વડોદરા : નવા બજારમાં આવેલા તૈયાર કપડાના ચાર માળના શો-રૂમના ત્રીજા અને ચોથા માળે આજે આગ ફાટી અચનાક આગ ફાટી નીકળતા વિસ્તારમાં...
નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તારીખો આજે જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચે ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી...
નવી દિલ્હી: ગુજરાત(Gujarat)માં ચુંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે આજે દિલ્હીમાં બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. જેમાં હિમાચલ...
વડોદરા : શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર શ્રી કોમ્પ્લેક્સ સાઇટ પર ફ્લેટ ખરીદવાના બહાને ફ્લેટની ચાવી લઇ ગયા બાદ રકમ અથવા...
ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar) જૂના સચિવાલયમાં (Old Secretariat) આગ લાગવાની ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી. ગાંધીનગરમા જૂના સચિવાલયના બ્લોક નંબર 16ના...
નડિયાદ: રાજ્યમાં CCCનું મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે હવે આ કૌભાંડમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ ગોટાળા થયા હોવાનું સામે આવ્યુ છે....
નડિયાદ: નડિયાદમાં મરીડા ચોકડીથી રીંગ રોડ સુધીનો રસ્તો 6 મહિનાના ટુંકા સમયમાં બિસ્માર બની જતા સ્થાનિકોએ કલેક્ટરને ગુહાર લગાવી છે. 6 મહિના...
દાહોદ: દાહોદ જિ્લાનાં ફતેપુરા તાલુકામાં ખુલ્લેઆમ અખાદ્ય ગોળનો કાળો કારોબાર ચાલે છે. ગાંધીના ગુજરાતમા દારૂ બંધી ફક્ત કાગળ પર જ ચાલતી હોય...
નવી દિલ્હી: મોસ્કોથી (Moscow) દિલ્હી (Delhi) આવી રહેલા પ્લેનમાં (plane) બોમ્બ (Bomb) હોવાના સમાચારે લોકોમાં હલચલ મચાવી દીધી હતી. ગઈકાલે રાત્રે આ...
નડિયાદ: સૂર્યગ્રહણને પગલે આગામી તારીખ 25 મી ઓક્ટોબરના રોજ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડારાયજી મંદિર સમગ્ર દિવસ દરમિયાન બંધ...
જો મુસ્લિમ મહિલાઓ સ્કૂલોમાં અને કોલેજોમાં હિજાબ પહેરવાનો આગ્રહ રાખતી હોય તો તેમ કરવાનો તેમનો મૂળભૂત ધાર્મિક અધિકાર છે? શું સ્કૂલોને અને...
સુરત : સુરતના સરથાણા યોગીચોક (Yogi Chowk) સ્થિત ડી-માર્ટમાં ( D Mart) ખરીદીના બહાને આવી કર્મચારીની નજર ચૂકવી રૂ.2120ની મત્તાના ઘીના પાંચ...
સુરત: એક બાજુ પ્રકાશપર્વ તરીકે ઓળખાતા દિવાળીના (Diwali) તહેવારો (Festival) નજીક આવી ગયા છે. તો બીજી તરફ શહેરમાં અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટ (Streetlight)...
સુરત: શહેરમાં સામી દિવાળીએ આર્થીક તંગીથી કંટાળી અમરોલીમાં યુવકનો અને ઇચ્છાપોરમાં (Ichchapore) કરવાચોથે પતિએ પૈસા આપવા ઇનકાર કરતા પરિણીતાએ આપઘાત (Suicide) કર્યો...
સુરત : મહિધરપુરા પોલીસ મથકની (Police Station) હદમાં દિલ્હી ગેટ પાસેના મંથન કોમ્પલેક્સમાં યુવતીની હત્યા (Murder) કરાયેલી લાશ (Deadbody) મળી આવી હતી....
સુરત: નબળી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ છતાં સુરત (Surat) સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સુરત સેઝ)થી ડાયમંડ જ્વેલરીની (Diamond Jewellery) નિકાસમાં તોતિંગ વધારો થયો છે....
સુરત:વિધાનસભાની ચુંટણી પડધમ વચ્ચે 150 બેઠક કબજે કરવા ભાજપે (BJP) કમર કસી છે અને આ પરિણામ માટે ભાજપે કોઇ છોછ રાખ્યા વગર...
ગાંધીનગર: રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ.17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર)નું (Foreign brand cigarettes) કન્ટેનર જપ્ત કર્યું છે. રેવન્યુ...
ગાંધીનગર: કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા 18-22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન-DefExpo 2022ની 12મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું...
વ્યારા: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી આગામી તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ તાપીના (Tapi) સોનગઢના ગુણસદા ખાતે પધારનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓની...
અમદાવાદ: ભાજપના (BJP) શાસનમાં ગુજરાત (Gujarat) અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. અસહ્ય મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ-ખાદ્યતેલના આસમાને જતાં ભાવ, બેરોકટોક ચાલતો ડ્રગ્સનો...
અમદાવાદ: છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના (BJP) કુશાસન દરમિયાન ગુજરાતની (Gujarat) એક આખી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ...
રાજપીપળા: ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhade) તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ...
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાત (Gujarat) ગૌણ ખનીજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચાલુ ઓક્ટો. માસમાં વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તેવી તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે, ત્યારે પીએમ (PM)...
ઈસ્લામાબાદઃ (Islamabaad) પાકિસ્તાનમાં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વિરુદ્ધ ટ્વિટ (Tweet) કરવા બદલ ઈમરાન ખાનની પાર્ટીના એક સાંસદની (MP) ધરપકડ કરવામાં...
મુંબઈ: અભિનેત્રી (Actress) નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં છે. કોઈ નવો લુક (Look) નહીં, કોઈ ડાન્સ વીડિયો (Dance Video) નહીં, કોઈ ફિલ્મ...
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં દિવાળી (Diwali) પર્વે (Festival) કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ હેતુસર ફરી ગત તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ ગંભીર પ્રકારના બનાવ...
નવી દિલ્હી: યુક્રેન (Ukrain) અને રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો (War) હજુ સધી કોઈ અંત આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા...
બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.એ (LCB) બારડોલી (Bardoli) ગ્રામ્ય પોલીસ (Police) મથક વિસ્તારમાંથી પકડેલા વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપી...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
વડોદરા : નવા બજારમાં આવેલા તૈયાર કપડાના ચાર માળના શો-રૂમના ત્રીજા અને ચોથા માળે આજે આગ ફાટી અચનાક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દીવાળીની ખરીદી કરવા માટે નવા બજારમાં આવેલા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આગ ઉપર કાબૂ મેળવાતા નવા બજારના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. નવાબજાર વિસ્તારમાં વડોદરા બહારથી પણ લોક ખરીદવા કરવા માટે આવતા હોય છે હવે જોવું રહ્યું કે પાલિકા દ્વારા આવા દુકાનદારો પર શું એક્શન લેવામાં આવશે. કેમ કે નવાબજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. અને હવે તો દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે.
વડોદરા શહેરના ભરચક ગણાતા એવા નવા બજારમાં આવેલા 210 નંબરની ખંડેલવાલ કપડાનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમના માલિક અમિતભાઇ ખંડેલવાલ છે. આજે બપોરે શો-રૂમના ત્રીજા અને ચોથા માળે આગે દેખા દીધી હતી. આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં શો-રૂમના કર્મચારીઓ શો-રૂમની બહાર દોડી આવ્યા હતા. તે સાથે આજુ-બાજુમાં આવેલી દુકાનોના સંચાલકો અને કર્મચારીઓ પણ દુકાનની બહાર દોડી આવ્યા હતા. જોત જોતામાં શો-રૂમના ત્રીજા માળેથી આગની જ્વાળાઓ બહાર આવવાનું શરૂ થતાં નવા બજારમાં હાહાકાર મચી ગયો હતો. અને લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
નવાબજાર વિસ્તારમાં લાગેલી આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પાણી મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવતા નવા બજારના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ જીબીને કરવામાં આવતા જીઇબીની ટીમ પણ દોડી આવી હતી અને સમગ્ર નવા બજારનો વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો હતો. તે સાથે સિટી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા.
જ્યાં કપડાંનું સ્ટોરેજ કરતા હતા ત્યાં જ આગ લાગી
દાંડિયા બજાર ફાયર સ્ટેશન ઉપર અંદાજિત પોણા ચારની આસપાસ ફાયર કંટ્રોલ રૂમ તરફથી કોલ મળતા એક ફાયર ટેન્કર સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બાદમાં કે ટાંકી મંગાવી હતી.કપડાની દુકાન છે ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને ચાર માળ સુધીની એમાં ત્રીજા માળ ઉપર કપડાનું નાનું ગોડાઉન જેવું હતું.જ્યાં કપડાનું સ્ટોરેજ કરતા હતા. ત્યાં આગ લાગી હતી.માલિક દ્વારા એવું જણાવ્યું છે કે વાયરીંગમાં પહેલે આગ લાગી અને બીજી તરફ પ્રસરી હતી તેમ કહેવું છે. પ્રાથમિક તપાસમાં ફાયર સેફટી ના સાધનો જણાઈ આવ્યા નથી. અડધો કલાકથી 45 મિનિટ જેટલી મહેનત કરવી પડી. – હર્ષવર્ધન પુવાર, ફાયર ઓફિસર દાંડિયા બજાર ફાયર સ્ટેશન
આગ શોર્ટ સર્કિટથી લાગી : કોઈ જાનહાનિ થઈ નથી
વિસ્તારના લોકો અને વેપારીઓ દ્વારા જાણ થતાં સાથી કાઉન્સિલર સાથે સ્થળ પર આવ્યા હતા.દુકાન માલિક સાથે વાત કરી છે એમનું કહેવું છે કે હજુ કઈ ખ્યાલ નથી કે શાના કારણે આગ લાગી પણ બની શકે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય.કોઈ જાનહાનિ થઈ નથી પણ દુકાનને નુકસાન થયું છે.જે માલ હતો એ સળગી ગયો છે. – જેલમબેન ચોકસી, કાઉન્સિલર