેતા 12 વર્ષના બાળક મેળામાં વાપરવા માટે ઘરમાંથી 2800 રૂપિયા ચોરી કર્યા હતા. હવે ઘરે જાણ થશે તો ઠપકો...
સુરત: સુરત (Surat) આરટીઓના (RTO) પૂર્વાધને લગતી વિગતોને કેન્દ્રમાં રાખી ગત શુક્રવાર અને શનિવારે સિક્યોરિટી સ્ટાફ સાથેના મેળાપીપણામાં વિવાદાસ્પદ ટાઉટોએ ટેસ્ટ ટ્રેક...
સુરત: અમરોલી કોસાડ રોડ પર મેડિકલ સ્ટોરમાં (Medical Store) કામ કરતા યુવકના મકાનમાંથી લોનના (Loan) મુકી રાખેલા 1.50 લાખ રોકડ તથા દાગીના...
સુરત : શહેરના લિંબાયત વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના (Bank) એટીએમ (Atm) મશીન તોડવાની કોશિશ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) ઝડપી પાડ્યો...
સુરત: વરાછા (Varacha) ઝોન-બીમાં સમાવિષ્ટ સરથાણા વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરેન્ટમાં (Restaurant) બુધવારે સવારે અચાનક આગ (Fire) ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી....
સુરત : ગોડાદરા ખાતે એક મેડિકલ સ્ટોરમાં (Medical Store) ડોક્ટરના (Doctor) પ્રિસ્ક્રીપ્શન (Prescription) વગર નશાકારક સીરપ અને નશાયુક્ત દવાઓનું વેચાણ કરનાર સામે...
સુરત: નેશનલ મેડિકલ કમિશને એમબીબીએસની (MBBS) પૂરક પરીક્ષા (Supplementary Exam ) હવે 90ની જગ્યાએ 45 દિવસ પહેલા લેવા મેડિકલ કોલેજોને (Medical Colleges)...
ટેક્નોલોજીની દ્રષ્ટિએ ખૂબજ આગળ વધેલાં દુબઈમાં (Dubai) વધુ એક સફળતા નોંધાઈ છે. દુબઈમાં ચીનની (China) કંપનીએ પોતાની ફ્લાઇંગ કારનું (Flying Car) સફળ...
ઝઘડિયા: ઝઘડિયાના વાસણા ગામે (Vasna Villeg) માસા તથા સગો ભત્રીજો ક્રિકેટ (Cricket) ટીમમાં સામસામે રમતા હતા, જેમાં માસા આઉટ (Out) થતાં સામેની...
બારડોલી: સહકારી અગ્રણી અજીત ઉર્ફે અજય પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો કથિત વિડીયો (Video) વાયરલ (Viral) થવાની ઘટના બાદ ગ્રામજનોએ તેમને તમામ...
માંડવી: માંડવીના (Mandvi) કમલાપોરના રાજપૂત ફળિયામાં (Rajput Faliya) રહેતો યશપાલસિંહ કિશોરસિંહ રણા ગુમ (Missing) થઈ ગયો હતો. માંડવીમાં દુકાનેથી ગતરોજ બપોરે તેના...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના રાજપારડી (Rajpardi) પાસે રોડ પર એસટી બસને (ST Bus) અકસ્માત (Accident) નડતાં બસમાં બેઠેલા ગભરાયેલા મુસફરોના (Passengers) જીવ તાળવે...
સુરત: (Surat) શહેરમાં આ વખતે ચોમાસાની (Monsoon) શરૂઆતથી જ ભરપુર વરસાદ (Rain) વરસ્યો છે. ચોમાસાની વિદાય પછી પણ વરસાદ વરસવાનું ચાલું રહેતા...
વાંકલ: માંગરોળના (Mangrol) શાહ અને મોસાલી (Mosali) ગામે રહેતા અને ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા બે પરપ્રાંતીય વોન્ટેડ આરોપીને એલસીબીની (LCB) એસઓજી (SOG)...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત પહેલા હવે ભાજપની (BJP) નેતાગીરીએ પ્રચાર શરૂ કરી દીધો છે. ખાસ કરીને આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ...
સુરત: (Surat) શહેરના સચીન સ્લમ બોર્ડ ખાતે સુમુલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું (Duplicate Ghee) વેચાણ કરતી ટોળકીને સચીન પોલીસ સ્ટેશનની (Police Station)...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી આગામી તારીખ 19મી ઓકટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટની (Rajkot) મુલાકાતે આવી રહ્યાં છે. આ દિવસે પીએમ...
વલસાડ : ઓલ ઇન્ડીયા રેલવે મેન્સ ફેડરેશનના (All India Railway Men’s Federation) આહવાન પર સમગ્ર ભારતની (India) સાથે વલસાડમાં (Valsad) પણ વેસ્ટર્ન...
હથોડા: પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના નવાપરા (Navapara) ખાતે રહેતા વિનોદ વિધેશ્વરી પ્રસાદનો ચાર વર્ષનો પુત્ર(Child) ઘરઆંગણેથી ચાલી નીકળતાં અને ઘરનો રસ્તો...
ઉમરગામ : ઉમરગામના (Umargam) માલખેત ખાતે આંબાવાડીમાં આવેલા પાંચ મકાનના તાળા તોડી તસ્કરો (Thief) ખેતીના ઓંજારો કિંમત રૂ ૪૧ હજાર મત્તાની ચોરી...
સિલ્હટ: મહિલા એશિયા કપમાં (Women’s Asia Cup) ભારતીય ટીમનો (Indian Team) અત્યાર સુધીની પ્રવાસ સરળ રહ્યો છે અને ગુરુવારે અહીં ટીમ ઇન્ડિયા...
હથોડા: સુરત જિલ્લા એલસીબી (LCB) પોલીસે (Police) બાતમીના આધારે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા(Limodra) નજીક એક ફાર્મા રેડ કરી રૂપિયા દોઢ...
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં સતત બે દિવસથી પાછોતરો વરસાદ (Rain) જામતા ડાંગી ખેડૂતોનાં (Farmer) પાકોને જંગી નુકસાનની દહેશત...
ચીનમાં (China) કોરોનાવાયરસના (Corona) બે નવા પેટા પ્રકારો મળી આવ્યા છે. તેને BF.7 અને BA.5.1.7 નામ આપવામાં આવ્યું છે. બંને પેટા પ્રકારો...
ઘેજ : વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેમાં સંપાદિત ઘેજ ગામના બ્લોક નંબર 1993 વાળી જમીન (Land) અંગે અસરગ્રસ્ત ખેડૂતની (Farmer) નવસારી (Navsari) પ્રાંત કચેરીમાં અવારનવારની...
વ્યારા: સુરત-તાપી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અણુવિદ્યુત (Nuclear power) મથક (plant) કાકરાપાર ખાતે તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ઓફ્સાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાયું હતુ....
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
ક્લાઈમેટ ચેન્જ. આ શબ્દ અનેક વખત સાંભળવા મળ્યો છે પરંતુ ખરેખર ક્લાઈમેટ ચેન્જ કોને કહેવાય તે જાણવું હોય તો હાલમાં દેશમાં અનેક રાજ્યોમાં પડી રહેલા વરસાદની સ્થિતિને જાણવી જોઈએ. સમગ્ર દેશમાં ગત તા.30મી સપ્ટેમ્બરના રોજ જ ચોમાસાની વિદાય થઈ ગયાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે છતાં પણ અનેક રાજ્યોમાં ઓકટોબર માસના બે સપ્તાહ પુરા થઈ જવા છતાં પણ વરસાદ પડી રહ્યો છે. તે પણ એટલો બધો વરસાદ પડે છે કે જે રાજ્યમાં વરસાદની સરેરાશ હોય તેના કરતાં પાંચથી સાત ગણો વરસાદ વરસી ચૂક્યો છે. જાણે મેઘરાજા દેશ પર ઓળઘોળ થઈ ગયા હોય. જોકે, નિષ્ણાંતો એવું કહી રહ્યાં છે કે હવામાન વિભાગે ચોમાસાની વિદાયની જાહેરાત વહેલી કરી દીધી છે. જે હોય તે પરંતુ આ વરસાદ એ સારા એંધાણ નથી. ભવિષ્યમાં દેશ પર અતિવૃષ્ટિનો પણ ખતરો રહેલો છે.
આમ તો પહેલા એવું જ મનાતું હતું કે હવામાન વિભાગે કરેલી આગાહી મોટાભાગે ખોટી જ પડે છે. પરંતુ સમયાંતરે જે રીતે આધુનિક સાધનો આવી ગયા અને તેના આધારે જે આગાહીઓ કરવામાં આવી રહી છે તે મોટાભાગે સાચી પડી રહી છે. જો વરસાદના આંકડાઓ જોવામાં આવે તો આ વખતે દેશમાં ચોમાસું સારૂં રહેવા પામ્યું છે. તેમાં પણ દિલ્હીમાં 625 ટકા વધુ વરસાદ થયો છે. જ્યારે હરિયાણામાં 577 ટકા, ઉત્તરાખંડમાં સરેરાશ કરતાં 538 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તરપ્રદેશના પણ પૂર્વ અને પશ્ચિમ વિભાગના જિલ્લાઓણાં 698 ટકા વરસાદ નોંધાયો છે.
જ્યારે હવામાન વિભાગે 30મી સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની જાહેરાત કરી ત્યારે એવું જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાનમાંથી ચોમાસું જતું રહ્યું છે પરંતુ હવે જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતાં ચોમાસું પાછું આવી ગયાનું લાગી રહ્યું છે. પોતે ઉતાવળ કરી દીધાનું ધ્યાને આવતાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું પાછું ફરી રહ્યું છે અને આગામી પાંચેક દિવસ મધ્ય ભારત તેમજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડશે અને ત્યારબાદ ચોમાસું વિદાય લેશે.
હવામાન ખાતું એવું કહી રહ્યું છે કે, ઓક્ટોબરના પ્રથમ 10 દિવસમાં ભારે વરસાદને કારણે વરસાદની ટકાવારીમાં મોટો વધારો થઈ ગયો છે. બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ-પૂર્વીય પવનોની અથડામણને કારણે ઉત્તરભારતમાં વરસાદ પડ્યો છે. ભૂતકાળમાં 1988માં એવું થયું હતું કે પાછોતરો વરસાદ ભારે પડ્યો હતો. તેમાં પણ સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં થયેલા વરસાદને કારણે નદીઓ છલોછલ થઈ હતી.
હવામાન વિભાગે તો ભૂતકાળને વાગોળીને પોતાના હાથ ખંખેરી લીધા પરંતુ એ વાત સાચી છે કે જે રીતે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે તે બતાવી રહ્યું છે કે, કુદરત પોતાનો પ્રકોપ વરસાવી રહી છે. દુનિયામાં જે રીતે વાતાવરણમાં વિસમતા ઊભી કરવામાં આવી રહી છે તેને કારણે આ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ બની રહી છે. ક્લાઈમેટ ચેન્જના મામલે સરકારની સાથે સાથે લોકોએ પણ સમજવું પડશે. પ્રદૂષણ વધારવામાં આવશે, જંગલો કપાતા રહેશે તેમ તેમ ક્લાઈમેટમાં બદલાવ આવવાનો જ છે. જો આ સ્થિતિને બદલવામાં નહીં આવે તો બની શકે કે ભારતે ચાર માસના ચોમાસાને બદલે ભવિષ્યમાં છ માસનું ચોમાસું વેઠવાનું આવશે તે નક્કી છે.